OFFBEAT 50 | આરોગ્ય – લેમનગ્રાસના ફાયદા અને તેની અસર | VR LIVE

0
46

ઘણા લોકો તેમના બગીચા માં અલગ અલગ છોડવાઓ અને ઔષધીઓ ઉગાડતા હોય છે આજે એવી એક હર્બલ જડીબુટ્ટી ની ચર્ચા કરીશું… લેમન ગ્રાસ કદાચ ઘણા લોકોને નહી ખબર હોય કે આ એક પ્રકારની લીલી ચા છે, સામાન્ય રીતે લેમનનું નામ પડે તો આપણે લીબું એમ સમજતા હોઈએ છીએ જો કે લેમનગ્રાસ એક પ્રકારનું ગ્રાસ છે લેમન ગ્રાસનું થોડી માત્રામાં પણ સેવન કરવામાં આવે તો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જડીબુટ્ટીઓ અને હર્બલ ચાનો ઉપયોગ સદીઓથી કરવામાં આવે છે. લેમનગ્રાસ પાચન, તણાવ, ચિંતા, ચેપ, પીડા, હૃદય રોગ અને અન્ય ઘણી બિમારીઓમાં મદદ કરી શકે છે. શરીરને ઘણા જરૂરી પોષકતત્વો અને રોગપ્રતિકારક શક્તિ વધારવાથી લઈને પેટની સમસ્યાઓ દુર કરવામાં મદદ કરશે.

પ્રાચીન સમયથી લેમન ગ્રાસનો ઉપયોગ દવા તરીકે કરવામાં આવતો હતો. આયુર્વેદમાં તેને ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેનો ઉપયોગ સોજો ઉતારવા, તાવ ઘટાડવા , બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલનું સ્તર સુધારવા, ગર્ભાશય અને પીરીયડસ ને સ્વસ્થ રાખવામાં અસરકારક છે.તેમાં એન્ટીઓક્સીડન્ટ ગુણધર્મો છે. તે એક ટફેત્ડ છોડ છે જે ત્રણ મીટર મજબુત ઉંચાઈ સુધી પહોચી શકે છે. તેનો સ્વાદ ખુબ જ ગજબનો હોવાથી તેને ઘણી માત્રા માં ખાઈ શકાય છે જેના ફાયદા અને લાભો અનેક છે તો ચાલો જાણીએ તેના ફાયદા.

૧. વજન ઉતારવામાં ફાયદાકારક – લેમનગ્રાસ મેટાબોલિઝમ વધારવા માટે ડિટોક્સ ટી તરીકે કરવામાં આવે છે, તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.જો તમે વજન ઘટાડવા માંગતા હોવ તો સવારે ચાના બદલે લેમનગ્રાસ ટી પી શકો છો.

૨. એન્ટીઑકિસડન્ટોથી સમૃદ્ધ – લેમન ગ્રાસ માં ઘણા એન્ટીઑકિસડન્ટો હોય છે, જે શરીરને અંદરથી ડિટોક્સિફાય કરવામાં અને સાફ કરવામાં મદદ કરે છે. તે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે

૩. દુખવાથી રાહત – થાક અને તાવને લઇ શરીરના ભાગમાં થતો દુખાવો, બોડી પેઈન અને માથાનો દુખાવો દૂર કરવામાં આની સારી ભૂમિકા હોય છે.

૪. શરદી ખાંસીમાં આપે છે રાહત- વાતાવરણને લઇ થનારી શરદી ખાંસી અને તાવમાં પણ લેમનગ્રાસનું સેવન કરવું સમસ્યામાં ઘણી રાહત આપે છે. લેમનગ્રાસમાં  એન્ટી-બેક્ટેરિયલ / ફંગલ ગુણ હોય છે અને હવામાં રહેલા પોલ્યુટન્સને લીધે થતાં સામાન્ય શરદી, ખાંસી, ફ્લૂ અને ગૂંગળામણને મટાડવામાં મદદ મળે છે. તે મ્યુકસને બહાર કાઢવામાં મદદ કરે છે.

૫. કોલેસ્ટ્રોલ નિયંત્રિત કરે છે- લેમનગ્રાસના સેવનથી બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરવા અને ગુડ કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ મળે છે જેમનાથી હાર્ટ સબંધી સમસ્યા દુર થાય છે.

