કબુતરબાજી : મહેસાણાના કિરણ પટેલના નામની ચર્ચાએ જોર પકડ્યું

0
144
કબુતરબાજી : મહેસાણાના કિરણ પટેલના નામની ચર્ચાએ જોર પકડ્યું
કબુતરબાજીમાં મહેસાણાના કિરણ પટેલના નામની ચર્ચાએ જોર પકડ્યું

કબુતરબાજી : મહેસાણાના કિરણ પટેલના નામની ચર્ચા દિલ્હીના શશી રેડ્ડી સાથે મહેસાણા કિરણ પટેલનું નામ સામે આવી રહ્યું છે મળતી માહિતી અને સૂત્રનું માનીએ તો કિરણ પટેલ મહેસાણા તાલુકાના સાલડી ગામનો રહેવાસી સાલડી ગામમાં ભૂતકાળમાં ઉચ્ચ હોદ્દા પર રહેલો છે . આ વ્યક્તિ એક શિક્ષણ સંસ્થા સાથે જોડાયેલો હતો.

આપને જણાવી દઈએ કે  300થી વધુ પ્રવાસીઓ ભરીને મધ્ય અમેરિકા (Central America) જઈ રહેલા વ્યકિતગત કામે ભાડે લેવાયેલા વિમાનમાં 100 જેટલાં ગુજરાતી (Gujarati) ઓ હોવાની વાત સામે આવ્યા બાદમહેસાણા જિલ્લા (Mahesana District) માં રહેતા કિરણ પટેલ અને તેના સાથીદાર શશીનું નામ હાલ એજન્ટ બજારમાં જોરશોરથી ચર્ચાઈ રહ્યું છે.

કબુતરબાજી : ફ્રાંસમાં વિમાન અટકાવાયું હતું

ફ્રાંસમાં વિમાન અટકાવાયું હતું રોમાનિયન ચાર્ટર લિજેન્ડ એરલાઈન્સના વિમાન A 340 એ ઈંધણ પૂરાવવા માટે ફ્રાંસ (France) ના વેટરી એરપોર્ટ (Paris) પર ઉતરાણ કર્યું હતું.આ સમયે ગુપ્ત બાતમીના આધારે વિમાનને અટકાવાયું હતું. ઓથોરિટીને બાતમી મળી હતી કે, વિમાનમાં લઈ જવાતા પ્રવાસીઓની માનવ તસ્કરી થઈ રહી છે. આ વિમાન સંયુક્ત આરબ અમિરાત (UAE) થી આવ્યું હતું અને મધ્ય અમેરિકાના નિકારાગુઆ જઈ રહ્યું હતું. આ વિમાનમાં 303 પ્રવાસી હતા. દેશના એન્ટી-ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ યુનિટ “જુનાલ્કો’એ આ કેસની તપાસ હાથ ધરી છે.

આ કેસ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ વિમાનમાં પ્રવાસ કરી રહેલા ભારતીયો અમેરિકા અથવા કેનેડામાં ગેરકાયદે પ્રવેશ મેળવવા માટે મધ્ય અમેરિકાના દેશમાં જઈ રહ્યા હોવાનું માનવામાં આવે છે. મહેસાણાના કિરણ પટેલનું નામ સામે આવ્યું પ્રાપ્ત માહિતી અનુસાર 300થી વધુ પ્રવાસી ભરેલા વિમાનમાં 70 ટકા ભારતીય સામેલ છે.

જેમાં 20 ગુજરાતીઓ હોવાની વાતો સામે આવી રહી છે. છેલ્લાં અઢી એક વર્ષથી કબૂતરબાજીના ધંધામાં સક્રિય બનેલા કિરણ પટેલ નામના એજન્ટનું નામ હાલ સામે આવી રહ્યું છે. કિરણ શશી રેડ્ડી ઉર્ફે શશી હૈદરાબાદી સાથે મળીને અગાઉ પણ ઢગલાબંધ વિદેશ વાંચ્છુઓને અમેરિકા વાયા મેક્સિકો (Mexico) મોકલી ચૂક્યો છે.

