પાકિસ્તાનના આર્મી ચીફ વિદેશી લોનની આશા પર ગુસ્સે થયા
આર્મી ચીફ સૈયદ અસીમ મુનીરનું નિવેદન
વિદેશી દેવા પર નિર્ભરતા ઘટાડવી જોઈએઃ આર્મી ચીફ
પાકિસ્તાનના આર્મી ચીફ વિદેશી લોનની આશા પર ગુસ્સે થયા છે. પાકિસ્તાન તેના ખરાબ દિવસોમાંથી પસાર થઈ રહ્યું છે. ત્યાંની આર્થિક સ્થિતિ કોઈનાથી છુપી નથી. દરરોજ તે એક યા બીજા દેશની મદદ માટે હાથ લંબાવે છે. જેના કારણે ત્યાંના લોકો જ ચિંતિત છે. પાકિસ્તાનના જ આર્મી ચીફ સૈયદ અસીમ મુનીર વિદેશી લોનની આશા પર ગુસ્સે થઈ ગયા. તેમણે કહ્યું કે દેશે વિદેશી દેવા પર નિર્ભરતા ઘટાડવી જોઈએ. દેશને આત્મનિર્ભર બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકતા તેમણે કહ્યું કે પાકિસ્તાન એક ગૌરવપૂર્ણ અને પ્રતિભાશાળી રાષ્ટ્ર છે. તમામ દેશવાસીઓએ ભીખ માંગવનો કટોરો ફેંકી દેવો જોઈએ.
દેશમાં તમામ સુવિધાઓ છે
સેના પ્રમુખ ખાનવાલ મોડલ એગ્રીકલ્ચર ફાર્મના ઉદ્ઘાટન સમારોહમાં પહોંચ્યા હતા. આ પ્રસંગે તેમણે કહ્યું કે દેશમાં તમામ પાયાની સુવિધાઓ છે. તેમણે કહ્યું કે સુરક્ષા અને અર્થવ્યવસ્થા એકબીજા સાથે જોડાયેલા છે. જ્યાં સુધી પાકિસ્તાન વર્તમાન સંકટમાંથી બહાર નહીં આવે ત્યાં સુધી સેના ચેનથી નહીં બેસે
પાકિસ્તાન પર 2.44 અબજ ડોલરનું દેવું છે
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનને ચીન પાસેથી બીજી લોન મળવાની તૈયારી છે. વડાપ્રધાન શેહબાઝ શરીફે તાજેતરમાં જણાવ્યું હતું કે IMF ડીલના આધારે દેશના વિદેશી હૂંડિયામણના ભંડારને વધારવામાં મદદ કરવા માટે પાકિસ્તાનને ચીન પાસેથી વધારાની $600 મિલિયનની લોન મળી છે. પાકિસ્તાનનું સરકારી દેવું જુલાઈમાં વધીને $2.44 બિલિયન થયું છે, જેમાં ચીનના નોન ગેરટી $2.07 બિલિયનનો સમાવેશ થાય છે.આર્મી ચીફે કહ્યું કે અલ્લાહે પાકિસ્તાનને તમામ આશીર્વાદ આપ્યા છે અને દુનિયાની કોઈ શક્તિ દેશની પ્રગતિને રોકી શકશે નહીં. રાજ્ય માતા સમાન છે. લોકો અને રાજ્ય વચ્ચેનો સંબંધ પ્રેમ અને આદરનો છે. તેમણે કહ્યું કે સુરક્ષા અને અર્થવ્યવસ્થા એકબીજા સાથે જોડાયેલા છે.
વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ
સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