New Rules: ગુજરાતમાં જન્મ-મરણના દાખલામાં નામ સુધારાના નવા નિયમો જાહેર

0
297
New Rules
New Rules

New Rules: ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે જન્મ અને મરણના દાખલામાં નામ સુધારા અંગે નવી એડવાઇઝરી જાહેર કરી છે. જિલ્લાઓ અને મ્યુનિસિપલ ક્ષેત્રોમાં પેદા થતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને મુખ્ય રજિસ્ટ્રારે 26 નવેમ્બરે જાહેર કરેલા આ નવા નિયમો સિંગલ પેરન્ટ્સ, છૂટાછેડા લીધેલા દંપતીઓ, અલગ અટક રાખવા માંગતા અરજદારો સહિત અનેક માટે રાહતરૂપ બનશે.

New Rules:

New Rules: છૂટાછેડા બાદ માતાનું નામ રાખવાની મંજૂરી

જો કોર્ટના આદેશ મુજબ બાળકની કસ્ટડી માતા પાસે હોય, તો બાળકના નામની પાછળ માતાનું નામ અને માતાની અટક લખવામાં હવે મંજૂરી મળશે.

જન્મ પ્રમાણપત્રમાં પિતાનું નામ ફરજિયાત જ રહેશે

એડવાઇઝરીમાં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે “પિતાના નામ”ની કોલમમાંથી જૈવિક પિતાનું નામ દૂર કરી શકાશે નહીં. આ એન્ટ્રી ફરજિયાત ગણાશે.

New Rules: બન્ને માતા-પિતા સાથે રહેતાં હોય ત્યારે પણ છૂટ

જો દંપતી છૂટાછેડા લીધેલા ન હોય છતાં, તેઓ ઇચ્છે તો બાળકના નામની પાછળ પિતાના બદલે માતાનું નામ અને માતાની અટક રાખી શકે છે.

અટક અથવા મિડલ નેમ દૂર કરવાની છૂટ

New Rules:

નવા નિયમો મુજબ બાળકના નામ પાછળ મિડલ નેમ (પિતાનું નામ) અને લાસ્ટ નેમ (અટક) લખાવવું વૈકલ્પિક છે. એટલે કે દાખલામાં માત્ર ‘બાળકનું નામ’ રાખવું શક્ય બન્યું છે.

નામનો ક્રમ બદલી શકાય

હવે અરજદારના વિનંતી પર ‘અટક – બાળકનું નામ – પિતાનું નામ’ એવો ક્રમ રાખવામાં પણ મંજૂરી આપવામાં આવી છે.

પિતા–પુત્રની અલગ અટક માન્ય

જો બાળકની અટક પિતાથી અલગ રાખવાની હોય, તો ગેઝેટ તથા જરૂરી પુરાવાઓના આધારે સુધારો કરી શકાશે.

New Rules: મરણના દાખલામાં પણ મોટો ફેરફાર

મરનારના નામ પાછળ પિતા/પતિનું નામ અથવા અટક લખાવવું હવે વૈકલ્પિક ગણાશે.

New Rules: હવે બહુ વાર સુધારો શક્ય

2007ના નિયમોમાં માત્ર એક જ સુધારા કરવાની જોગવાઈ હતી, પરંતુ નવા નિયમો મુજબ પરિસ્થિતિ અને પુરાવા પ્રમાણે દસ્તાવેજોમાં ફરીવાર સુધારો કરી શકાય છે.

રાજ્યના તમામ જિલ્લા રજિસ્ટ્રાર, નગરપાલિકા અને મહાનગરપાલિકાઓને આ નિયમોનો તાત્કાલિક અમલ કરવા સૂચના અપાઈ છે.

વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Unity March :કરમસદથી કેવડિયા સુધી ‘રાષ્ટ્રીય એકતા યાત્રા’નો પ્રારંભ: PM મોદીએ વર્ચ્યુઅલી આપી લીલી ઝંડી, બે મુખ્યમંત્રીઓની હાજરી