One Among Seven: ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (CHARUSAT) ના નામે વધુ એક વૈશ્વિક સિદ્ધિ નોંધાઈ છે. યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ સાયન્સીસના ડીન અને એસોસિયેટ પ્રોફેસર ડો. ગાયત્રી દવેની પ્રતિષ્ઠિત ‘ભારતીય આર્કટિક અભિયાન 2026-27′ માટે પસંદગી કરવામાં આવી છે. સમગ્ર દેશમાંથી પસંદ કરાયેલા માત્ર 7 વૈજ્ઞાનિકોમાં સ્થાન મેળવી તેમણે ગુજરાતનું નામ રોશન કર્યું છે.

One Among Seven: ઉત્તર ધ્રુવ પર ‘હિમાદ્રી’ ખાતે કરશે સંશોધન
ડો. ગાયત્રી દવે નોર્વેના સ્વાલબાર્ડમાં સ્થિત ભારતના પ્રથમ કાયમી આર્કટિક રિસર્ચ સેન્ટર ‘હિમાદ્રી’ ખાતે જશે. આ સેન્ટર ઉત્તર ધ્રુવથી માત્ર 1200 કિલોમીટર દૂર આવેલું છે. નેશનલ સેન્ટર ફોર પોલાર એન્ડ ઓશન રિસર્ચ (NCPOR) દ્વારા તેમની રિસર્ચ પ્રપોઝલને બાયોલોજી થીમ હેઠળ મંજૂરી આપવામાં આવી છે.
One Among Seven: શું છે તેમનો રિસર્ચ પ્રોજેક્ટ?
ડો. ગાયત્રી દવેનો પ્રોજેક્ટ આર્કટિકની અતિ વિષમ પરિસ્થિતિઓમાં સૂક્ષ્મ જીવો (Microbes) ના જીવન અને હવામાન પરિવર્તનની તેના પર થતી અસરો વિશે છે.
- વિષય: માઇક્રોબાયલ ઇકોસિસ્ટમનું લાંબા ગાળાનું મોનીટરીંગ.
- પદ્ધતિ: ‘વિનોગ્રેડસ્કી સિમ્યુલેશન’ દ્વારા ક્રાયોકોનાઈટ અને સેડીમેન્ટસમાંથી માઇક્રોબાયલ કોમ્યુનીટીનો અભ્યાસ.
- મહત્વ: આ સંશોધન દ્વારા વૈશ્વિક બાયોજીઓકેમિકલ સાયકલ અને ઝડપથી બદલાતા હવામાન વિશે મહત્ત્વની જાણકારી મળશે.
One Among Seven: પ્રવાસ અને આયોજન
- સમયગાળો: ડો. ગાયત્રી દવે મે 2026 માં આર્કટિક રિસર્ચ સેન્ટર પહોંચશે.
- રોકાણ: તેઓ ત્યાં 30 દિવસ સુધી રહીને ફિલ્ડવર્ક અને દુર્લભ પ્રજાતિઓનું જૈવિક સંશોધન કરશે.
- સહાય: ભારત સરકાર દ્વારા તેમને સમર બર્થ ફાળવવામાં આવ્યો છે, જેમાં પ્રવાસ અને રહેવા સહિતની સંપૂર્ણ આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે.
વૈશ્વિક સ્તરે ભારતની મજબૂત ઉપસ્થિતિ
આ પસંદગી પ્રક્રિયા અત્યંત કડક હોય છે, જેમાં ગોવા ખાતે પ્રેઝન્ટેશન અને મેરિટના આધારે વૈજ્ઞાનિકોની પસંદગી થાય છે. ડો. દવેની આ સિદ્ધિ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતના ‘પોલાર રિસર્ચ’ ફિલ્ડને વધુ મજબૂત બનાવશે. તેમની આ સફળતા બદલ ચારુસેટ યુનિવર્સિટી પરિવાર અને વૈજ્ઞાનિક જગતમાં ખુશીનો માહોલ છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
બિહારના રાજકારણમાં ગરમાવો મુખ્યમંત્રી નીતીશ કુમાર આજે આપશે રાજીનામું, કેબિનેટ ભંગની કરી ભલામણ




