OFFBEAT 251 પ્રેરણાત્મક : ખુશ્બુ સુંદર ભાજપના નેતા, અભિનેત્રી

0
88

OFFBEAT khushbu sundar અભિનેત્રી ખુશ્બૂ સુંદર જન્મ 29 સપ્ટેમ્બર 1970 માં ભારતના મહારાષ્ટ્રના મુંબઇમાં એક મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેણે 2000 માં ફિલ્મ અભિનેતા, નિર્દેશક અને નિર્માતા સુંદર સી સાથે લગ્ન કર્યા. તેમની બે પુત્રીઓ અવંતિકા અને આનંદિતા છે, OFFBEAT khushbu sundar જેના નામ પરથી તેઓએ તેમના પ્રોડક્શન હાઉસનું નામ અવની સિનેમેક્સ રાખ્યું. તે 34 વર્ષથી ચેન્નાઇમાં રહે છે. OFFBEAT khushbu sundar ખુશ્બુ પોતાને નાસ્તિક માને છે.

OFFBEAT khushbu sundar ખુશ્બુએ ફિલ્મોમાં બાળ કલાકાર તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. હિન્દી ફિલ્મ ધ બર્નિંગ ટ્રેન જે વર્ષ 1980 આવી હતી તેમાં “તેરી હૈ ઝમીન તેરા આસમાન” ગીતથી કરી હતી. વર્ષ 1980 થી 85 ની વચ્ચે બાળ કલાકાર તરીકે, તેમણે હિન્દી ફિલ્મોમાં નસીબ, લાવરીસ, કાલિયા, બેમિસાલ અને અન્ય જેવી ભૂમિકાઓ ભજવી હતી.

OFFBEAT

OFFBEAT khushbu sundar 80ના દાયકામાં બાળકલાકાર તરીકે બોલીવુડમાં એન્ટ્રી કરી

ખુશ્બૂએ 80ના દાયકામાં બાળકલાકાર તરીકે બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદ હિરોઈન તરીકે એમની પહેલી ફિલ્મ હતી ‘જાનૂ’ (1985) જેમાં એમનો હિરો હતો જેકી શ્રોફ. તે પછી એમણે દક્ષિણ ભારતની ફિલ્મોની રાહ પકડી હતી. ત્યાં એમણે રજનીકાંત, કમલ હાસન, વિજયકાંત, સરથકુમાર, ચિરંજીવી, અંબરીષ, પ્રભુ જેવા અનેક અભિનેતાઓ સાથે કામ કર્યું હતું. રજનીકાંત સાથે એમની નવી તામિલ ફિલ્મ આવી રહી છે. તે ઉપરાંત એક તેલુગુ ફિલ્મમાં પણ એમણે કામ કર્યું છે.

દક્ષિણ ભારતીય ફિલ્મોની અભિનેત્રી ખુશ્બુ સુંદર ડીએમકેમાંથી કોંગ્રેસમાં જોડાઈ અને હવે કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થઈ ગઈ છે. લગભગ એક દાયકા પહેલાં રાજકારણમાં પ્રવેશનાર ખુશ્બુ અનેક વખત તેના નિવેદનોથી વિવાદોમાં રહી છે. ભાજપમાં જોડાતાં જ ખુશ્બુએ જણાવ્યું હતું કે, ‘વિનમ્રતા ને હું કચરા ટોપલીમાં નાખું છું ..

OFFBEAT khushbu sundar હું એક બોલ્ડ, સુંદર અને સાહસિક મહિલા

હું એક બોલ્ડ, સુંદર અને સાહસિક મહિલા છું.’ ખુશ્બુએ કોંગ્રેસ છોડતાં તેના પર અનેક સવાલો ઉઠવા લાગ્યા છે અને તેને તકવાદી કહેવામાં આવી છે. જોકે, આ સવાલોના જવાબમાં ખુશ્બુએ જણાવ્યું હતું કે, હું કોંગ્રેસની કાર્યપદ્ધતિથી ખુશ નહોતી એટલે મેં પક્ષ છોડયો છે. પક્ષના લોકો બદલાઈ ગયા છે. તેના વિચારો બદલાઈ ગયા છે. કોંગ્રેસ છેલ્લા ચાર વર્ષથી મને જવાબદારી આપવાની વાત કરી હતી, પરંતુ તેમ કર્યું નહીં.

કોંગ્રેસના સૃથાનિક નેતાઓનું મારી સાથેનું વર્તન સારૂં નહોતું. મેં પક્ષના મોવડીમંડળને આ અંગે ફરિયાદ કરી હતી, પરંતુ તેઓ જાગ્યા નહીં. કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે ખુશ્બુ નેતા નથી, એક અભિનેત્રી છે. તેના જવાથી કોંગ્રેસને કોઈ અસર નહીં થાય. જોકે, ખુશ્બુએ જણાવ્યું હતું કે, તે ભૂતકાળમાં અભિનેત્રી હતી, પરંતુ તામિલનાડુ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ કેએસ અલાગિરીને તો કોઈ ઓળખતું પણ નથી.

khushbu sundar

બીજેપી નેતા અને અભિનેત્રી ખુશ્બૂ સુંદર અવારનવાર ચર્ચામાં રહે છે. ખુશ્બૂ સુંદર સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે. તાજેતરમાં જ તેમને મહિલા આયોગના સભ્ય તરીકે નામાંકિત કરવામાં આવ્યા છે. ત્યારે ખુશ્બૂ સુંદરે તાજેતરમાં એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

અભિનેત્રીએ હાલમાં જ તેના પિતા પર ગંભીર આરોપ લગાવ્યા છે. અભિનેત્રીએ જણાવ્યું કે, જ્યારે તે માત્ર 8 વર્ષની હતી ત્યારે તેના પિતાએ તેનું શારીરિક અને જાતીય શોષણ કર્યું હતું. એક્ટ્રેસના આ ખુલાસા બાદ દરેક લોકો દંગ રહી ગયા છે.અભિનેત્રી અને ભાજપની રાષ્ટ્રીય કાર્યકારી સમિતિના સભ્ય ખુશ્બુ સુંદરે તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે ‘મને લાગે છે કે જ્યારે દુરવ્યવહાર કરવામાં આવે છે,

ત્યારે તે બાળકને આખી જીંદગી માટે ડરાવે છે અને તે છોકરી છે કે છોકરો તેનાથી કોઈ ફરક પડતો નથી. મારી માતા સૌથી અપમાનજનક લગ્નમાં રહી છે. મારા પિતાએ ન માત્ર તેની પત્ની પરંતુ તેના બાળકોને પણ બક્ષ્યા નથી. જ્યારે હું 8 વર્ષની હતી ત્યારે મારું જાતીય શોષણ શરૂ થયું હતું. જ્યારે હું 15 વર્ષની થઇ તો મારી પાસે એટલી હિંમત હતી કે તેની સામે અવાજ ઉઠાવી શકું.


અભિનેત્રીએ વધુમાં જણાવ્યું કે, ‘માંએ તે વાતાવરણ જોયું હતું જ્યાં કંઇ પણ થઇ જાય, પરંતુ ‘મારા પતિ મારા ભગવાન છે’ એવી વિચારધારા હતી. તેથી જ મને ડર હતો કે મારી માતા મારી વાત માનશે કે નહીં. પરંતુ 15 વર્ષની ઉંમરે એ હદે પાર થઇ ગઇ હતી કે, મેં હિંમત જૂટાવીને અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું.અમારી પાસે કંઈ ન હતું અને અમારા પિતાએ અમને છોડી દીધા. અમને એ પણ ખબર ન હતી કે ખાવાનું નસીબ થશે કે નહીં. મારું બાળપણ મુશ્કેલભર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ખુશ્બુ સુંદર વર્ષ 2010માં રાજકારણમાં પ્રવેશી હતી. ત્યારબાદ તે વર્ષ 2014 સુધી ડીએમકેમાં રહી. વર્ષ 2014માં સોનિયા ગાંધીને મળ્યા બાદ તે કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ હતી અને વર્ષ 2020માં પીએમ મોદીથી પ્રભાવિત થઈને ભાજપમાં જોડાઈ હતી. ખુશ્બુએ કહ્યું: “હવે જ્યારે મેં મારા બાળપણના જાતીય શોષણ વિશે વાત કરી છે, ત્યારે એવું લાગે છે કે વર્ષોથી મારા મગજ પરથી એક મોટો ભાર દૂર થઈ ગયો છે.

khushbu sundar 1

તેમણે આગળ કહ્યું, “જ્યારે આઠ વર્ષના બાળકને જાતીય સતામણીનો સામનો કરવો પડે ત્યારે તે આટલી નાની ઉંમરે કેવી રીતે પ્રતિકાર કરી શકે. તે જઘન્ય કૃત્ય છે. પરંતુ જો હું આજે તેના વિશે બોલી રહી છું તો તેનો અર્થ એ છે કે હું હવે તેમાંથી બહાર આવી ગઈ છું.

જોકે તેમાંથી બહાર આવતાં આટલાં વર્ષો થઈ ગયાં છે. જેઓ આવા અત્યાચારનો અનુભવ કરે છે ત્યારે સમજી શકાય છે કે તે કેટલું નિરાશાજનક હોઈ શકે છે.”

ખુશ્બૂ સુંદર ડેટા સાથે કહે છે કે 90 ટકા જાતીય સતામણી પરિચિતો કે આસપાસના લોકો દ્વારા જ થાય છે. પછી તે બાળ દુર્વ્યવહારનો મામલો હોય કે મહિલાઓની સમસ્યાઓ હોય, હું બાળપણમાં જ અવાજ ઉઠાવનાર પ્રથમ વ્યક્તિ છું. કારણ કે મેં આવી બધી સમસ્યાઓનો અનુભવ કર્યો છે.