Nepal Election 2026: પાડોશી દેશ નેપાળના રાજકારણમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. 5 માર્ચે યોજાયેલી સામાન્ય ચૂંટણીના પરિણામોમાં ‘રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી’ (RSP) સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. આ જીત સાથે જ નેપાળમાં હવે બાલેન શાહની સરકાર બનવાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.
Nepal Election 2026: બાલેન શાહની પ્રચંડ જીત: ઓલીને 50 હજાર મતોથી હરાવ્યા

નેપાળના રાજકીય દિગ્ગજ અને ભૂતપૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલીને તેમના જ ગઢ ગણાતા ઝાપા જિલ્લાના મતવિસ્તાર-5માં કારમી હારનો સામનો કરવો પડ્યો છે.
- બાલેન શાહ: 68,348 મતો મેળવી વિજયી થયા.
- કેપી શર્મા ઓલી: તેમને માત્ર 18,000 જેટલા મતો મળ્યા. બાલેન શાહે ઓલીને આશરે 50,000 મતોના જંગી માર્જિનથી હરાવીને નેપાળના રાજકારણમાં નવો ઈતિહાસ રચ્યો છે.
Nepal Election 2026: PM મોદીએ પાઠવી શુભેચ્છા

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળમાં શાંતિપૂર્ણ રીતે યોજાયેલી ચૂંટણી પ્રક્રિયાને બિરદાવી હતી. તેમણે ‘X’ પર સંદેશ પાઠવતા લખ્યું કે, “નેપાળના ભાઈ-બહેનોને લોકતાંત્રિક અધિકારોનો ઉપયોગ કરતા જોઈને આનંદ થયો. ભારત એક ગાઢ મિત્ર તરીકે નેપાળની નવી સરકાર સાથે શાંતિ અને પ્રગતિ માટે સહયોગ કરવા પ્રતિબદ્ધ છે.”
ઉજવણી નહીં, જવાબદારીનો સમય: RSPનો આદેશ
ઐતિહાસિક જીત છતાં રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીએ સંયમ જાળવ્યો છે. પાર્ટીના ઉપપ્રમુખ ડી.પી. અર્યાલે વિજેતા ઉમેદવારોને વિજય સરઘસો ન કાઢવા આદેશ આપ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, “આ ચૂંટણી ખાસ પરિસ્થિતિમાં યોજાઈ હતી જેમાં ‘Gen Z’ પેઢીની યુવતીઓએ બલિદાન આપ્યું છે. આ સમય ઉજવણીનો નહીં પણ જનતાએ આપેલી જવાબદારી નિભાવવાનો છે.”




