ઇન્ડીયન પ્રીમિયર લીગ ૨૦૨૩માં મુંબઈ ઇન્ડિયન્સની પ્લેઓફમાં એન્ટ્રી

0
81

ઇન્ડીયન પ્રીમિયર લીગની લીગ સ્ટેજની છેલ્લી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ગુજરાત ટાઈટન્સનો ૬ વિકેટે ભવ્ય વિજય થયો હતો. હારની સાથે જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાયું છે, જ્યારે બેંગ્લોરની હાર સાથે જ મુંબઈ ઇન્ડિયન્સની પ્લેઓફમાં શાનદાર એન્ટ્રી થઇ છે. હવે આઈપીએલની ક્વોલિફાયર ૧ મેચમાં ગુજરાત ટાઈટન્સ સામે ચેન્નાઈ સુપર કિંગ્સ ટકરાશે, જ્યારે એલિમીનેટર મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે મુંબઈ ઇન્ડિયન્સ ઇન્ડિયન્સ ટકરાશે. ક્વોલિફાયર ૧ મેચમાં ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાનારી જીતનારી ટીમ ફાઈનલમાં એન્ટ્રી લેશે, જયારે હારનારી ટીમને હજુ એક ચાંસ મળશે અને ક્વોલિફાયર ૨માં પહોંચશે. લખનૌ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાનારી એલિમીનેટર મેચમાં હારનારી ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ જશે, જ્યારે જીતનારી ટીમ ક્વોલિફાયર ૨માં પહોંચશે. ત્યારબાદ ક્વોલિફાયર ૨માં જીતનારી ટીમ ફાઈનલ મેચમાં ટકરાશે.