OFFBEAT 14 | પ્રેરણાત્મક – ૨૮ ફેબ્રુઆરી નેશનલ સાયન્સ ડે | VR LIVE

0
311

૨૮ ફેબ્રુઆરી નેશનલ સાયન્સ ડે

વિજ્ઞાન એટલે જેમાં વિશ્વમાં કોઈપણ વસ્તુનું અનુભવ જન્ય જ્ઞાન મેળવી, તેનું વ્યવસ્થિત વર્ગીકરણ અને નિરિક્ષણ કરી, કારણની સમજુતી આપતા સ્પસ્ટીકારણો, સીધાન્તો તથા આગાહીઓ વિકસાવવાનો પ્રયત્ન થાય છે તેવી પદ્ધતિ. આપણી આસપાસની દરેક વસ્તુ વિજ્ઞાન છે. દરરોજ આપણને ખબર નથી કે વિજ્ઞાનની મદદ થી બનેલી કેટલી તકનીકો અને વસ્તુઓનો ઉપયોગ થાય છે. વિજ્ઞાનની મદદથી માનવીએ અનેક શોધ કરીને પોતાનું જીવન સરળ બનાવ્યું અને પોતાનો સમય વ્યર્થ થતો અટકાવે છે.

એવા અનેક મહાન વૈજ્ઞાનિકોનો ભારતની ધરતી પર જન્મ થયો છે અને આ મહાન વૈજ્ઞાનિકોના બદલાવને કારણે જ ભારતે સમગ્ર વિશ્વમાં વિજ્ઞાન ક્ષેત્રે એક અલગ સ્થાન બનાવ્યું છે સાથે જ ભારતે વિજ્ઞાનના ક્ષેત્રમાં ઘણું યોગદાન આપ્યું છે. આજે ૨૮ ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ છે. ભારતના મહાન વૈજ્ઞાનિક ચંદ્રશેખર વેકંટ રમનના સન્માન અને સ્મૃતિમાં દર વર્ષે આ દિવસ ઉજવવામાં આવે છે. ભૌતિકશાસ્ત્રી સીવી રમન દ્વારા મહાન શોધ ‘રમન ઇફેક્ટ’ની પુષ્ટિ 28 ફેબ્રુઆરી 1928ના દિવસે જ કરવામાં આવી હતી. પાછળથી, વર્ષ 1930માં વૈજ્ઞાનિક સીવી રમનને તેમની આ શોધ માટે નોબલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

વર્ષ 1921માં ભૂમધ્ય સમુદ્રના વાદળી રંગ પાછળનું કારણ જાણવાની તેમની ઉત્સુકતા વધી. વાદળી રંગનું કારણ સમજવા માટે તેમણે પારદર્શક સપાટી, બરફના બ્લોક અને પ્રકાશ સાથે વિવિધ પ્રયોગ કર્યા. ત્યારબાદ તેમણે બરફના ટુકડામાંથી પ્રકાશ પસાર થયા બાદ તરંગલંબાઇમાં ફેરફાર જોયો. આને જ રમન ઇફેક્ટ (Raman Effect) કહેવાય છે. આ શોધે ભૌતિક વિજ્ઞાનના ક્ષેત્રમાં મોટો ફાળો આપ્યો.

દિવસને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે જાહેર કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય રામન ઈફેક્ટ અને ડૉ. ચંદ્રશેખર રામનને આદર આપવાનો હતો, આ ઉપરાંત તેના અન્ય ઘણા હેતુઓ પણ હતા જે નીચે મુજબ છે.

  • આપણા રોજિંદા જીવનમાં ઉ૫યોગી વિવિધ વૈજ્ઞાનિક શોઘો અને આવિષ્કારોનું મહત્વ જણાવવું.
  • માનવ કલ્યાણ અને પ્રગતિ માટે વૈજ્ઞાનિક ક્ષેત્રમાં તમામ પ્રવૃત્તિઓ, પ્રયત્નો અને સિદ્ધિઓ દર્શાવવી.
  • વિજ્ઞાન અને વૈજ્ઞાનિક વિકાસ માટે, આ દિવસે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે અને આ દિવસે નવી તકનીકોનો અમલ પણ કરવામાં આવે છે.
  • દેશમાં એવા ઘણા લોકો છે, જેઓ વૈજ્ઞાનિક વિચાર ધરાવે છે, આ લોકોને તક આપવી અને તેમના કામ માટે પ્રોત્સાહિત કરવું એ પણ આ દિવસની ઉજવણીનો ઉદ્દેશ્ય છે.

આમ તો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ૧૯૮૭થી ઉજવવામાં આવે છે. ૫રંતુ આ૫ણે અહી છેલ્લા ૫ વર્ષના રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની થીમ વિશે માહિતી મેળવીશુ.

વર્ષ                   થીમ (Themes)
2017વિકલાંગ વ્યક્તિઓ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી
2018ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી
2019લોકો માટે વિજ્ઞાન અને વિજ્ઞાન માટે લોકો
2020મહિલા અને વિજ્ઞાન
2021એસટીઆઈનું ભવિષ્ય: શિક્ષણ, કૌશલ્ય અને કાર્ય પર અસર
2022લાંબા ગાળાના ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં સંકલિત અભિગમો

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ કેવી રીતે ઉજવવામાં આવે છે?

આ દિવસને ખાસ બનાવવા માટે ભારતના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા વિવિધ તૈયારીઓ કરવામાં આવે છે. ભારતની વૈજ્ઞાનિક, શૈક્ષણિક, તબીબી, તકનીકી અને સંશોધન સંસ્થાઓ સહિત તમામ શાળાઓ, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, વૈજ્ઞાનિકો અને સંશોધકો દ્વારા આ દિવસની ખૂબ જ ઉજવણી કરવામાં આવે છે. શાળાઓ અને કોલેજોમાં આ દિવસે બાળકો દ્વારા વિવિઘ પ્રકારના કાર્યક્રમો, વિજ્ઞાન પ્રોજેક્ટ્સ, સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે અને બાળકો આ કાર્યક્રમોમાં સક્રિયપણે ભાગ લે છે. એટલું જ નહીં, બાળકોને વિજ્ઞાન વિષયની માહિતી આપવામાં આવે છે, જેથી બાળકો આ વિષયમાં પોતાની કારકિર્દી બનાવી શકે. આ દિવસે રેડિયો અને ટીવી પર વિજ્ઞાન અને તેની શોઘો આઘારિત વિવિઘ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમોમાં વિજ્ઞાનની ચર્ચા કરવામાં આવે છે. આ ઉપરાંત વિજ્ઞાન સાથે સંકળાયેલી કોલેજોમાં વૈજ્ઞાનિકોને પણ બોલાવવામાં આવે છે, જેથી તેઓ કોલેજના વિદ્યાર્થીઓ સાથે તેમનો અનુભવ શેર કરી શકે.

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસનો ઉદ્દેશ

આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય લોકોમાં વિજ્ઞાન પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. તદઉ૫રાંત ભારતીય બાળકોને વિજ્ઞાન વિષય તેમની કારકિર્દી તરીકે પસંદ કરવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવે છે. જેથી કરીને આપણા દેશની આવનારી પેઢી વિજ્ઞાનના ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપી શકે. જેથી  આપણો દેશ વિજ્ઞાનના ક્ષેત્રમાં વઘુ પ્રગતિ કરી શકે.