સલાયા બંદર પર સિગ્નલ

0
77
સલાયા બંદર પર 10 નંબરનું સિગ્નલ
સલાયા બંદર પર 10 નંબરનું સિગ્નલ

બિપરજોય વાવાઝોડાના પગલે લગાવાયું સિગ્નલ

સલાયા બંદર પર અતિભયજનક 10 નંબરનું સિગ્નલ

લોકોને તંત્રને સહયોગ આપવા અપીલ

બિપરજોય વાવાઝોડાના પગલે લગાવાયું સિગ્નલ

સલાયા બંદર પર અતિભયજનક 10 નંબરનું સિગ્નલ

લોકોને તંત્રને સહયોગ આપવા અપીલ

સલાયા બંદર પર સિગ્નલ લગાવવામં આવ્યું છે .દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ સંભવિત બિપરજોય વાવાઝોડાના પગલે સલાયા બંદર પર 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું પરંતુ,હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાની પરિસ્થિતિ અને પવન ની તીવ્રતાને ધ્યાને લઈને બપોરે 12 વાગ્યે 10 નંબર નું અતિ ભયજનક સિગ્નલ લગાડી દેવામાં આવ્યું છે સવારથી જ પવન ની ઝડપ વધી ગઈ છે. અને અને વાતાવરણમાં વાદળછાયું બની ગયું છે .સલામતીના ભાગ રૂપે નીચાણ વાળા વિસ્તાર કાચા ઘરમાં કે ઝુંપડામાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.હાલ તંત્ર સજ્જ છે. અને લોકો પણ સહયોગ કરી રહ્યા છે. તંત્ર દ્વારા એલાન કરી અને સાવચેતીના પગલાં માટે લોકોને જાણકારી અપાઈ રહી છે.

TEMPLE 2

જગત મંદિર દ્વારકાધીશના મંદિરમાં શીખર પર અડધી કાઠીએ એક સાથે બે ધ્વજા જ ચડાવાયાઈ છે .દેવભૂમિ દ્વારકા જિલ્લા ઉપર વાવાઝોડા નું સંકટ ઉભું થયું છે ત્યારે આ કુદરતી આફત સામે રક્ષણ માટે ભગવાન દ્વારકાધીશના મંદિરમાં શીખર ઉપર એક સાથે બે ધ્વજા જી ચડાવાયા છે આ સંકટથી ભગવાન દ્વારકાધીશજી સૌની રક્ષા કરે એવી પ્રાર્થના કરાઇ છે.માન્યતા છે કે અહીં જ્યારે બે ધજા ચઢાવવામાં આવે ત્યારે ગમે તેવુ મોટુ સંકટ હોય તો તે પણ ટળી જાય છે.. તાઉતે વાવાઝડા સમયે પણ હાલ જેવું જ સંકટ ઉભુ થયું હતું, અને ત્યારે પણ દ્વારકાધીશ મંદિર પર બે ધજા ચઢાવવામાં આવી હતી

બીપરજોયની અસર વાંચો અહીં