HomeDeshનીતિન ગડકરીએ પ્રથમ એલિવેટેડ હાઈવેનું કર્યું નિરીક્ષણ

નીતિન ગડકરીએ પ્રથમ એલિવેટેડ હાઈવેનું કર્યું નિરીક્ષણ

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી દેશના પ્રથમ એલિવેટેડ હાઇવે દ્વારકા એક્સપ્રેસ વેનું નિરીક્ષણ કરવા ગુરુગ્રામ પહોંચ્યા હતા. અહીં તેમણે એલિવેટેડ હાઇવે દ્વારકા એક્સપ્રેસ વેનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન કેન્દ્રીય રાજ્ય મંત્રી અને સ્થાનિક સાંસદ રાવ ઈન્દ્રજીત સિંહ, કેન્દ્રીય રાજ્ય મંત્રી જનરલ વીકે સિંહ અને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના હાજર હતા. દ્વારકા એક્સપ્રેસ વે રૂ. 9,000 કરોડના ખર્ચે બની રહ્યો છે અને તેની લંબાઈ 29 કિમી છે. ગડકરીના આગમન પહેલા જ ઓથોરિટીએ તેની તૈયારીઓ પણ પૂર્ણ કરી લીધી હતી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments