પાકિસ્તાનમાં જન્મેલાં શારદા કુકરેજાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીને અપીલ કરી છે કે તેમને તેમના પરિવારથી અલગ કરવામાં ના આવે. તેમને ભારતમાં જ રહેવા દેવામાં આવે.
પાકિસ્તાની નાગરિકને 48 કલાકમાં દેશ છોડી દેવા આદેશ
પહલગામ હુમલા પછી ભારત સરકારે બધા જ પાકિસ્તાની નાગરિકોને 48 કલાકમાં દેશ છોડી દેવા આદેશ આપ્યો હતો, જેની સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે. હવે સરકારે કહ્યું છે કે જે પણ પાકિસ્તાનીઓ ભારતમાં છે તેમની સામે આકરી કાયદાકીય કાર્યવાહી થશે. ઓડિશા પોલીસે જે પાકિસ્તાની નાગરિકોને દેશ છોડવા નોટિસ આપી હતી,
શારદાના પાકિસ્તાનમાં બળજબરીથી ધર્મ પરિવર્તન
તેમાં શારદા કુકરેજાનું પણ નામ હતું. 53 વર્ષીય શારદાએ 35 વર્ષ પહેલાં એક ભારતીય સાથે લગ્ન કર્યા હતા. ત્યારથી જ તેઓ ભારતમાં રહે છે. અહેવાલો મુજબ પાકિસ્તાનના સિંધ રાજ્યના સુક્કુર શહેરમાં જન્મેલાં શારદાના પાકિસ્તાનમાં બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવીને એક મુસ્લિમ અધેડ સાથે લગ્ન કરાવાઈ રહ્યા હતા. તેનાથી બચવા માટે 1987માં 60 દિવસના વિઝા પર શારદા કુકરેજા પરિવાર સાથે ભાગીને ભારત આવી ગયાં.

તેમણે 1990માં ભારતમાં મહેશ કુમાર કુકરેજા નામની વ્યક્તિ સાથે લગ્ન કર્યા અને ઓડિશાના બોલાંગીર જિલ્લામાં રહેવા લાગ્યાં. દંપત્તિને એક પુત્ર અને એક પુત્રી છે અને બંનેના લગ્ન થઈ ગયા છે. કુકરેજા પરિવારમાં શારદા સિવાય તમામ ભારતીય છે.
કુકરેજા પરિવારમાં શારદા સિવાય તમામ ભારતીય
શારદા કુકરેજા પાસે પાકિસ્તાની નાગરિક્તા છે તેથી ટેકનિકલરૂપે તેઓ પાકિસ્તાની નાગરિક છે. પરિણામે તેમને ભારત છોડવા નોટિસ અપાઈ હતી. શારદા કુકરેજાનું કહેવું છે કે તેઓ 35 વર્ષથી ભારતમાં જ રહે છે. હવે પાકિસ્તાનમાં તેમનું કોઈ નથી. તેથી તેમને ભારતમાં જ રહેવા દેવામાં આવે.

પાક.માં મારું કોઈ નથી : 35 વર્ષથી ભારતમાં રહેતાં વૃદ્ધાંની પીડા
પાકિસ્તાની હિન્દુ મહિલાને દેશ છોડવા નોટિસ મળતા પરિવાર આઘાતમાં
શારદા કુકરેજાના પરિવારમાં બધા જ ભારતીય, માત્ર તેઓ પાકિસ્તાની
શારદા કુકરેજાનો પરિવાર ધર્મ પરિવર્તનથી બચવા ભારત ભાગી આવ્યો હતો
Jayant Moond Alpesh Kathiriya પર હુમલો ગૃહમંત્રી કાર્યવાહી કરે Jayrajsinh Jadeja Ganesh Gondal