મહાન ચિત્રકાર વિન્સેન્ટ વેન ગોગ મહાન ચિત્રકારનો જન્મ 30 માર્ચ 1853ના રોજ થયો હતો અને નિધન 29 જુલાઇ 1890 એટલે કે માત્ર 37 વર્ષના ટૂંકા જીવનમાં અનેક ચિત્રોનું સર્જન કર્યું હતું. તેઓ પ્રતિભાશાળી ડચ ચિત્રકાર હતા. દુનિયાભરના અનેક ચિત્રકારોના રોલ મોડલ તેઓ છે. તેમના ચિત્રો સંવેદનાઓથી ભરપૂર છે. તેઓ જીવનભર અસ્વસ્થતા અને માનસિક બીમારીનો ભોગ બનીને રહ્યા હતા.
આજે દુનિયાભરના અનેક ચિત્રકારો વિન્સેટ વેણ ગોગ ને પોતાનો રોલ મોડેલ મને છે . તેમની ચિત્ર સર્જન ‘સળગતાં સૂરજમુખી’ની ચિત્રકારોના ઘડતરમાં અકલ્પ્ય ભૂમિકા છે. એટલા માટે કે આજે અનેક ચિત્રકારો કહે છેકે અમે બહાર નીકળી પોતાની જાતને તટસ્થ રીતે જોઈએ તો દેખાય છે કે આ મહાન ચિત્રકારની ઉર્જા અમારામાં વ્યક્તિત્વ અને અસ્તિત્વનો ભાગ બની ગયાં જે અમારું સૌથી મહત્વનું ચાલક બળ છે . સળગતાં સૂરજમુખી એ મહાન ચિત્રકાર વિન્સેન્ટ વેન ગોગની જીવનકથા છે. વેન ગોગનાં જીવનની ચિત્રકારો પર સખત અસર છે. જીવન માટેની ભૂખ, ધગશ, ધખના, વાસના અને કલા માટેની ઝંખનાનું મિલન એટલે વિન્સેન્ટ વેન ગોનું જીવન.
વિન્સેન્ટ વેન ગોગનું જીવન વાંચતા ભાવુક થઇ જવાય તેવું છે . ગોગએ તેમની માંને લખેલ પત્ર માં . એવું લખે છે કે, “વ્હાલી માં, તને મારા કેટલાંક સેલ્ફ પોટ્રેટ મોકલી રહ્યો છું જે જોઈને તને લાગશે કે પૅરીસ, લંડન જેવા મહાન નગરોમાં વર્ષો વિતાવવાં છતાં હું સાવ ગામડીયા ખેડૂત જેવો દેખાવ છું. સાચું કહું તો વિચારે ભાવે પ્રતિભાવે હું ખેડૂત જેવો જ છું, ફેર ફકત એટલો છે કે ઉપયોગિતાની દ્રષ્ટિએ ખેડૂતો મારાં કરતાં ઘણી ઉચ્ચ કક્ષાએ છે.” જેનાં ચિત્રોની કિંમત કરોડોની છે એ ચિત્રકાર એવું કહે છે કે મારાં જીવન કરતાં એક ખેડૂતનું જીવન વધારે મહત્વનું છે. મિત્રો આપને જાણીને આશ્ચર્ય થશે કે આ મહાન ડચ ચિત્રકાર વિન્સેન્ટ વાન ગોગ આત્મહત્યા કરવા વાપરેલી રિવૉલ્વરની સવા કરોડ રૂપિયામાં હરાજી થઈ હતી. હરાજી ના આયોજકોએ કહ્યું કે, ચિત્રકારે આ બંદૂકથી જ આત્મહત્યા કરી હતી તે વાતની કોઈ સાબિતી નથી. વિનસેન્ટના મૃત્યુનાં આશરે 75 વર્ષ પછી આ ગન તેમનો મૃતદેહ મળ્યો હતો, તે સ્થળ પરથી મળી હતી. આ ઉપરાંત રિવૉલ્વરની ગોળી પણ વિનસેન્ટના પેટમાંથી મળેલી ગોળીને મળતી આવે છે. વૈજ્ઞાનિક શોધખોળમાં આ ગન વર્ષ 1890 પછી જમીનમાં દબાયેલી હતી તે વાત પણ સામે આવી હતી.