HomeAuto & Tech+New DoT Rules: મોબાઈલ યૂઝર્સ માટે મોટા સમાચાર: એક વ્યક્તિના નામે હવે...

New DoT Rules: મોબાઈલ યૂઝર્સ માટે મોટા સમાચાર: એક વ્યક્તિના નામે હવે મનફાવે તેટલા SIM કાર્ડ નહીં, DoT દ્વારા નિયમો વધુ કડક

New DoT Rules: મોબાઈલ SIM કાર્ડના દુરુપયોગ અને એક જ વ્યક્તિના નામે મોટી સંખ્યામાં કનેક્શન લેવાની પ્રવૃત્તિને રોકવા માટે ટેલિકોમ વિભાગ (DoT) દ્વારા અત્યંત કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. નવા નિર્દેશ મુજબ હવે દેશના સામાન્ય વિસ્તારોમાં એક વ્યક્તિના નામે તમામ ટેલિકોમ કંપનીઓ મળીને વધુમાં વધુ ૯ મોબાઇલ કનેક્શન જ રાખી શકાશે. જ્યારે જમ્મુ-કાશ્મીર, આસામ અને ઉત્તર-પૂર્વના લાયસન્સ વિસ્તારોમાં આ મર્યાદા ૬ કનેક્શનની રહેશે.

New DoT Rules:ફોટો આધારિત ઓળખ અને ડિજિટલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ

ટેલિકોમ વિભાગ (DoT) ની નવી વ્યવસ્થા હેઠળ મર્યાદા સુધી SIM ધરાવતા ગ્રાહકોની ઓળખ હવે ફોટોના આધારે પણ કરવામાં આવશે. આગામી ૨૩ ઓગસ્ટથી ડિજિટલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ (DIP) પર આવા ગ્રાહકોની પ્રતિબિધિ તસ્વીરો ટેલિકોમ કંપનીઓને ઉપલબ્ધ કરાવવામાં આવશે.

New DoT Rules:૨૪ ઓગસ્ટથી નવું કનેક્શન લેવામાં પ્રતિબંધ

New DoT Rules:

આ નિયમોના અમલીકરણના ભાગરૂપે ૨૪ ઓગસ્ટથી નવું કનેક્શન લેતી વખતે જો ગ્રાહક પહેલેથી જ મહત્તમ મર્યાદા સુધી પહોંચી ગયો હશે તો તેને વધુ SIM આપવામાં નહીં આવે. જો નિર્ધારિત મર્યાદાથી વધુ કનેક્શન મળી આવ્યા હશે તો વધારાના નંબરને સસ્પેન્ડ અથવા બંધ કરવાની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તમામ ટેલિકોમ કંપનીઓએ આ વ્યવસ્થાને ૩૦ નવેમ્બર ૨૦૨૬ સુધી રિયલ-ટાઇમ SIM એક્ટિવિશન સાથે પૂર્ણ કરવાની રહેશે.

New DoT Rules:સાયબર ફ્રોડ અને સુરક્ષા પર વિશેષ ધ્યાન

New DoT Rules:

વધતા જતા સાયબર અપરાધો, ફ્રોડ કોલ્સ અને નકલી ડોક્યુમેન્ટ્સના આધારે મેળવતા સિમ કાર્ડ્સના કારણે સુરક્ષા એજન્સીઓ સામે મોટા પડકારો ઊભા થયા હતા. આ ગંભીર સમસ્યાને ડામવા માટે કેન્દ્ર સરકાર અને ટેલિકોમ વિભાગ દ્વારા આ મહત્વપૂર્ણ ડગલું ભરવામાં આવ્યું છે. એક જ વ્યક્તિના નામે અલગ-અલગ આઈડી કે દસ્તાવેજોનો દુરુપયોગ કરીને ખોટી રીતે મેળવવામાં આવતા સિમ કાર્ડ્સ હવે સરળતાથી ટ્રેક કરી શકાશે.

આગામી દિવસોમાં આ નિયમથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસાશે અને ડિજિટલ માધ્યમો દ્વારા થતી છેતરપિંડીના બનાવોમાં મોટો ઘટાડો નોંધાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. તમામ ટેલિકોમ યૂઝર્સ માટે આ નિયમોનું પાલન કરવું અનિવાર્ય બનશે અને મર્યાદા કરતાં વધુ સિમ કાર્ડ ધરાવતા નાગરિકોએ નિર્ધારિત સમયમર્યાદામાં જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવી પડશે.

આ પણ વાંચો :ભાવનગર લઠ્ઠાકાંડ: કેમિકલયુક્ત નકલી દારૂએ 6ના જીવ લીધા, 21થી વધુ સારવાર હેઠળ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments