Home Main NITIN GADKARI :  નીતિન ગડકરીએ કોંગ્રેસને ફટકારી લીગલ નોટીસ, જાણો કેમ ?

NITIN GADKARI :  નીતિન ગડકરીએ કોંગ્રેસને ફટકારી લીગલ નોટીસ, જાણો કેમ ?

0
574
NITIN GADKARI
NITIN GADKARI

NITIN GADKARI :  કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કથિત ભ્રામક અને અધૂરો વીડિયો શેયર કરવાને લઈ કોંગ્રેસ પાર્ટીને લીગલ નોટિસ મોકલી છે. નોટિસમાં ગડકરીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને પાર્ટીના મહાસચિવ જયરામ રમેશને માફી માગવા કહ્યું છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ પાર્ટી તરફથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેયર કરવામાં આવેલો વીડિયો આખો નથી અને તેની સાથે છેડછાડ કરવામાં આવી છે.

NITIN GADKARI  : કોંગ્રેસ કયો વિડીઓ કર્યો હતો અપલોડ

NITIN GADKARI  “ ગઈ કાલે કોંગ્રેસે કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરી(Nitin Gadkari) એ એક યુટ્યુબ ચેનલને આપેલા ઈન્ટરવ્યુંનો એક ભાગ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જેમાં તેઓ ભારતમાં ગરીબો, ખેડૂતો, શ્રમિકો અને આદિવાસીઓ દુઃખી હોવાનું કહી રહ્યા છે.

આ વિડીયો વાયરલ થયા બાદ નીતિન ગડકરી અને ભાજપ વચ્ચે અણબનાવ હોવાની ચર્ચા શરુ થઇ હતી. પરંતુ આ વિડીયો અંગે નીતિન ગડકરીએ સ્પષ્ટતા કરી કોંગ્રેસના દાવાને નકારી કાઢયા છે, સાથે તેમણે કોંગ્રેસ નેતાઓને કાયદાકીય નોટીસ મોકલી છે.

NITIN GADKARI

નીતિન ગડકરીએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પાર્ટીના મહાસચિવ જયરામ રમેશને ઇન્ટરવ્યુના એક ભાગને અયોગ્ય રીતે રજુ કરવા કરવા બદલ કાયદાકીય નોટિસ મોકલી છે. ગડકરીએ જણાવ્યું હતું કે કોંગ્રેસે સંબંધિત અર્થ અને હેતુ છુપાવીને તેમના ઇન્ટરવ્યુની 19-સેકન્ડની ઑડિયો અને વિઝ્યુઅલ ક્લિપિંગ પોસ્ટ કરી હતી.

NITIN GADKARI



કેન્દ્રીય પ્રધાન ગડકરીએ કોંગ્રેસને કાયદાકીય નોટિસ મોકલ્યાના 24 કલાકની અંદર પોસ્ટ ડિલીટ કહ્યું છે અને ત્રણ દિવસમાં લેખિત માફી માંગવા પણ કહ્યું છે. ગડકરીએ કહ્યું કે તે કોંગ્રેસના નેતાઓનો હેતુ તેમનું અપમાન હતો, તેમજ ભારતીય જનતા પાર્ટીના સભ્યોમાં વૈચારિક તિરાડ પાડવા અને ઉશ્કેરવાના હેતુથી આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો. આ ક્લિપને કારણે તેમની પ્રતિષ્ઠા અને વિશ્વસનીયતાને નુકસાન થયું છે.

નોટિસમાં કહેવામાં આવ્યું છે કે “માઇક્રોબ્લોગિંગ સાઇટ X પર ઇન્ટરવ્યુના વિડીયોને તોડી મરોડીને રજુ કરવામાં આવ્યો છે, વિડીયોને યોગ્ય સંદર્ભ વગર અને સંબંધિત અર્થ વગર રજૂ કરવામાં આવ્યો છે.”

NITIN GADKARI  : શું કહ્યું હતું નીતિન ગડકરીએ ?



NITIN GADKARI  : કોંગ્રેસ દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવેલા વીડિયોમાં ગડકરીને કહેતા સાંભળી શકાય છે કે, “ગામડા, ગરીબ, મજૂર અને ખેડૂતો દુઃખી છે… ગામડાઓમાં સારા રસ્તા નથી, પીવા માટે પાણી નથી, સારી હોસ્પિટલ નથી, કોઈ સારી શાળાઓ નથી.

કોંગ્રેસે હજુ સુધી નીતિન ગડકરીની લીગલ નોટિસનો કોઈ જવાબ આપ્યો નથી.

लेटेस्ट खबरो के लिए  यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે