OFFBEAT 46 | કુતુહલ – રસ્તા પર મળેલા પૈસા કઈક સંકેત આપે | VR LIVE

0
570

વ્યક્તિ ગમે તેટલો ધનવાન હોય રસ્તા પર પડેલો એક સિક્કો મળે તો એ ખુશી કંઇક અલગ જ હોય છે. તમને કદી એ વાત નો ખ્યાલ છે કે રસ્તા પર પડેલા રૂપિયા કે સિક્કા મળે તેનું રહસ્ય શું છે?? જો તમે અનજાન છો આ વાતથી અને વિચાર્યા વગર તમે આ સિક્કો કે રુપયા ની નોટ ઉઠાવી લો છો કે મુંઝવણમાં પડી જાઓ છો કે શું કરવું ? તે રૂપિયા છોડી શકતા નથી કેમ કે લક્ષ્મીનું અપમાન કહેવાય અને એ ઉપાડી લઈએ તો આપણે આપડા કામ માં વાપરવા કે કેમ એ પ્રશ્ન થાય છે કારણકે એ કોઈ બીજા વ્યક્તિના તો હશે જ ને?? તો આવો જાણીએ આવા સમયે શું કરવું?

ભારતીય સંસ્કૃતિમાં પૈસા એ મહાલક્ષ્મી નું રૂપ છે અને એ તમને રસ્તે ગમે ત્યારે જોવા મળે તો એ તમારી જિંદગીમાં કંઇક સારો સંકેત લઈને આવે છે. અમુક સમયે લોકો તેને અનદેખું કરીને પોતાના કામ માં આગળ વધી જાય છે પરંતુ એવું કરવું અશુભ પણ બની શકે છે. પૈસાને માત્ર ખરીદ શક્તિ અને લેવડદેવડના સાધન તરીકે જ જોવામાં આવતું નથી, પરંતુ તેને સારા નસીબનું પ્રતીક માનવામાં આવે છે.

૧. સિક્કો મેળવવાનો અર્થ – જો તમને શેરીમાં કે રસ્તામાં સિક્કો મળે તે ખુબ નસીબદાર છે અને સંકેત આપે છે કે તમારા ઇસ્ટ ભગવાન અને પૂર્વજોનો આશીર્વાદ તમારી સાથે છે. તમે જે કામ માટે પ્રયત્ન કરી રહ્યા છો તે ખૂબ જ જલ્દી પૂર્ણ થશે. જો તમે પૂરા સમર્પણ સાથે મહેનત કરશો અને કોઈનું નુકસાન નહીં કરો તો આ આશીર્વાદ તમારા પર વરસતા રહેશે અને તમને પ્રગતિ મળશે. જો તમે પૂરા સમર્પણ સાથે મહેનત કરશો અને કોઈનું નુકસાન નહીં કરો તો આ આશીર્વાદ તમારા પર વરસતા રહેશે અને તમને પ્રગતિ મળશે.

૨. સિક્કા અથવા નોટો કે જેના પર નંબર 1 છે – ૧ નંબરવાળા રૂપિયા અને સિક્કા મેળવવાનો અર્થ એ છે કે તે એક નવી શરૂઆત તરફનો સંકેત છે. આનો અર્થ એ છે કે તમે તમારાનવા વિચારો ને સાકાર કરવા તરફ આગળ વધો. તમને ટૂંક સમયમાં કોઈ ક્ષેત્રમાં સફળતા મળવાની છે અથવા તમે કોઈ મોટી સિદ્ધિ હાંસલ કરવા જઈ રહ્યા છો. બીજો અર્થ એ હોઈ શકે કે તે એકતા તરફ નિર્દેશ કરે છે. તે અન્ય દુનિયા સાથે ના તમારા સબંધ ને પણ ધ્યાન માં લેવાનું કહે છે.

૩. ૧૦ નંબરની નોટ મળે – નંબર 10 અથવા તેના ગુણાંકમાં મોટી ચલણ મળી આવવાનો અર્થ એ છે કે તમારે સાવચેત રહેવાની જરૂર છે. આનો અર્થ એ છે કે તમારે તમારી વૃત્તિ પર વિશ્વાસ કરવો પડશે અને તમારા નિર્ણય સાથે આગળ વધવું પડશે…તમારું હૃદય શું કહે છે તે તમારે ધ્યાનથી સાંભળવાની જરૂર છે. 

