અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જીનેટિક ઓપીડીની શરૂઆત
જીનેટિક ઓપીડી સેવા શરૂ કરનાર રાજ્યની પ્રથમ સરકારી હોસ્પિટલ
દર મંગળવારે અને શુક્રવારે જીનેટિક ઓ.પી.ડી. સેવાનો લાભ મળશે
સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીના નેતૃત્વમાં જીનેટિક ઓપીડી શરૂ કરાઈ
અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા 1 જુલાઈથી નવીન જીનેટિક ઓપીડી સેવા શરૂ કરવામાં આવી છે.ત્યારે સરકારી હોસ્પિટલમાં જીનેટિક સેવા શરૂ કરનારી અમદાવાદ સિવિલ હોસ્પિટલ સમગ્ર રાજ્યની પ્રથમ હોસ્પિટલ બની છે. વર્ષ 2014 થી અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને બી.જે. મેડિકલ કોલેજ સાથે જોડાયેલ ડૉ.અલ્પેશ પટેલના પ્રયાસો અને સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીના નેતૃત્વમાં આ પહેલ હાથ ધરાઇ છે.જીનેટિક તકલીફ ઘરાવતા અને ઓ.પી.ડી. સેવાનો લાભ મેળવવા દર્દીઓ અઠવાડિયામાં દર મંગળવારે અને શુક્રવારે સવારે 9:00થી 12:00 વાગ્યા સુધીમાં 1200 બેડ હોસ્પિટલ ખાતે લાભ મેળવી શકશે. સમગ્ર દેશમાં ત્રણ કે ચાર નામાંકિત યુનિવર્સિટીઓને બાદ કરતા આ પ્રકારની સુવિધા કદાચ અન્ય ક્યાંય ઉપલબ્ધ નથી,તેમ સિવિલ એડિશનલ સુપ્રીટેન્ડન્ટ ડો.રજનીશ પટેલે જણાવ્યું હતું. વધુમાં તેમણે રાજ્યમાં આ પ્રકારની સુવિધા શરૂ કરનારી અમદાવાદ સિવિલ હોસ્પિટલ એકમાત્ર સરકારી હોસ્પિટલ હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.પીડિયાટ્રિક મેડિસિન અને ન્યુરો મેડિસિનમાં આવતા દર્દીઓ જે લોકો જીનેટિક રોગોથી પીડાતા હોય અથવા કંજનાટલ હાર્ટ ડીસીસથી પીડાતા હોય એવા વ્યક્તિઓ એના પરિવારજનો આ ઓપીડીનો લાભ લઈ શકશે . જેના પરિણામે જન્મતા બાળકો માં જીનેટિક રોગ થવાની સંભાવનાઓ ઘટાડી શકાશે.આ ઉપરાંત કેન્સરના એવા દર્દીઓ કે જેમના કુટુંબમાં પણ અન્ય સભ્યોમાં પણ કેન્સરના કિસ્સાઓ જોવા મળે છે તેમના માટે પણ આ જીનેટિક ક્લિનિક આવા કેન્સરને દર્દીના કુટુંબમાં આગળ વધતું અટકાવવા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે.દેશમાં જીનેટિક ડિસઓર્ડર ક્ષેત્ર સાથે સંકળાયેલ ૩૫થી વધુ સંસ્થાઓમાં કરેલ સર્વે પ્રમાણે ૧ લાખ બાળકોમાંથી ૦.૯% હિમોફિલીયાથી અને ૬થી ૫૦ જેટલા બાળકો પાર્કિન્સનથી, પ્રતિ ૧૦ હજાર બાળકોમાંથી ૨થી ૨૦% જેટલા સિક્લસેલ એનિમિયાથી, ૧૦ લાખ બાળકોમાંથી ૩-૪% થેલેસેમીયા જેવી બીમારી સાથે જન્મ લેતા જોવા મળ્યાં. હતા.ત્યારે નવીન જીનેટિક ઓપીડી સેવા શરૂ થતા . કોઈ પણ દર્દી જ્યારે ડિટેક્ટ થાય ત્યારે તેના પરિવારમાં ભાઈ-બહેન અથવા પેરેન્ટ્સને કોઈ જીનેટિક ડિસઓર્ડર છે કે નહીં એના માટેનું કન્સલ્ટિંગ ત્યાં કરી શકાશે અને આવા જીનેટિક રોગોને આવનારી પેઢીમાં જતા અટકાવવામાં આ ક્લિનિક સિંહ ફાળો આપશે.
વાંચો અહીં ગુજરાતમાં આરોગ્ય વીમા સહાયનો નવો અધ્યાય