પટનામાં વિપક્ષી એકતાનો 23 જુને થશે શક્તિ પ્રદ્રર્શન-શરદ પવારે શુ કહ્યુ

0
238

23 જુનની વિપક્ષી નેતાઓની બેઠકમાં શરદ પવાર જશે

શરદ પવારે કહ્યુ કે રાષ્ટ્રિય મુદ્દાઓની ચર્ચા થવી જોઇએ

બિહારના સીએમ નીતિશ કુમાર હવે 23મીએ વિપક્ષી નેતાઓની બેઠક પટનામાં કરી રહ્યા છે ત્યારે એનસીપીના વડા શરદ પવારે કહ્યુ છે કે “CM નીતીશ કુમારે 23મી જૂને એક બેઠક બોલાવી છે. તેમણે મને બોલાવીને આમંત્રણ આપ્યું છે. તેમણે દેશના તમામ વિપક્ષી નેતાઓને આમંત્રણ આપ્યું છે. હું ત્યાં જઈશ. તમામ વિપક્ષે રાષ્ટ્રીય મુદ્દા પર સાથે મળીને કામ કરવાની આવશ્યકતા છે,તમને જણાવી દઇએ કે આ બેઠક પહેલા 12 જુને હતી, પણ રાહુલ ગાંધી અને કોંગ્રેસના મોટા નેતાઓની ગેરહાજરીના કારણે આ બેઠક હવે 23મી જુને રાખવામા આવી છે, ત્યારે અહી વિપક્ષો કઇ રીતે એક થઇ શકે છે તેને લઇને ચર્ચાઓ ચાલી રહી છે, અને ભાજપને પણ ચિન્તા છે કે જો વિપક્ષની એકતા થઇ ગઇ તો 2024 લોકસભા ઇલેક્શનમાં મુશ્કેલી થઇ શકે છે,

વધુ સમાચારો માટે જાતો રહો વીઆર લાઇવ ન્યૂઝ