HomeGujaratNew year 2024 :  નવા વર્ષની ઉજવણીમાં ધ્યાન રાખજો ! પોલીસ સતર્ક...

New year 2024 :  નવા વર્ષની ઉજવણીમાં ધ્યાન રાખજો ! પોલીસ સતર્ક જ છે  !!

New year 2024 :  ગુજરાતીઓને કારતક મહિનાનો પહેલા દિવસ હોય કે જાન્યુઆરીનો પહેલો દિવસ નવું વર્ષ ઉજવવાનો હરખ અલગ જ લેવલ પર હોય છે. ત્યારે અમદાવાદમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસે એક્શન પ્લાન બનાવ્યો છે. જેમાં શહેરની તમામ પોલીસને જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં 31મી ડિસેમ્બર સુધી બ્રેથ એનાલાઇઝરની મદદથી વિવિધ ટીમ રાતના સમયે ડ્રીંક એન્ડ ડ્રાઇવની તપાસ કરશે.

new 2 year 1

નવા વર્ષની ઉજવણીને લઇને અમદાવાદ પોલીસે બંદોબસ્તને લઇને એક્શન પ્લાન  તૈયાર કર્યો છે. જેમાં  31મી ડિસેમ્બરની સાંજથી મોડી રાતના ત્રણ વાગ્યા સુધી શહેરની તમામ પોલીસને બંદોબસ્તમાં રખાશે. જેમાં શહેરમાં 25 થી વધુ પાર્ટી પ્લોટ અને ક્લબોમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવનાર છે.  જ્યાં સીસીવીટી કેમેરા, પાર્કિંગ અને  સુરક્ષાની પુરતી વ્યવસ્થા કરવા માટે સુચના આપવામાં આવી છે. આ સાથે  ત્યારે કાંકરિયા કાનવલમાં  ત્રણ શિફ્ટમાં પોલીસ અધિકારીઓ અને સ્ટાફ બંદોબસ્તમાં છે. 

new 2 year 1 cele 1

New year 2024ની ઉજવણીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

New year 2024 : શહેરમાં  ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે એક જેસીપી, બે ડીસીપી, એક એસીપી, બે પીઆઇ, બે પીએસઆઇ સહિત 350  ટ્રાફિક જવાનોને જવાબદારી સોંપવામાં આવી છે.  આ ઉપરાંત નવા વર્ષની ઉજવણીમાં શહેરીજનો રાતના 11:55  થી 12:30 સુધી જ ફટાકડા ફોડી શકશે. જેમાં જાહેર માર્ગો અને સાઇલેન્ટ ઝોનમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકાયો છે.

police 5 5

New year 2024 : આ રોડ ઉપર પોલીસની છે બાજ નજર

New year 2024 :  શહેરમાં નવા વર્ષની ઉજવણી અને કાંકરિયા કાનવલને લઇને પોલીસ એલર્ટ થઇ ગઇ છે.  સ્થળ પર ત્રણ કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યા છે. ઉપરાંત બે બૉમ્બ સ્કોડ અને ડોગ સ્કોડની ટીમ હાજર રહેશે.  સીસીટીવી પર સતત મોનીટરીંગ કરવામા આવશે. તેમજ નવા વર્ષની ઉજવણીમાં  મોટી ઘટના ન બને તે માટે સીજીરોડ, સિંધુભવન રોડ, એસજી હાઇવે પર શી ટીમ અને પોલીસ રાત્રીના સમયે ખડેપગે રહેશે. 

sindhubhavan rode new 1

New year 2024  :  બીજી તરફ ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ તેમજ દારૂને લઈને પોલીસ દ્વારા 24 ડિસેમ્બર થી 1 જાન્યુઆરી સુધી વિશેષ ડ્રાઇવ યોજવામાં આવી છે.  જેમા અમદાવાદ પોલીસે જુદા જુદા વિસ્તારમા ચેકીગ કરીને 89  લોકોને  ઝડપીને પ્રોહીબીશનના ગુના નોંધ્યા છે. 

તમે આ પણ વાંચી શકો છો

કબુતરબાજી : મહેસાણાના કિરણ પટેલના નામની ચર્ચાએ જોર પકડ્યું

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments