આજે પ્રેરણાત્મક વિષય પર અમે તમને એક એવી વ્યક્તિ વિષે જણાવીશું કે જેઓ બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન યહુદી નરસંહારનો શિકાર બન્યા હતા..જી હા તેઓ બીજુ કોઈ નહીં પરંતુ વિશ્વ પ્રસિદ્ધ ડાયરીસ્ટ ‘એન ફ્રેંક’ છે. એન ફ્રેંક તેમની ડાયરી “ધ ડાયરી ઓફ એ યંગ ગર્લ” માટે જાણીતી છે. તે વિશ્વના સૌથી પ્રખ્યાત પુસ્તકોમાંનું એક છે અને તે ઘણા નાટકો અને ફિલ્મોનો આધાર છે. તો ચાલો આજે મેળવીએ તેમના જીવનનો પરિચય…યહૂદી પરિવારમાં જન્મેલ એન ફ્રેંકનું પુરું નામ એનેલીસ મેરી ફ્રેંક હતું. તેમનો જન્મ જર્મનીના ફ્રેંકફર્ટમાં ૧૨ જૂન ૧૯૨૯ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ ઓટો ફ્રેંક, માતાનું નામ એડીથ ફ્રેંક અને મોટી બહેનનું બહેનનું નામ માર્ગોટ ફ્રેંક હતું. ડાયરીસ્ટ એન ફ્રેંકનો વ્યવસાય હતો. તેણીનું મૃત્યુ માત્ર ૧૫ વર્ષની ઉંમરમાં જ ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં ૧૯૪૫માં થયું હતું. જી..હા મિત્રો…માત્ર ૧૫ વર્ષ….૧૫ વર્ષમાં તેણીએ ખૂબ નામ બનાવ્યું…જે તેણીના પ્રેસેન્સ ઓફ માઈન્ડ અને ઇન્ટીલેજ્ન્સની ક્ષમતા બતાવે છે. તો ચાલો જાણીએ આ અંગે તેમના જીવનની કેટલીક ખાસ વાતો….
વર્ષ ૧૯૩૩માં, જ્યારે એન પાંચ વર્ષની હતી ત્યારે એડોલ્ફ હિટલર અને યહૂદી વિરોધી નેશનલ સોશિયલીસ્ટ પાર્ટીએ સત્તા પર કબજો જમાવ્યો…હિટલર જર્મનીનો મુખીયા બન્યા…અને હિટલરને યહૂદી લોકો બિલકુલ પસંદ નહોતા…હિટલરે જર્મનીની ઘણી સમસ્યાઓ માટે યહૂદીઓને દોશી ઠેરવ્યા..જેથી યહૂદીઓ જર્મની છોડીને અન્ય દેશોમાં ભાગવા લાગ્યા….જેમાં ફ્રેંક પરિવારનો પણ સમાવેશ થાય છે. ફ્રેંક પરિવાર ૧૯૩૪માં નેધરલેન્ડના એમેસ્ટરડેમ શહેરમાં સ્થળાંતરિત થઇ ગયો….એનના પિતા ઓટો ફ્રેંકે ડચ ઓપેકટા કંપનીમાં એક ઉચ્ચ પદ પર કામ કરવાનું શરુ કર્યું …અહીં જ એન અને તેની બહેનને શાળામાં એડમીશન મળ્યું…માર્ગોટને પબ્લિક સ્કૂલમાં અને એનને 6th મોન્ટેસરી સ્કૂલમાં એડમીશન મળ્યું….૧૯૩૮માં એનના પિતા ઓટો ફ્રેન્કે એક અન્ય કમ્પની પેક્ટેકોન શરુ કરી…જે સોસના પ્રોડક્શનમાં ઉપયોગી જડી-બુટીયો સહીત મિશ્રિત મસાલાનું વેચાણ કરતી હતી….શાંતિથી કામ ચાલતું હતું…અને બાદમાં ભણકારા વાગ્યા બીજા વિશ્વ યુદ્ધના….૧૯૩૯માં જર્મનીએ પોલેન્ડ પર હૂમલો કર્યો અને શરુ થયું બીજું વિશ્વ યુદ્ધ…..જર્મનીએ પહેલાથી જ ઓસ્ટ્રીયા અને ચેકોસ્લોવાકિયા પર કબજો કરી લીધો હતો….૧૦ મે ૧૯૪૦ના રોજ જર્મનીએ નેધરલેન્ડ પર આક્રમણ કર્યું…..આ હૂમલાના પાંચ દિવસ બાદ ડચ સેનાએ આત્મસમપર્ણ કર્યું……આ માત્ર એક આત્મસમર્પણ જ નહીં, પરંતુ એક એવા નરસંહારની શરૂઆત હતી ..એક એવો ટર્નીંગ પોઈન્ટ હતો કે જે ઈતિહાસમાં ક્યારેય ભૂલવામાં નહીં આવે…
જાણો કેમ…ડચ સેનાએ આત્મસમપર્ણ કર્યું અને બીજી બાજુ નાઝી સેનાએ યહૂદીઓ પર વિવિધ પ્રકારના પ્રતિબંધો લાદતા નવા કાયદાઓ બનાવવાનું શરુ કર્યું…યહૂદીઓ પર ધંધા-રોજગાર, વેપાર, મૂવીઝ જોવા જવા પર અને પાર્કમાં બેસવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો….યહૂદીઓ માટે કર્ફ્યુંનું પાલન કરવું ફરજીયાત કરવામાં આવ્યું…એન સહીત તમામ યહૂદી બાળકોને અલગ યહૂદી શાળામાં જવું પડ્યું…એન અને માર્ગોટે એક વિશેષ યહૂદી માધ્યમિક વિધ્યાલય યહૂદી લિસેયુંમમાં ભણવાનું શરુ કર્યું…ઓટો ફ્રેન્કે તેમના બે ખ્રિસ્તી સહયોગીઓ જો ક્લેમન અને વિક્ટર કુગ્લરને સત્તાવાર રીતે પોતાની કંપની સોંપી દીધી…પરંતુ પડદા પાછળ તેમને કંપની ચલાવવાનું ચાલુ રાખ્યું….
દિવસેને દિવસે યહૂદીઓ માટે જીવવું મુશ્કેલ બન્યું…..વર્ષ ૧૯૪૨માં નેધરલેન્ડમાં યહૂદી લોકોને જર્મનીની બોર્ડર પાસે વેસ્ટરબોર્ક શિબિરમાં કામ પર રીપોર્ટ કવા માટે કોલ અને નોટીસ મળવા લાગ્યા….૫ જુલાઈ ૧૯૪૨માં માર્ગોટને જર્મનીના એક શ્રમિક શિબિરમાં રીપોર્ટ કરવા માટે એક ફોન આવ્યો, પરંતુ નાઝી સેનાના ડર થી ફ્રેંક પરિવારે શિબિરમાં રીપોર્ટ કરવાને બદલે સંતાઈ જવાનો નિર્ણય લીધો….તરત જ ફ્રેંક પરિવાર તેમની કમ્પનીના પાછળના ભાગે આવેલ એક ખાલી જગ્યામાં અસ્થાયી ક્વાર્ટરમાં સંતાઈ ગયું….જેને તેઓએ નામ આઓયું ‘સિક્રેટ એનેકસ’….તેમને અહીં સાવધાની રાખવી પડતી હતી…ફેંક જર્મનથી એટલા ડરી ગયા હતા કે, તેઓ અહીં એકદમ શાંત રહેતા હતા…વાતો પણ એકદમ ધીમેથી કરતા હતા..અને ખૂલ્લા પગે ચાલતા હતા…એન ફ્રેંકને તેણીના ૧૩માં જન્મ દિવસે એક ડાયરી મળી..જયારે તેઓ છુપાયેલા હતા…એનએ તેણીના અનુભવો..વિચાર….અને ભાવનાઓ ને પોતાની ડાયરીમાં લખવાનું શરુ કર્યું…તેણીએ કેટલીક લઘુ કથાઓ પણ લખી…અને પોતાના જીવન વિષે એક ઉપન્યાસ શરુ કર્યું…ફ્રેંક પરિવાર ૨ વર્ષ સુધી સિક્રેટ એનેકસમાં સંતાઈને રહ્યો…ઓટોના સહયોગી ફ્રેક પરિવાર માટે કપડા અને ભોજનની તસ્કરી કરતા હતા..