નિઠારી કેસ : તપાસમાં જ મોટી ભૂલ ? CBI પુરાવા રજૂ ન કરી શકી

1
77
નિઠારી કેસ : તપાસમાં જ મોટી ભૂલ ? CBI પુરાવા રજૂ ન કરી શકી
નિઠારી કેસ : તપાસમાં જ મોટી ભૂલ ? CBI પુરાવા રજૂ ન કરી શકી

દેશભરમાં હાલ નિઠારી કેસ અને ચર્ચા થઇ રહી છે . અલ્હાબાદ હાઈકોર્ટે સુરેન્દ્ર કોહલી અને મોનિન્દર સિંહ પંઢેરને નિર્દોષ જાહેર કરી ચુકી છે . જયારે CBI કોર્ટે મૃત્યુ દંડની સજા ફટકારી હતી. કોર્ટે કહ્યું કે પોલીસ આ બંને વિરુદ્ધ આરોપ સાબિત કરી શકી નથી. અને નિષ્ફળ રહી છે. CBI એ નિઠારી ઘટનાના બની તેના લગભગ 12 દિવસ પછી તપાસ શરું કરી હતી પરંતુ દરેક જગ્યાએ બેદરકારી દાખવવામાં આવી હતી. સુરેન્દ્ર કોળી પર માંસ ખાવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. અને D-5ની અંદર થયેલી હત્યાના પુરાવાથી લઈને CBI કોર્ટેમાં કોઈ પુરાવા રજૂ કરી શકી ન હતી. ન તો માનવ અવયવોની હેરાફેરી સાથે આ બાબતની તપાસ પૂરી કરવામાં આવી છે. અલ્હાબાદ હાઈકોર્ટે બંને આરોપીઓને રાહત આપી છે અને સીબીઆઈને સવાલો કરીને જવાબ માંગ્ય હતા. આપને જણાવી દઈએ કે 29 ડિસેમ્બર 2006 ના રોજ નોઇડા પોલીસે નિઠારી ઘટનાનો પર્દાફાશ કર્યો હતો. ત્યાર પછી આ ઘટનાની તપાસ CBIને સોપવામાં આવી હતી. અલ્હાબાદ હાઈકોર્ટે ચુકાદામાં કહ્યું કે D-5ની અંદર કોઈ હત્યા થઇ હોય તેવા કોઈ જ પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી. આ ઉપરાંત એક સાથે વધારે હત્યાઓ થઇ હોય તો લોહીના ડાઘ ચોક્કસથી મળવા જોઈએ જે સીબીઆઈએ લોહીના નમુના લેવામાં બેદરકારી દાખવી હતી. અથવા તો નિઠારી કેસમાં હત્યા થઇ ન હોય તેવું પણ જણાઈ આવે છે.

1 65

સીબીઆઈની ટીમ પર અનેક જગ્યાએ તપાસના સવાલો ઉભા થયા હતા. જેમકે મહિલા અને બાલ વિકાસ મંત્રાલયે નિઠારી ઘટનામાં માનવ અંગોના વેપારના તર્કથી તપાસની ભલામણ કરાઈ હતી. પરંતુ તપાસ એજન્સી સંપૂર્ણ રીતે તેના પુરાવા એકત્રિત કરવામાં નિષ્ફળ રહી છે. આપને જણાવી દઈએ કે સીબીઆઈ પાસે અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં જવાનો માર્ગ ખુલ્લો છે.

આપને જણાવી દઈએ કે સીબીઆઇની ટીમે સંજોગોવશાત પુરાવા સિવાય વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે કામ કરવાનો દાવો કર્યો હતો પરંતુ તપાસ એજન્સી તમામ દાવાઓ પર પાણી ફરી વળ્યું છે . સીબીઆઈ કોર્ટ સમક્ષ છેલી તપાસ, લોહીના નમુના , ફોરેન્સિક તપાસ, DNAનો રીપોર્ટ અને કપડાથી લઈને નજરે જોનાર સાક્ષીઓના કોઈજ પુરાવા અજુ કાર્ય ન હતા .

1 COMMENT

Comments are closed.