કહેવાય છે કે, ચાર આંકડામાં એજન્ટ ટોળકીએ પેસેન્જરોને ગેરકાયદેસર રીતે અમેરિકામાં પહોંચાડ્યા છે. કબૂતરબાજીના આ કૌભાંડમાં ગુજરાત (Gujarat) સિવાય અન્ય રાજ્યોના એજન્ટો પણ સામેલ હોવાની માહિતી સામે આવી રહી છે. કિરણ પટેલ મહેસાણા તાલુકાના સાલડી ગામનો રહેવાસી પ્રાપ્ત માહિતી મુજબ કબુતરબાજીમાં મહેસાણાના કિરણ પટેલના નામની ચર્ચા શરું થતાં મહેસાણા જિલ્લામાં ઉત્તેજના જોવા મળી રહી છે.

કબુતરબાજી : મહેસાણાના કિરણ પટેલનું નામ દિલ્હીના શશી રેડ્ડી સાથે સંકળાયેલું હોવાની ચર્ચા

મહેસાણાના કિરણ પટેલનું નામ દિલ્હીના શશી રેડ્ડી સાથે સંકળાયેલું હોવાનું મનાઇ રહ્યું છે. સુત્રોએ કહ્યું કે કિરણ પટેલ મહેસાણા તાલુકાના સાલડી ગામનો રહેવાસી છે અને તે ભૂતકાળમાં સાલડી ગામમાં ઉચ્ચ હોદ્દા પર પણ રહેલો છે. કિરણ પટેલ એક શિક્ષણ સંસ્થા સાથે પણ જોડાયેલો હતો. માનવ તસ્કરીના આરોપમાં છેલ્લા ચાર દિવસથી ફ્રાંસની રાજધાની પેરિસ નજીકના એરપોર્ટ પર ફસાયેલી એક ફ્લાઈટ ભારતમાં લેન્ડ થઈ છે.

276 મુસાફરોને લઈને એક રોમાનિયન વિમાન મંગળવારે મુંબઈમાં ઉતર્યું હતું, જેને ફ્રેન્ચ અધિકારીઓ દ્વારા ‘માનવ તસ્કરી’ની શંકાના આધારે ફ્રેન્ચ અધિકારીઓ દ્વારા અટકાયતમાં લેવામાં આવ્યા હતા. પ્લેનમાં મોટાભાગના મુસાફરો ભારતીય છે. સંયુક્ત આરબ અમીરાતમાં દુબઈથી નિકારાગુઆ જતી ફ્લાઇટને ગુરુવારે પેરિસથી 150 કિમી પૂર્વમાં વિટ્રી એરપોર્ટ પર ‘માનવ તસ્કરી’ની શંકાના આધારે 303 મુસાફરોને લઈને અટકાવવામાં આવી હતી.

મહત્વનું છે કે આ પ્રવાસીઓમાં 90થી વધુ વ્યક્તિઓ ગુજરાતના પણ હતા. જે પૈકી મોટાભાગના પરત ફર્યા છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર 90થી વધુ પ્રવાસીઓ મહેસાણા જિલ્લાના હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જેમાં મહેસાણાના વડસ્મા, આખજ ગામના વતનીઓ છે. ફ્રેન્ચ સત્તાવાળાઓએ રવિવારે રોમાનિયન કંપની લિજેન્ડ એરલાઇન્સ દ્વારા સંચાલિત A340 એરક્રાફ્ટને તેની મુસાફરી ફરી શરૂ કરવાની મંજૂરી આપી હતી.