૪ ઓગસ્ટ ૧૯૪૪માં જર્મન સિક્રેટ સ્ટેટ પોલીસે એનના પરિવાર જ્યાં છુપાયેલ હતો તે સ્થળ શોધી નાખ્યું..,જર્મન પોલીસે એન અને તેમના પિતા સહીત ત્યાં છુપાયેલ તમામ લોકોની ધરપકડ કરી…ફ્રેંક પરિવારને કેમ્પ વેસ્ટરબોર્ક મોકલી દેવાયો…જે ઉત્તરપૂર્વ નેધરલેન્ડમાં સ્થિત એક એકાગ્રતા શિબિર છે. ત્યારબાદ તેમણે પોલેન્ડના ઓશવીટઝ એકાગ્રતા શિબિરમાં સ્થળાંતરીત કરવામાં આવ્યા..પોલેન્ડમાં પુરુષો અને મહિલાઓને અલગ કરવામાં આવ્યા…આ છેલ્લી વખત હતું જયારે ઓટો ફ્રેન્કે તેમની દીકરીઓ અને પત્નીને દેખી….અને અહીંથી શરુ થઈ પ્રતાડનાની એક એવી કહાની જે…જાણીને રડ્ય હચમચી ઉઠે…એન અને માર્ગોટને જર્મનીના બર્ગન બેલ્સન એકાગ્રતા શિબિરમાં સ્થળાંતરીત કરવામાં આવ્યા..જ્યાં ભોજન મેળવવું મુસ્કેલ હતું…સ્વચ્છતા બિલકુલ નહોંતી અને બીમારી વ્યાપક હતી….એનની માતાને તેમની બન્ને દીકરીઓ સાથે જવાની મંજૂરી ન મળી…એનની માતા બીમાર પડી અને ૬ જાન્યુઆરી, ૧૯૪૫ના રોજ ઓશવીટઝમાં તેમનું મૃત્યુ થયું…બ્રિટીશ સેના શિબિરને મુક્ત કર્યું તેના થોડાક સમય પહેલા જ એન અને માર્ગોટ બન્નેને ટાઈફસ થઇ ગયું અને માર્ચ ૧૯૪૫માં તેમનું મૃત્યુ થઇ ગયું…. ૧ મીલીયનથી વધુ યહૂદી બાળકોમાં એન એકમાત્ર હતી કે જેનું મોત હોલોકોસ્ટમાં થયું હતું….ફ્રેંક પરિવારમાં હવે માત્ર ઓટો ફ્રેંક જ જીવિત રહ્યા…તેઓ એમેસ્ટરડેમ પરત ફર્યા…જ્યાં તેમને તેમની દીકરી એનની એક ડાયરી મળી…જેને વાંચતા તેમને ખ્યાલ આવ્યો કે. તેમની દીકરી એક પત્રકાર અથવા લેખક બનવા માંગતી હતી….તેઓએ જૂન ૧૯૪૭માં એનની ડાયરી ‘ધ સિક્રેટ એનેકસ’ નામથી પ્રકાશિત કરી..ત્યારબાદ તેનું નામ બદલીને એન ફ્રેંક: ધ ડાયરી ઓફ અ યંગ ગર્લ કરી દેવાયું…આપને જણાવી દઈએ કે..આ ડાયરી કેમ આટલી ફેમસ થઇ….કારણ કે, આ ડાયરીથી ઘણા લોકો પ્રેરિત થયા છે…નેલ્સન મંડેલા જ્યારે જેલમાં હતા ત્યારે તેઓએ એનની ડાયરી વાંચી..જેનાથી તેમનામાં ખૂબ જ હિમ્મત આવી અને એક આશા મળી…૧૯૯૪માં મંડેલાને એન ફ્રેંક ફાઉન્ડેશન તરફથી હ્યુંમીનીત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો..એન ફ્રેંક: ધ ડાયરી ઓફ અ યંગ ગર્લ સમગ્ર વિશ્વમાં લોકપ્રિય બની ગઈ…એવું કહેવાય છે કે, આ ડાયરી બાઈબલ પછી સૌથી વધુ વાંચવામાં આવનારી બીજી બુક છે ….૭૦થી વધુ ભાષાઓમાં તેનું અનુવાદ કરાયું……૧૯૬૦માં સિક્રેટ એનેકસને એન ફ્રેંક હાઉસ નામના સંગ્રહાલયમાં બદલવામાં આવ્યું….