Operation sindoor : વિપક્ષના આરોપ પર વિદેશ મંત્રીએ સંસદમાં આપ્યો જવાબ
Operation sindoor સંસદના ચોમાસું સત્રના શરૂઆતના પાંચ દિવસ ખૂબ હોબાળો રહ્યો. વિપક્ષે બિહારની મતદાર યાદીને લઈને ચાલી રહેલા સ્પેશિયલ ઇન્સેન્ટિવ રિવિઝન (SIR)નો વિરોધ કર્યો. ત્યારે સોમવારે સંસદમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ બાદ વિદેશ મંત્રી એસ. જયશંકરે સરકારનો પક્ષ રાખ્યો છે.

Oprection sindoor : સુધી મર્યાદિત નહીં રહે ભારતનો જવાબ:એસ.જયશંકર
Operation sindoor વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે,પાકિસ્તાનની ધરતી પર ઉછરી રહેલા બોર્ડર પાર આતંકવાદને ભારતનો જવાબ ઓપરેશન સિંદૂર સુધી મર્યાદિત નહીં રહે. પાકિસ્તાની નાગરિકો માટે વિઝા પ્રતિબંધ યથાવત્ રહેશે.
oprection sindoor : રેડ લાઈનને પાર કરી તો અમે આકરાં પગલાં ભરીશું:એસ.જયશંકર
વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે,ભારતને પોતાના નાગરિકોની રક્ષા કરવાનો અધિકાર છે. પાકિસ્તાન સુરક્ષા કાઉન્સિલનું સભ્ય છે અમે નથી. અમે આંતરરાષ્ટ્રીય સમુદાયને પાકિસ્તાન અંગે જણાવ્યું કે જ્યારે તેઓ રેડ લાઈનને ક્રોસ કરી ત્યારે અમારે આકરાં પગલાં ભરવા પડ્યાં. અમે દુનિયાની સામે પાકિસ્તાનને ઉઘાડું પાડ્યું.
Oprection sindoor : વિદેશ મંત્રી એસ જયશંકરના તીખો જવાબ!
વિપક્ષી નેતાઓના પ્રશ્નોના જવાબ આપતા,વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે પાકિસ્તાન હંમેશા IMF પાસેથી લોન લેતું રહ્યું છે. 2008 અને 2013 માં પણ પાકિસ્તાનને IMF પાસેથી લગભગ 15 અબજ ડોલરની લોન મળી હતી. જોકે, આ વખતે પાકિસ્તાનને મળેલી લોનની રકમ ઓછી છે. પાકિસ્તાન ફક્ત પીએમ મોદીના કાર્યકાળ દરમિયાન જ ગ્રે લિસ્ટમાં રહ્યું છે. ચીનના વિષય પર તેમણે કહ્યું કે UPA સરકાર દરમિયાન ચીનને ભારતનો વ્યૂહાત્મક ભાગીદાર બનાવવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં, કોંગ્રેસ નેતાઓનું વિરોધ પક્ષમાં રહીને ચીન પ્રત્યેનું વલણ સત્તામાં રહીને જેવું નહોતું.
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરોયુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે: Operation sindoor : મામલે વિપક્ષના આરોપ પર વિદેશમંત્રીના પ્રહાર!OperationSindoor #SJaishankar #IndiaPakistan