Home Breaking News NILESH KUMBHANI : લોકસભાની ઉમેદવારી રદ્દ બાદ કુંભાણીને કોંગ્રેસમાંથી પણ કરાયા સસ્પેન્ડ

NILESH KUMBHANI : લોકસભાની ઉમેદવારી રદ્દ બાદ કુંભાણીને કોંગ્રેસમાંથી પણ કરાયા સસ્પેન્ડ

0
834
NILESH KUMBHANI
NILESH KUMBHANI

NILESH KUMBHANI : લોકસભાની ચૂંટણી થાય તે પહેલા જ ભાજપે સુરતની બેઠક પર જીત મેળવી લીધી છે. ચૂંટણી અધિકારીએ સુરત લોકસભા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કર્યુ હતુ. જે બાદથી જ નિલેશ કુંભાણી ક્યાંક ખોવાયા છે. જોકે, હવે કોંગ્રેસે નિલેશ કુંભાણીને છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આજે શિસ્ત સમિતિની બેઠકમાં વિસ્તૃત ચર્ચાના અંતે નિલેશ કુંભાણીને છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

NILESH KUMBHANI

NILESH KUMBHANI :   કોંગ્રેસ પાર્ટીએ 6 વર્ષ માટે હકાલપટ્ટી કરી

21 એપ્રિલના રોજ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું. પાંચમાં દિવસે કોંગ્રેસ દ્વારા નિલેશ કુંભાણી પર આકરા પગલા લેવામાં આવ્યા છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિની શિસ્ત સમિતિની બેઠકમાં વિસ્તૃત ચર્ચાના અંતે હકીકતોને ધ્યાને લઈને કુંભાણીને છ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જોકે બીજી બાજુ સુરતમાં લોકસભાના ઉમેદવાર એવા નિલેશ કુંભાણીનું ફોર્મ ભરાતા જ રદ થતા ચારેકોરથી આપ અને કોંગ્રેસ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. બે દિવસ પહેલા નિલેશ કુંભાણીના ઘરની બહાર ગદ્દાર અને લોકશાહીના હત્યારા જેવા બેનર લગાવ્યા હતા. જે બાદ આજે કોંગ્રેસ દ્વાર સિટી બસ અને રિક્ષાઓ પર ‘દલાલનો દલાલ લોકશાહીનો હત્યારો’ લખાણ વાળા પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા.

NILESH KUMBHANI

NILESH KUMBHANI : રવિવારે કુંભાણીનું ફોર્મ ત્યારે રદ કરી દેવામાં આવ્યું હતું જયારે તેમના ત્રણ સમર્થકોએ એફિડેવિટ દાખલ કરી હતી કે તેઓએ ઉમેદવારી ફોર્મ પર સહી કરી નથી. આ પછી કુંભાણી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને તેમના પરિવાર કે પક્ષના સભ્યોના સંપર્કમાં પણ નથી. તેમના પરિવારના સભ્યો બુધવારે ઘરે પરત ફર્યા અને મીડિયાકર્મીઓને જણાવ્યું કે કુંભાણી તેમના સંપર્કમાં નથી. પરિવારના સભ્યોએ દાવો કર્યો હતો કે તેઓ પાર્ટીના નેતાઓ સાથે આ મુદ્દે ચર્ચા કરવા અમદાવાદ ગયા હતા.

NILESH KUMBHANI

NILESH KUMBHANI :  શહેરના કોંગ્રેસ નેતૃત્વએ દાવો કર્યો હતો કે કુંભાણી તેમના સંપર્કમાં નથી અને તેમના ઇરાદા વિશે કોઈ સંદેશ મોકલ્યો નથી. પાર્ટીએ અગાઉ કુંભાણીને ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાની યોજના બનાવી હતી પરંતુ તે અંડરગ્રાઉન્ડ હોવાને કારણે આ યોજના કામ કરી શકી ન હતી. અગાઉ જયારે નિલેશ કુંભાણીની ભાજપમાં જોડાવાની ચર્ચાઓ વચ્ચે તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો ત્યારે તેમના ઘરે તાળું જોવા મળ્યું હતું. 

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે