ઓપરેશન સિંદુર એર સ્ટ્રાઈક અને સર્જિકલ સ્ટ્રાઈકને યાદ કરાવ્યા #operationsindoor #sindoor #IndiaPakistanWar #CivilDefenceMockDrill #MockDrillGuj #India #indiapakistan #MockDrillGuj #ForPakistan #pakistan #पाकिस्तानसेना #पाकिस्तानीआर्मी –
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલાનો ભારતે મંગળવારે મોડી રાતે બદલો લીધો હતો. આતંકી હુમલાના 14 દિવસ પછી ભારત સરકારે ઓપરેશન સિંદુર ચલાવી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. આ સાથે ભારતે ચેતવણી પણ આપી હતી કે, પાકિસ્તાન કોઈ ઉશ્કેરણીજનક પગલાં ભરશે તો તેની સામે વધુ આકરી કાર્યવાહી કરવામાં આવશે. પહલગામમાં આતંકી હુમલાના પછી ભારત સરકારે આતંકીઓને નિશાન બનાવીને પોતાનું વચન પૂરું કર્યું છે.ઓપરેશન સિંદુર એર સ્ટ્રાઈક અને સર્જિકલ સ્ટ્રાઈક
વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે અમે ટૂંક સમયમાં બદલો લઈશું અને આતંકવાદીઓને દુનિયાના ખૂણામાંથી પણ શોધવા પડે તો પણ તેમને છોડીશું નહીં. આ પહેલાં પણ ઉરી અને પુલવામા હુમલા સમયે પણ ભારતે પાકિસ્તાન પર સ્ટ્રાઈક કરી હતી. ભારતની ત્રણેય સ્ટ્રાઈકમાં એક રસપ્રદ વિશેષતા છે. ત્રણેય આક્રમણ 11, 12 અને 14 દિવસના અંતેર કરવામાં આવ્યા હતા.ઓપરેશન સિંદુર એર સ્ટ્રાઈક અને સર્જિકલ સ્ટ્રાઈક
ઓપરેશન સિંદુર એર સ્ટ્રાઈક અને સર્જિકલ સ્ટ્રાઈકને યાદ કરાવ્યા
પહલગામ હુમલાના ૧૪ દિવસ પછી ભારતનું ઓપરેશન સિંદુર
પાકિસ્તાનમાં આતંકી છાવણીઓનો ભારતે સફાયો કર્યો ઓપરેશન સિંદુર એર સ્ટ્રાઈક અને સર્જિકલ સ્ટ્રાઈક
વર્ષ 2016 અને તારીખ 18 સપ્ટેમ્બર ત્યારબાદ, જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટર નજીક આર્મી હેડક્વાર્ટરમાં સવારે 5 વાગ્યે જ્યારે સેનાના જવાનો સૂઈ રહ્યા હતા, ત્યારે ચાર સશસ્ત્ર આતંકવાદીઓએ સૂતા કર્મચારીઓ પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. જવાબી કાર્યવાહીમાં, ભારતીય સેનાએ ચારેય આતંકવાદીઓને સ્થળ પર જ ઠાર માર્યા, પરંતુ આ હુમલામાં ભારતીય સેનાના 18 સૈનિકો શહીદ થયા. આના ૧૧ દિવસ પછી, ભારતીય સેનાના ખાસ કમાન્ડોએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદીઓ પર સર્જિકલ સ્ટ્રાઈક કરી. આર્મી કમાન્ડો હેલિકોપ્ટર દ્વારા LoC નજીક ઉતર્યા અને જમીન પરથી પસાર થઈને છ આતંકવાદી છાવણીઓનો નાશ કર્યો જેમાં લગભગ 40 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા.ઓપરેશન સિંદુર એર સ્ટ્રાઈક અને સર્જિકલ સ્ટ્રાઈક
ઉરી હુમલાના 11 દિવસ પછી POKમાં ભારતની સર્જિકલ સ્ટ્રાઈક
છ આતંકી છાવણીઓનો નાશ કરી 40 આતંકીઓને ઠાર કર્યા
વર્ષ 2016માં ઉરીમાં આર્મી હેડક્વાર્ટર પર આતંકીઓએ હુમલો કર્યો
18 સપ્ટેમ્બરના હુમલામાં 18 જવાનો શહીદ થયા






એરસ્ટ્રાઈકના ત્રણ વર્ષ પછી વર્ષ ૨૦૧૯ની ૧૪ ફેબ્રુઆરીએ આતંકીઓએ પુલવામામાં CRPF કાફલા પર હુમલો કર્યો હતો. જૈશ-એ-મોહમ્મદના એક આત્મઘાતી હુમલાખોરે વિસ્ફોટકોથી ભરેલી કાર CRPFના કાફલા સાથે અથડાવી હતી. આ આતંકવાદી હુમલામાં 40 સૈનિકો શહીદ થયા હતા. આ હુમલાના ૧૨ દિવસ પછી ૨૬ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ, ભારતીય એરફોર્સના ફાઈટર વિમાનોએ બાલાકોટમાં આતંકવાદી છાવણીઓ પર હવાઈ હુમલો કર્યો હતો અને આતંકવાદી લોન્ચ પેડ્સનો નાશ કર્યો, જેમાં 200થી વધુ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા.ઓપરેશન સિંદુર એર સ્ટ્રાઈક અને સર્જિકલ સ્ટ્રાઈક
પુલવામા હુમલાના ૧૨ દિવસ પછી એર સ્ટ્રાઈક
ફેબ્રુઆરી 2019માં બાલાકોટમાં આતંકી છાવણીઓનો નાશ
14 ફેબ્રુઆરીએ CRPFના કાફલા પર હુમલો કરતા 40 જવાન શહીદ
ભારતની સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈકથી ગભરાઈ ગયેલા પાકિસ્તાને લગભગ છ વર્ષ સુધી કોઈ મોટા આતંકી હુમલા કરવાનું ટાળ્યું હતું, પરંતુ 22 એપ્રિલે આતંકીઓએ પહેલી વખત પહલગામમાં હિન્દુ પર્યટકોની નામ પૂછીને હત્યા કરી હતી. આ હુમલામાં 26 નાગરિકો માર્યા ગયા હતા. આ ઘટનાથી આખા દેશમાં ભારે આક્રોશ ફેલાયેલો છે ત્યારે ભારતે ખૂબ જ ધીરજપૂર્વક ઓપરેશન સિંદુર હાથ ધરીને મંગળવારે મોડી રાતે POK જ નહીં પાકિસ્તાનમાં આવેલી આતંકી છાવણીઓ સહિત નવ સ્થળો પર મિસાઈલ મારો કર્યો હતો. આ હુમલામાં ભારતમાં અનેક આતંકી હુમલાનું કાવતરું ઘડાયું હતું તે સૌથી મોટા હેડક્વાર્ટર મરકઝનો જ નાશ કરી દીધો છે. આ હુમલામાં 90થી વધુ આતંકીઓ માર્યા ગયાનો સરકારે દાવો કર્યો છે.ઓપરેશન સિંદુર એર સ્ટ્રાઈક અને સર્જિકલ સ્ટ્રાઈક
પહલગામ હુમલાના 14 દિવસ પછી પાક. અને POK પર મિસાઈલ સ્ટ્રાઈક
પાકિસ્તાનમાં આતંકીઓના સૌથી મોટા હેડક્વાર્ટર મરકઝનો નાશ
ભારતના મિસાઈલ હુમલામાં 90થી વધુ આતંકીઓ ઠાર
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે