NITA AMBANI : ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) એ ફરી એકવાર રિલાયન્સ ફાઉન્ડેશનની સંસ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમને એકવાર IOCના સભ્ય તરીકે સર્વસંમતિથી ચૂંટાયા છે. તેમની તરફેણમાં કુલ 93 મત પડ્યા હતા. નીતા અંબાણી 2016 માં રિયો ડી જાનેરો ઓલિમ્પિક ગેમ્સમાં પ્રથમ વખત IOC સભ્ય તરીકે ચૂંટાયા હતા.

NITA AMBANI : રિલાયન્સ ફાઉન્ડેશનની ફાઉન્ડર અને ચેરપર્સન નીતા અંબાણીએ આ તકે કહ્યું કે, “હું આઈઓસીના સભ્ય તરીકે ફરી ચૂંટતા ખૂબ જ ગર્વ અનુભવી રહી છું. હું પ્રેસિડેન્ટ બેચ અને આઈઓસીમાં પોતાની તમામ સહિયોગીઓને મારા પર વિશ્વાસ અને ભરોસા માટે ધન્યવાદ આપવા માંગુ છું.
NITA AMBANI : આઈઓસીની બીજી વાર સભ્ય તરીકે પસંદ થવુ ન માત્ર વ્યક્તિગત રીતે મારા માટે મોટી સિદ્ધિ છે, પરંતુ વૈશ્વિક રમત ક્ષેત્રે ભારતના વધતા પ્રભાવને પણ દર્શાવે છે. હું દરેક ભારતીય સાથે ખુશી અને ગર્વની આ ક્ષણને શેર કરવા માંગુ છું અને ભારત તેમજ દુનિયાભરમાં ઓલિમ્પિક આંદોલનને મજબૂત બનાવવા માટે તત્પર છું.
NITA AMBANI : નીતા અંબાણીએ IOCમાં આપ્યું મહત્વનું યોગદાન

જણાવી દઈએ કે, નીતા અંબાણીના નેતૃત્વમાં 40 વર્ષની રાહ જોયા પછી આઈઓસીની વાર્ષિક બેઠકની યજમાની મળી હતી. વર્ષ 2023માં મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટરમાં તેનું સફળ આયોજન કરવામાં આવ્યું હતુ. નીતા અંબાણીની લીડરશિપમાં જ પહેલીવાર ઓલમ્પિકમાં ઇન્ડિયા હાઉસ બનાવવામાં આવ્યું છે. જે પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓ, સમર્થકો તેમજ દર્શકો માટે ભારતથી દૂર એક ઘરની જેમ છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો