NITISH KUMAR : નીતીશ કુમારે ફરી એકવાર ગઠબંધન તોડીને વધુ એક ગુલાંટ મારી દીધી અને મહાગઠબંધનનો અંત લાવતાં એનડીએ સાથે જોડાઈ જવાનો નિર્ણય કરીને સૌ કોઈને અચરજ પમાડી દીધો છે. આ સૌની વચ્ચે બિહારમાં અને રાષ્ટ્રીય સ્તરે I.N.D.I.A ગઠબંધનમાં તેમના સહયોગી રહી ચૂકેલા રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) અને કોંગ્રેસે તેમના પર આકરા પ્રહારો કર્યા છે.
NITISH KUMAR : અમિત શાહ અને નીતીશ કુમારના નિવેદનો થયા વાઈરલ
ઠગ અને લોભી લોકોનું ગઠબંધન તૈયાર થઈ રહ્યું છે : RJD
આરજેડી નેતા એજાઝ અહેમદે NITISH KUMAR નીતીશ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, યુવાનોના સપનાને સાકાર કરનાર તેજસ્વી યાદવને દગો આપ્યો છે. વધુમાં જણાવતા કહ્યું કે ‘અમે તમને સમર્થન આપીને તમારું અસ્તિત્વ અને પાર્ટી બચાવી હતી, પરંતુ આજે તમે સ્વાર્થમાં રાજીનામું આપીને યુવા નેતા તેજસ્વી યાદવની વિચારસરણીને ઠેસ પહોંચાડી છે. આજે ઠગ અને લોભીઓનું ગઠબંધન તૈયાર થઈ રહ્યું છે.’
નીતીશ કુમાર ગિરગિટ !
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે નીતીશ કુમારની આ ગુલાંટ અંગે ટ્વિટર પર પોસ્ટ કરતાં કહ્યું કે વારંવાર રાજકીય ભાગીદારો બદલનારા નીતીશ કુમાર રંગ બદલવામાં ગિરગિટને મજબૂત ટક્કર આપી રહ્યા છે. આ વિશ્વાસઘાતના નિષ્ણાત અને તેમને ઈશારો પર નચાવનારા લોકોને બિહારની પ્રજા માફ નહીં કરે. વાત સ્પષ્ટ છે કે ભારત જોડો ન્યાય યાત્રાથી વડાપ્રધાન તથા ભાજપ ગભરાઈ ગયા છે અને તેનાથી ધ્યાન ભટકાવવા માટે આ રાજકીય ડ્રામા રચવામાં આવ્યો છે.

શું કહ્યું કોંગ્રેસ નેતા ખડગેએ?
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખર્નેએ નીતિશ કુમાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે NITISH KUMAR નીતિશ કુમાર આયા રામ, ગયા રામ જેવા નેતા છે. જ્યારે તેજસ્વી યાદવે અમારી સાથે વાત કરી તો તેમણે કહ્યું કે નીતિશ કુમાર પર શંકા છે. તેમ છતાં અમે તેને સાથે રાખવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
કોંગ્રેસે NITISH KUMAR નીતિશ કુમાર પર જોરદાર પ્રહાર કર્યો છે. જયરામ રમેશે કહ્યું હતું કે નીતીશ કુમાર, જેઓ વારંવાર રાજકીય ભાગીદારો બદલતા હોય છે, તેઓ બદલાતા રંગમાં કાચંડો સાથે સખત સ્પર્ધા આપી રહ્યા છે. બિહારના લોકો આ વિશ્વાસઘાતના નિષ્ણાતોને અને જેમણે તેમને તેમની ધૂન પર નાચ્યા છે તેમને માફ નહીં કરે. સ્પષ્ટ છે કે વડાપ્રધાન અને ભાજપ ભારત જોડો ન્યાય યાત્રાથી ડરી ગયા છે અને તેના પરથી ધ્યાન હટાવવા માટે આ રાજકીય નાટક રચવામાં આવ્યું છે.

NITISH KUMAR નીતીશ કુમારના રાજીનામા વિશે પત્રકારો સાથેની વાતચીતમાં મલ્લિકાઅર્જુન ખડગેએ કહ્યું કે અમને પહેલાથી જ સંકેત મળી ગયા હતા કે નીતીશ કુમાર ફરી ગુલાંટ મારશે. અમે પહેલા પણ લડતાં રહ્યા છીએ અને આગળ પણ લડતાં રહીશું. અમે I.N.D.I.A ગઠબંધનને જોડી રાખવા મૌન સાધી રાખ્યું હતું. તેજસ્વી અને લાલુ યાદવે જે કહ્યું હતું તે વાત સાચી સાબિત થઇ. દેશમાં ઘણાં લોકો છે જે આયા રામ ગયા રામ છે.

નીતીશ કુમારે કહ્યું કે આરજેડી અને કોંગ્રેસ સાથે ગઠબંધનમાં સરકારમાં કોઈ કામ થઇ રહ્યું નહોતું અને અમને કામ કરવા પણ દેવામાં આવી રહ્યું નહોતું. એટલા માટે અમે પાર્ટીની વાત માની. આજે અમે ગઠબંધનથી અલગ થઇ રહ્યા છીએ. હવે બીજા પક્ષોએ નિર્ણય કરવાનો છે કે હવે નવી સરકાર ક્યારે બનાવવી. તેમણે કહ્યું કે ગઠબંધનની સ્થિતિ સારી નહોતી.
બિહારની રાજનીતિમાં ઘણા દિવસોથી ચાલી રહેલ ઉથલપાથલ હવે શાંત થઈ ગઈ છે. RJD સાથે ગઠબંધન ખતમ કરતા નીતિશ કુમારે આજે બપોરે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. નીતિશ કુમારના રાજીનામાની સાથે જ ભાજપ સાથે મળીને નવી સરકાર બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. બિહારની આ નવી સરકારમાં એક CM અને બે ડેપ્યુટી CMની ફોર્મ્યુલા અપનાવવામાં આવી છે. આમાં નીતિશ કુમારને ફરીથી CM બનાવવામાં આવશે જ્યારે બંને ડેપ્યુટી CM BJPના હશે. ડેપ્યુટી CM પદ માટે સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાનું નામ સામે આવ્યું છે.
બિહારમાં બે ડેપ્યુટી CMની ફોર્મ્યુલાની સાથે ભાજપે લોકસભા ચૂંટણી માટે જાતિ સમીકરણને ઉકેલવાની પણ તૈયારી કરી લીધી છે. બંને ડેપ્યુટી CMમાં એક તરફ સમ્રાટ ચૌધરી કુશવાહા સમુદાયમાંથી આવે છે અને બીજી તરફ વિજય સિંહા ભૂમિહાર સમુદાયમાંથી આવે છે. આવી સ્થિતિમાં માત્ર ઓબીસી સમુદાયને જ નહીં પરંતુ સામાન્ય વર્ગના મતદારોને પણ આકર્ષવા માટે ભાજપે પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. હવે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે,આજે સાંજ સુધીમાં NITISH KUMAR નીતીશ કુમાર બિહારમાં નવી સરકાર હેઠળ મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ અંગે પણ સંપૂર્ણ તૈયારીઓ ચાલી રહી છે.