Government Vs Governor : બિલ અટકાવવા અંગે કેન્દ્ર સરકાર અને કેરળના રાજ્યપાલની કાર્યાલયને નોટિસ

0
173
Government Vs Governor Case
Government Vs Governor Case

Government Vs Governor : કેરળના રાજ્યપાલ (Kerala Governor) દ્વારા વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવેલા બિલને મંજૂરી ન આપવાના મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્યપાલ કાર્યાલયને નોટિસ ફટકારી છે. CJI DY ચંદ્રચુડની ખંડપીઠે એટર્ની જનરલ અને સોલિસિટર જનરલને આગામી સુનાવણી દરમિયાન તથ્યો સાથે કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું છે. હવે આગામી સુનાવણી શુક્રવાર 24મી નવેમ્બરે યોજાશે.

  • કેરળ સરકારે રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન પર આ આરોપ લગાવ્યા :

કેરળ સરકારે રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન (Kerala Governor) પર વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલો પર કોઈ પગલાં ન લેવાનો અને સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા મહત્વપૂર્ણ બિલોને દબાવી રાખવાનો આરોપ લગાવ્યો હતો. કેરળ રાજ્યએ તેની અરજીમાં કહ્યું છે કે, બિલોને લાંબા સમય સુધી અને અનિશ્ચિત સમય માટે પેન્ડિંગ રાખવાથી સાબિત થાય છે કે રાજ્યપાલનું વર્તન સ્પષ્ટ રીતે મનસ્વી છે અને તે બંધારણની કલમ 14 (સમાનતાનો અધિકાર)નું પણ ઉલ્લંઘન કરે છે. રાજ્ય સરકાર (Government) નું કહેવું છે કે, વિધાનસભા દ્વારા રાજ્યના લોકકલ્યાણ બિલ પસાર કરવામાં આવ્યા છે. રાજ્યપાલ આ બિલો પર કોઈ પગલાં ન લેવાથી લોકોને તેમના અધિકારોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે.

  • કુલ 15 બિલ રાજ્યપાલ પાસે પેન્ડિંગ : અભિષેક મનુ સિંઘવી

કેરળ સરકાર (Kerala Government) વતી અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, રાજ્યપાલ પાસે કુલ 15 બિલ પેન્ડિંગ છે. રાજ્યપાલે 10 બિલ પરત કર્યા. આને ફરીથી પસાર કરીને રાજ્યપાલને મોકલવામાં આવ્યા છે. CJI એ કહ્યું કે, એકવાર તે ફરીથી પસાર થઈ જશે, તે મની બિલની સમાન સ્તર પર હશે. સિંઘવીએ કહ્યું કે આમાં રાજ્યપાલની કોઈ ભૂમિકા નથી. સિદ્ધાંત એ છે કે તે મની બિલની સમકક્ષ છે. CJIએ કહ્યું કે, કલમ 200ના મૂળભૂત ભાગ હેઠળ રાજ્યપાલ પાસે કાર્યવાહીની ત્રણ પદ્ધતિઓ છે. તે સંમત, અસંમત અથવા વાંધો ઉઠાવી શકે છે. શું રાજ્યપાલ બિલને એસેમ્બલીમાં પાછા મોકલ્યા વિના તેની સંમતિ રોકી શકે છે?

  • આ મામલે CJIએ ખાસ વાત કહી :

CJIએ કહ્યું કે, જ્યારે રાજ્યપાલ સંમતિ રોકે છે તો તેને ગૃહમાં પાછી મોકલવી પડશે અથવા તો કહેવું પડશે કે હું તેને રાષ્ટ્રપતિને મોકલી રહ્યો છું. એજી વેંકટરામણીએ કહ્યું કે, રાજ્યપાલ ટેકનિકલ સુપરવાઈઝર નથી.

સિંઘવીએ કહ્યું કે, રાજ્યપાલે બંધારણના દરેક શબ્દનું ઉલ્લંઘન કર્યું છે. એટર્ની જનરલે જણાવ્યું હતું કે પેન્ડિંગ 15 બિલ વાઇસ ચાન્સેલરને લગતા છે. AGએ કહ્યું કે, આ બિલો પર પુનર્વિચાર કરવાની જરૂર છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, એજી વેંકટરામણીએ રાજ્યપાલ પાસે પેન્ડિંગ બિલોની વિગતો આપી છે.

CJIએ કહ્યું કે, નોંધ દર્શાવે છે કે 2020-2023 વચ્ચે રાજ્યપાલ પાસે 181 બિલ આવ્યા, જેમાંથી 152 બિલ મંજૂર થયા. 5 બિલો વિચારણા હેઠળ છે અને રાજ્યપાલે તેના પર સંમતિ અટકાવી દીધી છે. CJIએ કહ્યું કે નોંધ કરો કે 18 નવેમ્બરે વિશેષ વિધાનસભા સત્ર યોજાયું હતું. તમામ દસ બિલો પસાર કરવામાં આવ્યા હતા. હાલમાં દસ બિલ રાજ્યપાલ પાસે પેન્ડિંગ છે. એજીએ કોર્ટને 29 નવેમ્બર, 2023 સુધી કાર્યવાહી મુલતવી રાખવા વિનંતી કરી. સુપ્રીમ કોર્ટે રાજ્યપાલને પેન્ડિંગ દસ બિલો પર નિર્ણય લેવા માટે સમય આપ્યો છે. આગામી સુનાવણી 1 ડિસેમ્બરે થશે.