Note For Vote: ‘લાંચ સંસદીય વિશેષાધિકાર નથી’; CJIની મહત્વપૂર્ણ ટિપ્પણી

0
238
Note For Vote: 'લાંચ સંસદીય વિશેષાધિકાર નથી'; CJIની મહત્વપૂર્ણ ટિપ્પણી
Note For Vote: 'લાંચ સંસદીય વિશેષાધિકાર નથી'; CJIની મહત્વપૂર્ણ ટિપ્પણી

Note For Vote: સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચૂકાદો આપ્યો છે, સુપ્રીમ કોર્ટે મતદાન માટે લાંચ લેનારાઓને કાર્યવાહીમાંથી રાહત આપવાનો ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે પીવી નરસિમ્હા રાવ કેસમાં 1998માં આપેલા તેના અગાઉના ચુકાદાને રદ કર્યો હતો. સાત ન્યાયાધીશોની બંધારણીય બેંચે કહ્યું કે, “સંસદીય વિશેષાધિકાર હેઠળ લાંચને મુક્તિ આપી શકાય નહીં.”

“મત આપવા અથવા સવાલ પૂછવા માટે પૈસા લેવાથી ભારતની સંસદીય લોકશાહીનો નાશ થશે.”

– સુપ્રીમ કોર્ટ

Note For Vote વિશે જાણો શું કહ્યું CJI DY ચંદ્રચુડે

ચુકાદો આપતી વખતે ચીફ જસ્ટિસે કહ્યું કે, “બેન્ચના તમામ જજો આ મુદ્દે એકમત છે કે અમે પીવી નરસિમ્હા રાવ કેસમાં આપવામાં આવેલા નિર્ણય સાથે અસંમત છીએ.”

નરસિમ્હા રાવ કેસમાં તેના નિર્ણયમાં, સુપ્રીમ કોર્ટે ‘મતના બદલામાં નોટ’ (Note For Vote) લેવાના કેસમાં સાંસદો અને ધારાસભ્યોને કાર્યવાહીમાંથી મુક્તિ આપવાનો ચુકાદો આપ્યો હતો.

મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે “માનનીયને આપવામાં આવેલી છૂટ એ સાબિત કરવામાં નિષ્ફળ રહી છે કે માનનીયને તેમના કાયદાકીય કાર્યમાં આ મુક્તિની આવશ્યકતા છે.’ મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે ‘બંધારણની કલમ 105 અને 194 લાંચમાંથી મુક્તિની જોગવાઈ કરતી નથી કારણ કે લાંચ આપવી એ ગુનાહિત કૃત્ય છે અને તે ગૃહમાં ભાષણ કરવા અથવા મતદાન કરવા માટે જરૂરી નથી. પીવી નરસિમ્હા રાવ કેસમાં આપવામાં આવેલા નિર્ણયનું અર્થઘટન બંધારણની કલમ 105 અને 194ની વિરુદ્ધ છે.

Note For Vote: 'લાંચ સંસદીય વિશેષાધિકાર નથી'; CJIની મહત્વપૂર્ણ ટિપ્પણી
Note For Vote: ‘લાંચ સંસદીય વિશેષાધિકાર નથી’; CJIની મહત્વપૂર્ણ ટિપ્પણી

“માનનીય લોકોના ભ્રષ્ટાચારથી સંસદીય લોકશાહી નાશ પામશે” : સુપ્રીમ

ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે અમે માનીએ છીએ કે લાંચ સંસદીય વિશેષાધિકાર નથી. માનનીય લોકો દ્વારા ભ્રષ્ટાચાર અને લાંચ ભારતની સંસદીય લોકશાહીને નષ્ટ કરી રહી છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજ્યસભાની ચૂંટણી માટે લાંચ લેનારા ધારાસભ્યો સામે ભ્રષ્ટાચાર વિરોધી કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવે. સુપ્રીમ કોર્ટના નિર્ણય પર વકીલ અશ્વિની ઉપાધ્યાયે કહ્યું કે આજે સાત ન્યાયાધીશોની બેન્ચે કહ્યું છે કે જો સાંસદ પૈસા લઈને પ્રશ્નો પૂછે છે અથવા ગૃહમાં મતદાન કરે છે, તો તેઓ વિશેષાધિકારની દલીલ કરીને કાર્યવાહીમાંથી મુક્તિનો દાવો કરી શકે નહીં.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો