Home Gujarat Ahmedabad અમદાવાદમાં અંગદાન મહોત્સવનો પ્રારંભ

અમદાવાદમાં અંગદાન મહોત્સવનો પ્રારંભ

0
590

અમદાવાદમાં અંગદાન મહોત્સવનો પ્રારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મહોત્સવનો પ્રારંભ

મંત્રી ઋષિકેશ પટેલ અને ભારતીય ક્રિકેટર જસપ્રિત બુમરાહની પ્રેરક ઉપસ્થિતિ

અંગદાન થી નવજીવન આપવા સંક્લ્પબધ્ધ બનીએ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અંગદાન મહોત્સવનોપ્રારંભ થયો છે. ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન(IMA) ગુજરાત એકમ, SOTTO અને ગુજરાત મીડિયા ક્લબના સંયુક્ત ઉપક્રમે અંગદાન મહોત્સવનો આયજોન કરવામાં આવ્યો છે.આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ભારતીય ક્રિકેટર જસપ્રિત બુમરાહ ઉપસ્થિત રહ્યાં હતાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે  “અંગદાન મહોત્સવ”નો પ્રારંભ કરાવતા જણાવ્યું  કે, કીડીને કણ, હાથીને મણ’ ની આપણી સંસ્કૃતિ રહી છે .એ જ રીતે અંગદાન થકી જરૂરિયાતમંદોને નવજીવન આપવાનો ભાવ પણ આપણામાં રહેલો છે.જે  આપણી સંસ્કૃતિને ઉજાગર કરે છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અન્નદાન , રક્તદાન , ચક્ષુદાન કરતી આપણી ભારતીય સંસ્કૃતિમાં પ્રવર્તમાન સમયમા અંગદાન એ મહાદાન હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું ‌. સમાજમાં અંગદાનની જનજાગૃતિ વધે તે માટે તમામ અંગદાતા પરિવાજનો, મીડિયા કર્મીઓને અંગદાનના જનજાગૃતિ અભિયાનને વેગવંતો બનાવવા મંત્રી ઋષિકેશ પટેલ અનુરોધ કર્યો હતો.

ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના ગુજરાત એકમ, SOTTO(State Organ Tissue and Transplant Organisation) અને ગુજરાત મીડિયા ક્લબના સંયુક્ત ઉપક્રમે અમદાવાદથી અંગદાન મહોત્સવની શરૂઆત થઈ છે.

જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ભારતીય ક્રિકેટર જસપ્રિત બુમરાહ પણ  ઉપસ્થિત રહ્યા હતા.અંગદાન થી સેવાભાવ પ્રવૃત્તિને બળવતર બનાવનારા પરિવારોને બિરદાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે, પ્રાચીન સમયમાં દધીચી ઋષિએ કરેલું દેહદાન આપણે સૌ જાણીએ છીએ. આપણી સંસ્કૃતિના આ ઉચ્ચતમ આદર્શોને આ અંગદાન પ્રવૃત્તિ આગળ ધપાવે છે એમ તેમણે કહ્યું હતું.અંગદાન ક્ષેત્રે ગુજરાતની વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, ગત વર્ષે ૬૭૦ જીવિત વ્યક્તિઓ અને ૨૦૩ બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગોનું દાન કરાયું છે.જેનાથી ઘણા જરુરીયાતમંદોને  નવજીવન મળ્યું છે. અંગદાન મેળવનાર પરિવારનો આનંદ અંગદાતા  સ્વજનના મૃત્યુના દુઃખને દૂર કરે છે.માનવજીવનને લગતા કોઈપણ કાર્યોમાં સાથે ઉભું રહેવું એ સરકારની અને આપણા સૌની ફરજ બને છે. અંગદાનની આ પ્રવૃત્તિમાં મીડિયા દ્વારા પણ જાગૃતતા લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે તેમ કહી આ સહિયારા પ્રયાસોને મુખ્યમંત્રી એ બિરદાવ્યા હતા.રાજ્યમાં ૨૭૨  ડાયાલિસિસ કેન્દ્રો કાર્યાન્વિત કરીને સરકારે  કિડનીની તકલીફ ધરાવતા રાજ્યના દર્દીઓને વન સ્ટેટ વન ડાયાલિસિસ પ્રોગ્રામ અન્વયે બેસ્ટ ટ્રીટમેન્ટ મળી રહે તે માટેના સઘન પ્રયાસો હાથ ધર્યા છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે