NIA કરશે પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસાની તપાસ

    0
    148

    રામનવમીના અવસર પર પશ્ચિમ બંગાળના અલગ-અલગ જિલ્લામાં થયેલી હિંસા અંગે કલકત્તા હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે હવે હાવડા અને દાલકોલા સહિત વિવિધ શહેરોમાં હિંસાની ઘટનાઓની તપાસ આતંકવાદ વિરોધી એજન્સી NIAને સોંપી દીધી છે.ઉલ્લેખનીય છે કે, રામ નવમી દરમિયાન સમગ્ર બંગાળમાં હિંસા ફાટી નીકળી હતી. અહીં અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી, જ્યારે પથ્થરમારો અને અનેક દુકાનોમાં તોડફોડના અહેવાલો પણ પ્રાપ્ત થયા હતા. આ સિવાય ઘણી જગ્યાએ અલગ-અલગ રાજકીય પક્ષોના લોકો વચ્ચે ઘર્ષણના કિસ્સા પણ નોંધાયા છે.જોતા રહો વીઆર લાઈવ વધુ અપડેટ માટે જુઓ યુટ્યુબ ચેનલ