પાકિસ્તાની રેન્જર્સે કરી પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની ધરપકડ!

0
260

ઇમરાનના વકીલ સાથે મારપીટ

પાકિસ્તાનના રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે. તોશાખાના કેસમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાન રેન્જર્સે ઇસ્લામાબાદ હાઈકોર્ટની બહાર ઇમરાન ખાનની ધરપકડ કરી લીધી છે. ઇમરાન ખાનની ધરપકડના પગલે હાલમાં ઇસ્લામાબાદમાં ભારે સુરક્ષા દળ તૈનાત કરવામાં આવ્યા છે. ઇમરાનના વકીલ અને તેમના સમર્થકો સાથે મારપીટના અહેવાલ પણ સામે આવી રહ્યા છે. જેમાં ઇમરાનના વકીલ ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.