1

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જે પ્લેન ફ્રાન્સથી મુંબઈ આવ્યું છે, તેમાં 276 મુસાફરો સવાર છે. ઉપરાંત, બે સગીર સહિત 25 લોકોએ ફ્રાન્સમાં આશ્રય માટે અરજી કરી છે અને તેઓ હાલમાં ફ્રાન્સમાં છે. એવું જાણવા મળ્યું હતું કે અન્ય બે મુસાફરોને આજે ન્યાયાધીશ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. આશ્રય અરજીઓની તપાસ રોઈસી-ચાર્લ્સ ડી ગોલ એરપોર્ટ પર કરવામાં આવશે.

276 મુસાફરો મુંબઈ આવ્યા હતા 276 મુસાફરો (મોટાભાગે ભારતીયો)ને લઈને જતી ફ્લાઈટ 4 દિવસ સુધી અટવાઈ રહીને આખરે મુંબઈ પહોંચી ગઈ છે. રોમાનિયન કંપનીનું આ વિમાન સોમવારે સ્થાનિક સમય અનુસાર બપોરે 2.30 કલાકે વેટ્રી એરપોર્ટથી રવાના થયું હતું અને આજે વહેલી સવારે 4 વાગ્યે મુંબઈ પહોંચ્યું હતું. રિપોર્ટ અનુસાર, આ પ્લેનમાં હાજર મોટાભાગના મુસાફરો હિન્દી અને તમિલ ભાષા બોલતા હતા.

ફ્રાંસમાં ફસાયેલા વિમાનમાં કુલ 303 મુસાફરો હતા, પરંતુ મુંબઈ જતી ફ્લાઈટમાં મુસાફરોની યાદીમાં માત્ર 276 મુસાફરો હતા. પ્લેનના ટેકઓફમાં કેમ મોડું થયું? વાસ્તવમાં, પહેલું વિમાન સોમવારે સવારે લગભગ 10 વાગ્યે ટેકઓફ કરે તેવી અપેક્ષા હતી. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક મુસાફરો તેમના વતન પરત ફરવા માંગતા ન હતા, જેના કારણે પ્લેનનું પ્રસ્થાન મોડું થયું હતું.

2

રવિવારે એરપોર્ટને કામચલાઉ કોર્ટ સંકુલમાં ફેરવવામાં આવ્યું હતું અને ચાર ફ્રેન્ચ ન્યાયાધીશોએ અટકાયતમાં લેવાયેલા મુસાફરોની પૂછપરછ કરી હતી. ‘માનવ તસ્કરી’ની શંકાના આધારે પેરિસના ફરિયાદીની કચેરી દ્વારા શરૂ કરવામાં આવેલી તપાસના ભાગરૂપે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ફ્રેન્ચ મીડિયા અનુસાર, કેટલાક મુસાફરો હિન્દીમાં અને કેટલાક તમિલમાં બોલ્યા. વિમાનને પ્રસ્થાન માટે અધિકૃત કર્યા પછી, ફ્રેન્ચ ન્યાયાધીશોએ રવિવારે પ્રક્રિયામાં અનિયમિતતાને કારણે સુનાવણી રદ કરવાનો નિર્ણય કર્યો.

પ્લેનમાં 1 બાળક અને 11 સગીર છે મુસાફરોમાં 21 મહિનાનું બાળક અને 11 સગીર સગીરોનો સમાવેશ થાય છે. સોમવારે પ્લેનના બે મુસાફરોની પોલીસ કસ્ટડીની શરતો હટાવી લેવામાં આવી હતી. ગેરકાયદેસર ઇમિગ્રેશન રિંગમાં ભૂમિકા ભજવવાની શંકાના આધારે શુક્રવારે બંને શખ્સોની અટકાયત કરવામાં આવી હતી. શનિવારે તેની કસ્ટડી 48 કલાક માટે લંબાવવામાં આવી હતી. સરકારી વકીલના કાર્યાલયે જણાવ્યું હતું કે ન્યાયિક તપાસ શરૂ કરવામાં આવી છે. એરલાઈનના વકીલે દાણચોરીમાં કોઈ સંડોવણી હોવાનો ઈન્કાર કર્યો હતો. ફ્રાન્સમાં માનવ તસ્કરી માટે 20 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે.


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.