અચાનક ક્યાંકથી પૈસા મળવાનો અર્થ એ છે કે દેવદૂત અને આત્માઓ તમને કહેવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તમે ખૂબ જ વિશેષ અને મૂલ્યવાન છો. તે તમારાથી દૂર ગયેલા તમારા પ્રિયજનોનો પ્રેમ પણ હોઈ શકે છે. રસ્તા માંથી મળતા પૈસા એ તમારી મહેનત ના તો નથી એટલે તમે તેને તમારી દુકાન કે ઓફીસમાં મંદિર હોય ત્યાં અલગ થી એક કાગળમાં લપેટીને રાખો જેથી તમારી દુકાનના ગલ્લાના પૈસા કે કમાઈમાં મિક્ષ ન થઇ જાય.

૪.ઘરે પાછા જતા સમયે પૈસા મળે તો તે સંકેત આપે છે કે તમને કોઈ આર્થિક લાભ થવાનો છે. સમૃદ્ધિ તમારા ઘર સુધી પહોચી ગઈ છે..સાચા રસ્તે ચાલવાનો પ્રયત્ન કરતા રહો. તમે એ પૈસા ને ઘરના મંદિર માં અલગ કાગળમાં લપેટીને રાખી શકો છો..

જે ઓફિસે જતા મળે તેને ઓફીસ કે દુકાન પર જ રાખવા જોઈએ અને જે ઘરે જતી વક્તે મળે તો તેને ઘરે રાખવા જોઈએ પણ આ પૈસા ને પોતાના ખર્ચા માટે ન વપરાય તેનું ખાસ ખ્યાલ રાખવો જોઈએ. તમારા પર્સમાં રાખી શકો છો. પરંતુ તેઓ ખર્ચવા જોઈએ નહીં. બીજી એક ખાસ વાતનું પણ ધ્યાન રાખો કે આ દિવસે તમને જેટલા પૈસા મળ્યા છે, તેટલા પૈસા કોઈને દાનમાં ન આપો. આ નિયમ ફક્ત તે દિવસ માટે છે જે તમને પૈસા મળ્યા છે.

જ્યાં સુધી તમે આ પૈસાને યોગ્ય જગ્યાએ ન રાખો ત્યાં સુધી આટલી રકમ કોઈને દાનમાં ન આપો. આ ધનને તમારી મહેનતની કમાણી સાથે સ્પર્શ ન કરવાની મનાઈ છે કારણ કે જો બહારથી મળેલ આ ધન તમારી મહેનતના પૈસાને સ્પર્શે તો તમારા પૈસા પણ વ્યર્થ ખર્ચ થઈ શકે છે. જો તમને પૈસા થી ભરેલું આખું પર્સ મળે તો પ્રયત્ન કરો કે એ જેનું છે તેમને પાછુ મળી જાય. પાક્કું છે કે કોઈનું પણ પર્સ પૈસા ભરેલું હોય તે ઘણા ટેન્સન માં આવી શકે છે તેનો પણ સંકેત છે કે ભગવાન તમારી પરિક્ષા કરી રહયો છે. કેમ કે આવા સંજોગોમાં તમે કેવો વ્યવહાર કરી રહયા છો તમે કોઈના પર દોશ નાખીને ગુસ્સે થાવ છો કે ભગવાન પર વિશ્વાસ રાખીને તમારા કામ માં વ્યસ્ત થઇ જાઓ છો.

જો તમને કોઈના પર્શ ના મળેલ પૈસા નું શું કરવું સમજાય નહિ તો મંદિરમાં દાન પણ કરી શકો છો કે પોલીસ પાસે જઈને આપી શકો છો. તો આવી જ નોખી અનોખી વાતો સાથે મળતા રહીશું અને હા જરૂર થી વીઆર લાઈવના કોમેન્ટ બોક્ષ માં જણાવજો કે તમે રસ્તે મળતા પૈસા નું શું કર્યું.