પંજાબના સરહદી ગામોમાં દિવાળી પર પાકિસ્તાન દ્વારા ના પાક હરકત

0
276
પંજાબના સરહદી ગામોમાં દિવાળી પર પાકિસ્તાન દ્વારા ના પાક હરકત
પંજાબના સરહદી ગામોમાં દિવાળી પર પાકિસ્તાન દ્વારા ના પાક હરકત

પંજાબના સરહદી ગામોમાં દિવાળીના તહેવાર પર જયારે નાગરિકો પ્રકાશપર્વની ઉજવણી કરવામાં વ્યસ્થ હતા ત્યારે પાડોશી દેશ પાકિસ્તાન તેની ના પાક હરકતો દ્વારા અનેક ગામોમાં ડ્રોન ઘુસાડી રહ્યો છે. ડ્રોન દ્વારા નશીલા પદાર્થો સહિત આતંકી પ્રવુંત્તિને પ્રોત્સાહન આપતી ચીજ વસ્તુઓ મોકલીને સતત પોતાનું પોત પ્રકાશે છે પરંતુ સીમા સુરક્ષા દળ (BSF) અને પંજાબ પોલીસ ( PANJAB POLICE) ની સતર્કતા જોઇને તેના પ્રયત્નોમાં નિષ્ફળ સાબિત થઇ રહ્યું છે. દિવાળી ટાણે સીમા સુરક્ષા દળે અમૃતસર જીલ્લાના સરહદી ગામ નેષ્ટા અને ભારોપાસ થી સર્ચ ઓપરેશન દરમિયાન બે ડ્રોન પકડ્યા હતા. અધિકારીઓએ પ્રાથમિક તપાસ બાદ આગળની કાર્યવાહી માટે સ્થાનિક પોલીસને સોપ્યું છે. સીમા સુરક્ષા દળના પ્રવક્તાના જણાવ્યા અનુસાર પંજાબ પોલીસ સાથે સંયુક્ત પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે એક ખેતરમાં ડ્રોન હોવાની માહિતી મળી હતી. આ દરમિયાન બંને ટીમોએ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધાર્યું ત્યારે બે ડ્રોન મળી આવ્યા હતા. ચીનની બનાવટનું પાકિસ્તાની ડ્રોન ( DJI MAVIE 3 CLASSIC ) કબજે કરીને પ્રાથમિક તપાસ માટે અકન્ય વ્યક્તિઓ વિરુદ્ધ ગુન્હો નોંધીને તપાસ હાથ ધરી છે.

પંજાબના સરહદી ગામોમાં સતત અનેક ગેરકાયદેસર ગતિવિધિઓ પાકિસ્તાન દ્વારા કરવામાં આવે છે પરંતુ સીમા સુરક્ષા દળ અને પંજાબ પોલીસ સંયુક્ત રીતે સરહદી વિસ્તારમાં સર્ચ ઓપરેશન અને ગુન્હેગારોને ઝડપી પાડીને તમામ પ્રયાસો નિષ્ફળ કરી રહ્યા છે. અન્ય એક ઘટનામાં પાકિસ્તાન સરહદ પર ફિરોઝપુર સરહદી ગામમાં બીએસએફના બી ઓ પી પાસે હેરોઈનની ડીલીવરી કરવાની ફિરાકમાં DRON ઘુસાડવામાં આવી રહ્યું હતું. પરંતુ ભારતીય સીમા પાર કરીને જયારે આ ડ્રોન પ્રવેશ કરી રહ્યું હતું ત્યારે જ બોર્ડર ફેન્સીંગ પર પેટ્રોલિંગ કરી રહેલા સીમા સુરક્ષા દળના જવાનોએ ડ્રોન જોતાજ ફાયરીંગ શરુ કર્યું . આ ફાયરીંગ કરતાની સાથે ફરી તે પોતાની પાકિસ્તાની સરહદ ઓળંગીને પરત ફર્યું હતું. આ ઘટના સામે આવતાજ પંજાબના તમામ સરહદી ગામોમાં પંજાબ પોલીસ અને સીમા સુરક્ષા દળના જવાનો સતત પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન કરીને આ ડ્રોન અંગેનું પગેરું શોધી રહ્યા છે.

પંજાબના સરહદી ગામોમાં ઈન્ટેલીજન્સ સુત્રોના જણાવ્યા અનુસાર દિવાળીની મોડી રાત્રે પાકિસ્તાન સરહદ પારથી ડ્રોન પ્રવેશ્યું હતું અને નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના હેતુથી ભારતીય સીમમાં ઘૂસ્યું પરંતુ બી.એસ.એફ. ના જવાનોએ સાત જેટલી ગોળીઓ છોડતા જ પોતાનું લક્ષ છોડીને પાકિસ્તાન સીમમાં પરત ફર્યું હતું.