૬. પેટની સમસ્યા દૂર કરે છે- લેમનગ્રાસ પેટમાં દુખાવો, અપચો, કબ્જ, જીવ મીચલાવવો, ઉલ્ટી, પેટની એઠન અને પેટ ફૂલવા જેવી સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે. પાચનને પ્રોત્સાહન આપે છે: બધી સમસ્યાઓ આંતરડાથી શરૂ થાય છે.  ગરમ લેમનગ્રાસ ચાના ઘૂંટડા ભરવાથી  પેટનું ફૂલવું, પેટના ક્રેમ્પિંગ વગેરે ઘટાડવામાં મદદ મળે છે, પાચનમાં મદદ મળે છે અને તે કબજિયાત થતી પણ રોકે છે.

૭ . ડિયુરેટિક પદાર્થ તરીકે કાર્ય કરે છેઃ  લેમનગ્રાસ ટી શરીરમાંથી ટોક્સિન્સ ફ્લશ કરવામાં મદદ કરે છે અને સોજો  ઘટાડે છે અને પાણી જાળવી રાખે છે. માસિક સ્રાવની સમસ્યાઓથી પીડિત મહિલાઓને પણ ચામાં લેમનગ્રાસ વાપરવાથી ફાયદો થાય છે. ઉપરાંત, હોટ ફ્લશ અને મૂડ સ્વિંગ  વગેરે મેનોપોઝના લક્ષણોમાંથી પસાર થતી સ્ત્રીઓ માટે ફાયદાકારક છે.

૮. પોટેશિયમની માત્રા વધારે હોવાને કારણે હાઈ સિસ્ટોલિક બ્લડ પ્રેશર ઓછું કરવામાં મદદ મળે છે. બ્લડ સુગર લેવલ ઘટાડીને ડાયાબિટીસવાળા લોકોને મદદ કરે છે.

૯. એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણધર્મો: તે સંધિવા, કિડનીના રોગો વગેરેથી પીડાતા લોકો માટે ફાયદાકારક છે. કોપરેલ અથવા તલના તેલ સાથે  તકલીફવાળા વિસ્તાર પર લેમનગ્રાસના એસેન્સના તેલની સાથે જાયફળ તેલના થોડા ટીપાં મિક્સ કરીને  માલિશ કરવાથી બળતરા ઘટાડે છે અને પીડાથી રાહત આપે છે. 

૧૦ . દાંતના સડાને અટકાવે છે – લેમનગ્રાસ પર થયેલા અભ્યાસો અનુસાર, લેમનગ્રાસમાં રહેલા એન્ટિમાઇક્રોબાયલ ગુણધર્મો સ્ટ્રેપ્ટોકોકસ સેંગ્યુનિસ બેક્ટેરિયા સામે લડવામાં મદદ કરે છે, જે દાંતના સડો માટે જવાબદાર બેક્ટેરિયા છે.

૧૧. વાળનો ગ્રોથ વધારે છે– લેમનગ્રાસ વાળના વિકાસ માટે એક અસરકારક પદ્ધતિ છે, જે વાળના છિદ્રોને ખોલવામાં અને વાળના વિકાસને પ્રોત્સાહન આપવા માટે મદદ કરી શકે છે. તે વિટામિન A અને C થી ભરપૂર છે, જે ત્વચા અને વાળ બંને માટે જરૂરી પોષક તત્વો તરીકે કામ કરે છે.

સામાન્ય રીતે લેમન ગ્રાસ ને રાંધવામાટે સલામત માનવામાં આવે છે પંરતુ વધુ પડતા કોઇપણ વસ્તુના સેવન થી કોઈવાર આડઅસર થઇ શકે છે જેમ કે કોઈ ને સ્કીન એલર્જી થાય મોઢામાં શુષ્કતા અનુભવવી , ચક્કર આવવા, પેશાબની આવર્તન , ફોલ્લીઓ અને ખંજવાળ જેવી એલર્જી થઇ જવી.. તમને કોઈપણ પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ ન થાય તેથી લેમન ગ્રાસનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને ડોક્ટરની સલાહ અચૂક લો.

                                                                                              


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.