NITIN GADKARI : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કથિત ભ્રામક અને અધૂરો વીડિયો શેયર કરવાને લઈ કોંગ્રેસ પાર્ટીને લીગલ નોટિસ મોકલી છે. નોટિસમાં ગડકરીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને પાર્ટીના મહાસચિવ જયરામ રમેશને માફી માગવા કહ્યું છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ પાર્ટી તરફથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેયર કરવામાં આવેલો વીડિયો આખો નથી અને તેની સાથે છેડછાડ કરવામાં આવી છે.
NITIN GADKARI : કોંગ્રેસ કયો વિડીઓ કર્યો હતો અપલોડ
NITIN GADKARI “ ગઈ કાલે કોંગ્રેસે કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરી(Nitin Gadkari) એ એક યુટ્યુબ ચેનલને આપેલા ઈન્ટરવ્યુંનો એક ભાગ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જેમાં તેઓ ભારતમાં ગરીબો, ખેડૂતો, શ્રમિકો અને આદિવાસીઓ દુઃખી હોવાનું કહી રહ્યા છે.
આ વિડીયો વાયરલ થયા બાદ નીતિન ગડકરી અને ભાજપ વચ્ચે અણબનાવ હોવાની ચર્ચા શરુ થઇ હતી. પરંતુ આ વિડીયો અંગે નીતિન ગડકરીએ સ્પષ્ટતા કરી કોંગ્રેસના દાવાને નકારી કાઢયા છે, સાથે તેમણે કોંગ્રેસ નેતાઓને કાયદાકીય નોટીસ મોકલી છે.

નીતિન ગડકરીએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પાર્ટીના મહાસચિવ જયરામ રમેશને ઇન્ટરવ્યુના એક ભાગને અયોગ્ય રીતે રજુ કરવા કરવા બદલ કાયદાકીય નોટિસ મોકલી છે. ગડકરીએ જણાવ્યું હતું કે કોંગ્રેસે સંબંધિત અર્થ અને હેતુ છુપાવીને તેમના ઇન્ટરવ્યુની 19-સેકન્ડની ઑડિયો અને વિઝ્યુઅલ ક્લિપિંગ પોસ્ટ કરી હતી.

કેન્દ્રીય પ્રધાન ગડકરીએ કોંગ્રેસને કાયદાકીય નોટિસ મોકલ્યાના 24 કલાકની અંદર પોસ્ટ ડિલીટ કહ્યું છે અને ત્રણ દિવસમાં લેખિત માફી માંગવા પણ કહ્યું છે. ગડકરીએ કહ્યું કે તે કોંગ્રેસના નેતાઓનો હેતુ તેમનું અપમાન હતો, તેમજ ભારતીય જનતા પાર્ટીના સભ્યોમાં વૈચારિક તિરાડ પાડવા અને ઉશ્કેરવાના હેતુથી આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો. આ ક્લિપને કારણે તેમની પ્રતિષ્ઠા અને વિશ્વસનીયતાને નુકસાન થયું છે.
નોટિસમાં કહેવામાં આવ્યું છે કે “માઇક્રોબ્લોગિંગ સાઇટ X પર ઇન્ટરવ્યુના વિડીયોને તોડી મરોડીને રજુ કરવામાં આવ્યો છે, વિડીયોને યોગ્ય સંદર્ભ વગર અને સંબંધિત અર્થ વગર રજૂ કરવામાં આવ્યો છે.”
NITIN GADKARI : શું કહ્યું હતું નીતિન ગડકરીએ ?
NITIN GADKARI : કોંગ્રેસ દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવેલા વીડિયોમાં ગડકરીને કહેતા સાંભળી શકાય છે કે, “ગામડા, ગરીબ, મજૂર અને ખેડૂતો દુઃખી છે… ગામડાઓમાં સારા રસ્તા નથી, પીવા માટે પાણી નથી, સારી હોસ્પિટલ નથી, કોઈ સારી શાળાઓ નથી.
કોંગ્રેસે હજુ સુધી નીતિન ગડકરીની લીગલ નોટિસનો કોઈ જવાબ આપ્યો નથી.
लेटेस्ट खबरो के लिए यहाँ क्लिक करे
यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे
पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने
दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे