NEET-UG 2026 Cancelled: દેશભરના મેડિકલ વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ ગત 3 મેના રોજ યોજાયેલી NEET-UG 2026 ની પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી છે. પેપર લીકની ગંભીર ફરિયાદો અને તપાસ એજન્સીઓના રિપોર્ટ બાદ કેન્દ્ર સરકારની મંજૂરીથી આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
NEET-UG 2026 Cancelled: સ્ટોરીના મુખ્ય મુદ્દા:

- નિર્ણય: 3 મેના રોજ લેવાયેલી પરીક્ષા રદ, હવે ફરીથી પરીક્ષા યોજાશે.
- તપાસ: સમગ્ર મામલાની તપાસ હવે CBI (સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન) ને સોંપવામાં આવી છે.
- વિદ્યાર્થીઓને રાહત: ફરીથી ફોર્મ ભરવું નહીં પડે અને પરીક્ષા ફી પણ પરત મળશે.
- લીકનું કેન્દ્ર: રાજસ્થાનના સીકરમાંથી પેપર લીક થયાના મજબૂત પુરાવા મળ્યા.
NEET-UG 2026 Cancelled: કેવી રીતે ફૂટ્યું પેપર? તપાસમાં ચોંકાવનારા ખુલાસા

તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે 720 માર્ક્સમાંથી 600 માર્ક્સના પ્રશ્નો પરીક્ષાના બે દિવસ પહેલા જ વિદ્યાર્થીઓ સુધી પહોંચી ગયા હતા.
- રાજસ્થાનના સીકરમાં વિદ્યાર્થીઓ પાસે હાથથી લખેલા ‘ગેસ પેપર’ મળ્યા હતા, જેમાં 150 જેટલા પ્રશ્નો અસલ પેપર સાથે મેચ થયા હતા.
- SOG ની તપાસમાં દેહરાદૂન, સીકર અને ઝુંઝુનૂમાંથી 13 શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
- એવું પણ સામે આવ્યું છે કે કેરળની એક મેડિકલ કોલેજના વિદ્યાર્થીએ આ પ્રશ્નો વોટ્સએપ દ્વારા મોકલ્યા હતા.
NEET-UG 2026 Cancelled: વિદ્યાર્થીઓ માટે મહત્વની સૂચના

NTA એ સ્પષ્ટતા કરી છે કે પરીક્ષા રદ થવાને કારણે વિદ્યાર્થીઓએ ગભરાવાની જરૂર નથી:
- નવું રજીસ્ટ્રેશન નહીં: વિદ્યાર્થીઓએ ફરીથી ફોર્મ ભરવાની જરૂર રહેશે નહીં.
- પરીક્ષા કેન્દ્ર: મોટાભાગે જૂના પરીક્ષા કેન્દ્રો જ રહેશે.
- એડમિટ કાર્ડ: નવી પરીક્ષા માટે નવા એડમિટ કાર્ડ સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરાશે.
- ફી રિફંડ: અગાઉ ભરેલી પરીક્ષા ફી વિદ્યાર્થીઓને પરત કરવામાં આવશે.
એન્ટી-પેપર લીક કાયદા હેઠળ કડક કાર્યવાહી

વર્ષ 2024 માં લાગુ થયેલા નવા ‘એન્ટી-પેપર લીક કાયદા’ હેઠળ આ કેસમાં દોષિતોને ભારે સજા થઈ શકે છે:
- પેપર લીક કરનારને 3 થી 5 વર્ષની જેલ અને ₹10 લાખ સુધીનો દંડ.
- જો કોઈ સંસ્થા કે સર્વિસ પ્રોવાઇડર સંડોવાયેલ હશે તો 1 કરોડ સુધીનો દંડ અને 10 વર્ષ સુધીની જેલની જોગવાઈ છે.
- પરીક્ષા કેન્દ્રને 4 વર્ષ સુધી સસ્પેન્ડ પણ કરી શકાય છે.
આગામી પગલું શું?
NTA ટૂંક સમયમાં પરીક્ષાની નવી તારીખો જાહેર કરશે. CBI હવે આ આંતરરાજ્ય રેકેટના માસ્ટરમાઇન્ડ સુધી પહોંચવા માટે સોશિયલ મીડિયા ચેટ્સ અને કોલ લોગ્સની તપાસ કરી રહી છે. 23 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને પારદર્શક રીતે ફરી પરીક્ષા લેવી એ સરકાર માટે મોટો પડકાર છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ગીરનો અસલી મિજાજ પ્રવાસીઓની જીપ્સી સામે જ સિંહણે ખેલ્યો શિકારનો ખેલ, રૂંવાડા ઉભા કરી દેતો LIVE VIDEO



