અમૃતસર સાહિબથી શરૂ થયું પંજાબને નશામુક્ત કરવાનું અભિયાન

1
52
અમૃતસર સાહિબથી શરૂ થયું પંજાબને નશામુક્ત કરવાનું અભિયાન
અમૃતસર સાહિબથી શરૂ થયું પંજાબને નશામુક્ત કરવાનું અભિયાન

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પંજાબને નશામુક્ત કરવાના અભિયાનનો પ્રારંભ કરાવ્યો. અમૃતસર સાહિબમાં લગભગ 35000 જેટલા બાળકો સાથે પંજાબને નશામુક્ત કરવાનો સંકલ્પ અને પ્રાર્થના કરવામાં આવી. મુખ્યમંત્રીએ આ બાબતે સોશિઅલ મીડિયા પર જાણકારી પણ આપી હતી. પંજાબના નશામુક્ત અભિયાનને વેગ આપવા માટે અને નશા મુક્ત સમાજનું નિર્માણ કરવા માટે સમાજની ભાગીદારી ખુબ જરૂરી છે અને સમાજના સાથ વિના તે શક્ય નથી . અમૃતસર સાહિબ ખાતે સચખંડ શ્રી હરમંદિર સાહિબમાં 35000 બાળકો સાથે પ્રાર્થના કરવામાં આવી અને ત્યાર બાદ પ્રતિજ્ઞા કરવામાં આવી કે સમગ્ર પંજાબને નશામુક્ત કરીને આવનારા ભવિષ્યમાં પંજાબના યુવાનો દેશ અને દુનિયામાં પંજાબના વિકાસ અને પ્રગતિ માટે પ્રયત્નશીલ રહેશે . પંજાબમાં નશાનો કાળો કારોબાર ફૂલ્યોફળ્યો છે અને કેટકેટલાય નવયુવાનો આ નશાના કારોબાર અને માદક દ્વાવ્યોનું સેવન કરીને જીંદગી બરબાદ કરી નાખી નાખી છે. હેરોઈન, ડ્રગ,જેવી ચીજ વસ્તુઓ વેચવાનું પંજાબમાં એક પણ શહેર કે નગર બાકી નથી રહ્યું. દેશની સરકારોએ પણ નશાના કાળાકારોબાર અને હેરાફેરી કરતા અસામાજિક તત્વો સામે પંજાબ સરકારને શક્ય તેટલી મદદ પહોંચાડી રહી છે . પંજાબની સરહદે સીમા સુરક્ષા દળો અને પંજાબ પોલીસ હમેશા સંયુક્ત ઓપરેશન કરીને નશાનો વેપલો પાડોશી દેશ પાકિસ્તાન તરફથી જયારે થઇ રહ્યો હોય તેને નાકામ કરી રહ્યા છે. પંજાબમાં સરહદ પરથી હેરોઈનના પેકેટ સતત ડ્રોન મારફતે મોકલવાના સાહસ પણ પાડોશી દેશના સેનાએ અને પોલીસે નિષ્ફળ બનાવ્યા છે અને આ પ્રકારની અનેક ઘટનાઓ પણ સામે આવતી હોય છે ત્યારે પંજાબને સંપૂર્ણ રીતે નશામુક્ત કરવાનું અભિયાન ભગવંત માન સરકારે અમૃતસર સાહિબથી શરુ કર્યું છે.

આપને જણાવી દઈએ કે તાજેતરમાં પંજાબની નશાના કારોબાર અને યુવાનોની બરબાદી સામે સુપ્રીમ કોર્ટે પણ નારાજગી વ્યક્ત કરી હતી. અને રાજ્યની આમ આદમી પાર્ટીની સરકારને પણ સવાલો કાર્ય હતા. આ સાથે જ સુપ્રીમે પંજાબ સરકારને નકલી દારૂના વેચાણને રોકવા ઉઠાવવામાં આવેલા પગલાની વિગતો પણ રજૂ કરવા અને સોગંધનામું દાખલ કરવાની તે સમયે સુચના આપી હતી. તે સમયે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જો પંજાબમાં નશાની સમસ્યા પર કાબુ મેળવવામાં નહિ આવે તો યુવાધન બરબાદ થઇ જશે .

સીએમ ભગવંત માને panjabને નશા મુક્ત બનાવવાનો નિર્ણય કરીને અમૃતસરથી પંજાબને નશામુક્ત બનાવવાનું અભિયાન આજથી એટલેકે બુધવારથી શરુ કર્યું છે જે સમગ્ર રાજ્યમાં અલગ લગ આયોજનો કરીને સફળ બનાવશે .

1 COMMENT

Comments are closed.