One Day Profit : નાયડુની પત્નીનો 1 દિવસમાં 79 કરોડનો ફાયદો!
One Day Profit : શેરબજારમાં રાજકારણીઓને ઘણીવાર બગાસુ ખાતા પતાસુ મળી જતું હોય છે. આવી જ ઘટના આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ (Chandrababu Naidu) સાથે બની છે. ચંદ્રબાબુ નાયડુના ધર્મપત્ની નારા ભુવનેશ્વરી (Nara Bhuvaneshwari) એ શુક્રવારે કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે માત્ર એક જ દિવસમાં 79 કરોડ રુપિયા શેરબજારમાંથી પ્રોફિટ બૂક કર્યો છે. નારા ભુવનેશ્વરીની કંપની હેરિટેજ ફૂડ્સ લિમિટેડે માત્ર એક જ દિવસમાં 7 ટકાનો ગ્રોથ કરતા તેણીને આ જબરદસ્ત પ્રોફિટ બૂક કરવાની તક મળી હતી.

One Day Profit : હેરિટેજ ફૂડ્સ લિમિટેડ વિષયક
હેરિટેજ ફૂડ્સ લિમિટેડ એક ડેરી કંપની છે. તેની શરૂઆત 1992 માં થઈ હતી. તે દક્ષિણ ભારતમાં ખૂબ પ્રખ્યાત છે. હેરિટેજ ગ્રુપની શરૂઆત TDP ના વડા ચંદ્રબાબુ નાયડુ દ્વારા કરવામાં આવી હતી. આ કંપની ડેરી, છૂટક અને કૃષિ ક્ષેત્રે કામ કરે છે. ખરેખર તો હેરિટેજ ફૂડ્સ લિમિટેડ ચંદ્રબાબુ નાયડુના ધર્મપત્ની નારા ભુવનેશ્વરી દ્વારા ચલાવવામાં આવે છે. તેમની પાસે આ કંપનીના 2,26,11,525 શેર છે. આનો અર્થ એ થયો કે તેમની પાસે કંપનીમાં 24.37 ટકા હિસ્સો છે. કંપનીએ નાણાકીય વર્ષ 2025-26 ના પ્રથમ ક્વાર્ટર (Q1FY26) ના પરિણામો જાહેર કર્યા. આ પછી તરત જ તેમના પોર્ટફોલિયોમાં એક જ દિવસમાં (શુક્રવારે) 78,80,11,646 રૂપિયા (અંદાજિત 79 કરોડ )નો વધારો થયો છે.
One Day Profit : કોણે છે નારા ભુવનેશ્વરી ?
ભારતીય શેરબજારના કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના ધર્મપત્ની નારા ભુવનેશ્વરીને 79 કરોડ રુપિયાનો પ્રોફિટ થયો છે. નારા ભુવનેશ્વરી તેલુગુ સિનેમાના દિગ્ગજ નેતા અને તેલુગુ દેશમ પાર્ટી (TDP) ના સ્થાપક એન. ટી. રામા રાવના પુત્રી છે. તેઓ નાયડુને તેમના રાજકીય પ્રસંગે મળ્યા હતા. બંનેના લગ્ન સપ્ટેમ્બર 1981 માં થયા હતા. નારા ભુવનેશ્વરી હેરિટેજ ફૂડ્સ લિમિટેડના MD અને વાઈસ ચેરમેન છે.

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરોયુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે: One Day Profit : ચંદ્રબાબુ નાયડુના પત્નીએ માત્ર એક જ દિવસમાં 79 કરોડ રુપિયાનો પ્રોફિટ બૂક કર્યો#ChandrababuNaidu, #NaraBhuvaneshwari, #HeritageFoods
Table of Contents