Home Main વડોદરા માં માત્ર હપ્તાખોરી ચાલી રહી છે, કામના મામલે શૂન્ય, ભાજપના નેતાએ...

વડોદરા માં માત્ર હપ્તાખોરી ચાલી રહી છે, કામના મામલે શૂન્ય, ભાજપના નેતાએ જ મનપાના કામ પર ઉઠાવ્યા સવાલ

0
437
જીતુ સુખડિયા
જીતુ સુખડિયા

ગુજરાતના સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટીના કામ પર હવે પાર્ટીના નેતાઓએ સવાલ ઉઠાવવાના શરૂ કરી દીધા છે. વડોદરા ની દુર્દશા પર ભાજપના વરિષ્ઠ નેતાએ સવાલ ઉભા કર્યાં છે. વડોદરા શહેરની સયાજીગંજ વિધાનસભાથી ચાર વખત ધારાસભ્ય અને એકવાર મંત્રી રહેલા જીતુ સુખડિયાએ શહેરમાં હપ્તા વસૂલીનો આરોપ લગાવ્યો છે. વિધાનસભામાં ભાજપ ના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા તરફથી આયોજીત વિચાર ગોષ્ઠીમાં જીતુ સુખડિયાએ શહેરની સ્થિતિ પર અફસોસ વ્યક્ત કર્યો અને તંત્રના કામને શૂન્ય ગણાવ્યું છે. નોંધનીય છે કે જીતુ સુખડિયા હવે ચૂંટણી રાજનીતિમાં નથી પરંતુ પાર્ટીમાં સક્રિય છે. સુખડિયાએ કહ્યુ કે વડોદરામાં ત્રણ જગ્યાએથી હપ્તા વસૂલવામાં આવે છે. શહેરમાં હપ્તાખોરી સિવાય અન્ય કોઈ કામ ચાલી રહ્યાં નથી. તેમણે વડોદરા કોર્પોરેશનના કામ પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે મહિના પહેલા મનપાના અધિકારીઓ સ્વસ્છતાના પાઠ શીખવા માટે ઈન્દોર ગયા હતા, પરંતુ આ મોર્ચા પર વડોદરા મહાનગર પાલિકાની સામે મોટુ શૂન્ય છે. 

આપણે ક્યું તંત્ર ચલાવી રહ્યાં છીએ
ભાજપના વરિષ્ઠ નેતાઓમાં સામેલ જીતુ સુખડિયાએ વડોદરાની દુર્દશા પર સવાલ ઉઠાવતા અફસોસ વ્યક્ત કર્યો છે. સુખડિયાએ કહ્યુ કે શહેરમાં ત્રણ જગ્યાએ વસૂલી થાય છે. તેમણે કહ્યું કે હપ્તા ઉઘરાવવા સિવાય કંઈ થઈ રહ્યું નથી. ભાજપના વરિષ્ઠ નેતા દ્વારા જાહેર મંચ પરથી કોર્પોરેશનના કામ પર સવાલ ઉભા કરતા હડકંપની સ્થિતિ ઉભી થઈ છે. જીતુ સુખડિયાએ એવા સમયે નારાજગી વ્યક્ત કરી છે, જ્યારે શહેરની રાજનીતિમાં જૂથવાદ ચરમસીમાએ છે. સુખડિયાએ કહ્યું કે શહેરમાં ગંદકીની ભરમાર છે. પૂર્વ ધારાભ્યએ કહ્યું કે શહેરમાં ત્રણ જગ્યાએ હપ્તા લેવામાં આવે છે. તેમણે પોલીસ પર પણ હપ્તા લેવાનો આરોપ લગાવ્યો છે. સુખડિયાએ કહ્યું કે એજન્ટ પણ હપ્તા લે છે. પછી તેમણે સવાલ કર્યો કે આપણે ક્યું તંત્ર ચલાવી રહ્યાં છીએ. શહેરમાં જે હપ્તાખોરીનું રાજ ચાલી રહ્યું છે. તેના પર નજર રાખવાની જરૂર છે.

ભાજપના પૂર્વ ધારાસભ્ય અને મંત્રી દ્વારા વડોદરા મનપાના કામ પર સવાલ ઉઠાવવામાં આવ્યા બાદ સ્થાયી સમિતિના અધ્યક્ષ હિતેન્દ્ર પટેલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે સિનિયર નેતાની ટકોર વ્યાજબી છે. પાલિકા શહેરને સ્વસ્છ બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે. જ્યાં ખામી દેખાશે ત્યાં ત્વરીત પગલા ભરવામાં આવશે. તેમણે કહ્યું કે સ્વચ્છતા માટે નાગરિકોનો સહયોગ અનિવાર્ય છે. 

આગામી મહિને બદલાશે મેયર
વડોદરા મહાનગર પાલિકાની સત્તામાં લાંબા સમયથી ભાજપ છે. વડોદરા સહિત રાજ્યમાં તમામ મહાનગર પાલિકામાં આગામી મહિને નવી ટીમ જગ્યા લેશે. ગુજરાતમાં સ્થાનીક પાલિકાનો કાર્યકાળ પાંચ વર્ષનો હોય છે. તેમાં બે મેયર ટીમ શહેરની સત્તા સંભાળે છે. મેયરનો કાર્યકાળ અઢી-અઢી વર્ષનો હોય છે. તેમાં રોટેશન હોય છે. એક મહિલા અને એક પુરૂષને મેયર બનવાની તક મળે છે. વડોદરા મહાનગર પાલિકાના મેયરનો કાર્યકાળ આગામી મહિને પૂરો થઈ રહ્યો છે. 

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે