રાત્રે દાંતના દુખાવાથી છુટકારો મેળવવા માટેના ઘરેલું નુસખા / સ્કીન પ્રોબ્લમ હોળીમાટે
દાંતનો દુખાવો દિવસના કોઇપણ સમયે થઇ શકે છે, પરંતુ રાતના સમયે દુખાવો અસહ્ય થઇ જાય છે. ખાસ કરીને જયારે તમે ઊંઘવાના હોવ ત્યારેદાંતના દુખાવાને કારણે ઊંઘમાં ખલેલ પહોચે છે અને આ દર્દ બીજા દિવસે સતત રહે છે. જો દાંતમાંકોઈ પણ પ્રકારનું નુકસાન અથવા પોલાણ હોય તો તે વધુ દુખે છે. પરંતુ કેટલાક અસરકારક ઘરગથ્થુ ઉપાયો છે જે તાત્કાલિક રાહત લાવી શકે છે.
આવો જાણીએ દાંતના દુખાવાથી તાત્કાલિક રાહત મેળવવાના ઉપાય શું છે?
૧. મીઠાના પાણીથી કોગળા કરો – મીઠું પાણી એક કુદરતી જંતુનાશક છે અને તે તમારાદાંતની વચ્ચે અટવાયેલા ખોરાકના કણો અને કચરાને સરળતાથી સાફ કરેછે. મીઠાના પાણીથી દાંતના દુખાવાની સારવાર કરવાથી પણ બળતરા ઘટાડવામાં અને મોઢાના કોઈપણ ચાંદાને મટાડવામાં મદદ મળી શકે છે આવી સ્થિતિમાં ગ્લાસમાં ગરમ પાણીમાં અડધો ચમચી મીઠું મિક્સ કરોઅને તેનાથી કોગળા કરો. આવું દરરોજ દિવસમાં ૨ વાર કરવાથી થોડી ઘણી રાહત મળે છે.
૨. કપાસના પેડ પર લવિંગ તેલ – લવિંગનું તેલ અસહ્ય પીડાને શાંત કરવા માટે જાણીતું છે તેથી દુખતાદાંત પર એક નાનો કોટન બોલ લગાવવાથી અમુક અંશે રાહત મળશે.
૩. માઉથ વોશ – બધા માઉથવોશની જેમ તમને સારી સુગંધ આવે છે ઉપરાંત એન્ટીસેપ્ટિક માઉથવોશ બ્રશ અને ફ્લોસિંગ દરમિયાન કોઈપણ દાંતમાં ફસાયેલા ખોરાકના કણોને દુરકરવામાં મદદ કરે છે. કોઈપણ પ્રકારના એન્ટીબેક્ટેરીયલ માઉથવોશનો ઉપયોગ મોઢામાં થતાં દુખાવા અને ઇન્ફેકશનથી રાહત મેળવવા માટે ઉપયોગમાં લઇ શકાય છે
૪. કોલ્ડ કોમ્પ્રેસ (બરફની થેલી)– તમે કોઇપણ પીડાને દુરકરવા માટે કોલ્ડ કોમ્પ્રેસનો ઉપયોગ કરી શકો છો, ખાસ કરીને જો દાંતમાં અમુક પ્રકારની ઈજાને કારણે દુખાવો થતો હોય તો કોલ્ડ કોમ્પ્રેસ ની પદ્ધતિ લાગુ કરી શકો છો. આના થી તે વિસ્તારની રક્તવાહિનીઓ સંકોચાય છે અને પીડાને ઓછી તીવ્ર બનાવે છે. ૨૦ થી ૨૫ મિનીટ સુધી ટુવાલમાં લપેટીને બરફની થેલી મુકો. તમે દર થોડા કલાકે રીપીટ કરી શકો છો.
૫. પેઈન કિલર લો- જો દાંતનો દુખાવાથી કોઈપણ પ્રકારે છુટકારો ન મળતો હોય તો તમે પેઈન કિલર લઈ શકો છો. એસીટામીનોફેન જેવી ઘણી દવાઓ બજાર મળતી હોય છે અને તમે તમારા dentist ને પણ પૂછીને સલાહ લઈ શકો છો.
૬. તમારું માથું ઊંચું કરો – તમારા માથાને અનેક ઓશિકાઓ પર રાખીને સુવાનો પ્રયાસ કરો. તમારા માથાને તમારા શરીરના બાકીના ભાગથી ઉપર ઉઠાવવાથી તમારા માથા અને મોમાં લોહી એકઠું થતું અટકશે. આમ કરવાથી સોજો પણ ઓછો થાય છે
૭. દાંત સાફ કરો – ટુથપીક અને ડેન્ટલ ફ્લોસ વડે દુખતા દાંતની આજુબાજુ વિસ્તારનેસાફ કરવાથી પેઢાની અંદર અટવાયેલા ખોરાકને કારણે થતા દુખાવામાં રાહત મળે છે.
૮. ઠંડુ પ્રવાહી પીવો – જો ગરમ પ્રવાહીના સેવનથી દાંતના દુખાવામાં વધારો થતો હોય તો ઠંડા પ્રવાહીનું સેવન અજમાવી શકાય છે જેનાથી કેટલાક કિસ્સાઓમાં દુખાવો ઓછો થઈ જાય છે.