Nitish Kumar : બિહારમાં મોટી રાજકીય ઉથલપાથલ, પાટલી બદલી શકે છે નીતિશ કુમાર

0
253
Nitish Kumar
Nitish Kumar

Nitish Kumar : અનેક દિવસથી જેની આશંકા હતી લાગે છે કે એ જ થવા જઈ રહ્યું છે. આજે સાંજે 4 વાગે બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર રાજ્યપાલને મળવા માટે જવાના છે. એવું માનવામાં આવી રહ્યું છે કે તેઓ રાજીનામું આપી શકે છે. સૂત્રોનું માનીએ તો  નીતિશકુમાર ફરીથી પાટલી બદલી શકે છે. આરજેડીથી મોહભંગ થયા બાદ નીતિશકુમાર હવે ભાજપ સાથે મળીને સરકાર બનાવશે.

Nitish Kumar

Bihar Political Crisis: બિહારના રાજકારણમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. આરજેડી સાથેના તણાવ વચ્ચે Nitish Kumar ફરી એકવાર રાજ્યમાં નવી સરકાર બનાવવાની કવાયત કરી રહ્યા છે. સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે નીતીશ કુમાર એનડીએ સાથે મળીને સરકાર બનાવવા જઈ રહ્યા છે. એવા પણ અહેવાલ મળી રહ્યા છે કે નીતીશ કુમાર 28 જાન્યુઆરીએ 9મી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે અને તેમની સાથે સુશીલ મોદીને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવી શકે છે. જો કે હજુ સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

Nitish Kumar

Nitish Kumar : સમય પ્રમાણે દરવાજા ખુલી શકે છે : સુશીલ મોદી

જેડીયુએ પોતાના તમામ કાર્યક્રમો રદ્દ કરી દીધા છે અને તેમના ધારાસભ્યોને તાત્કાલિક પટના આવવા માટે કહ્યું છે. ઉલ્લેખનીય છે કે 28મી જાન્યુઆરીએ પટનામાં મહારાણા પ્રતાપ મેદાન ખાતે રેલી યોજાવાની હતી, તે પણ રદ કરવામાં આવી છે. ભાજપના તમામ નેતાઓ દિલ્હીમાં હાઈકમાન્ડ સાથે એક પછી એક બેઠકો કરી રહ્યા છે. આ ઉપરાંત એનડીએના સહયોગી પક્ષોના નેતાઓ સાથે પણ વાતચીત ચાલી રહી છે.

Nitish Kumar

સુશીલ મોદી રાજ્યસભાના સાંસદ છે અને તેઓ 15 જુલાઈ 2017 થી 15 નવેમ્બર 2020 સુધી બિહારના ડેપ્યુટી સીએમ રહી ચૂક્યા છે. આ સમય દરમિયાન નીતિશ કુમાર મુખ્યમંત્રી હતા. તમામ પડકારો હોવા છતાં પણ બંને નેતાઓ વચ્ચે સારો તાલમેલ જોવા મળ્યો છે. આ વચ્ચે સુશીલ મોદીનું પણ નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે કહ્યું, ‘સમય પ્રમાણે દરવાજા ખુલી શકે છે અને જો દરવાજો બંધ થાય  છે તો ખુલે પણ છે. સૂત્રોએ જણાવ્યું છે કે નવી સરકારમાં Nitish Kumar મુખ્યમંત્રી તરીકે યથાવત રહેશે. તેમની સાથે બે ડેપ્યુટી સીએમ બનશે. આ રીતે હવે નીતિશકુમારનું એનડીએનો ભાગ  બનવો લગભગ નક્કી જેવું લાગે છે.

Nitish Kumar

બિહારનો આ રાજકીય ઘટનાક્રમ કોંગ્રેસના નેતૃત્વવાળા INDIA અલાયન્સ માટે એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. 2024ની લોકસભા ચૂંટણી નજીક છે અને એન્ટી ભાજપ મોરચો બનાવવાના સૂત્રધાર જ ખુબ ભગવા દળ સાથે હાથ મિલાવા જઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નવી સરકારમાં ભાજપના નેતા સુશીલ મોદી બિહારના ડેપ્યુટી સીએમ બની શકે છે. 

તમે આ પણ વાંચી શકો છો

MELONI ON AYODHYA : ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ રામ મંદિર પર શુભેચ્છા સંદેશ મોકલ્યો? જાણો શું હતો મેસેજ