Navjot Kaur Quit Congress :પંજાબ કોંગ્રેસમાં આંતરિક કલહ વધુ ઉગ્ર બન્યો છે. કોંગ્રેસમાંથી સસ્પેન્ડ થયા બાદ નવજોત સિંહ સિદ્ધુની પત્ની ડૉ. નવજોત કૌર સિદ્ધુએ પાર્ટી સાથે તમામ સંબંધ તોડી નાખ્યા છે. પાર્ટી નેતૃત્વ અને ખાસ કરીને પંજાબ કોંગ્રેસના પ્રમુખ અમરિંદર સિંહ રાજા વડિંગ સામે તેમણે ગંભીર અને આક્ષેપજનક નિવેદનો આપતાં રાજકીય હલચલ મચાવી દીધી છે.
ડૉ. નવજોત કૌરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર ખુલ્લેઆમ લખ્યું કે રાજા વડિંગ પંજાબ કોંગ્રેસના “સૌથી અક્ષમ, ભ્રષ્ટ અને ભયાનક પ્રમુખ” છે. તેમણે આરોપ લગાવ્યો કે પોતાની જાતને કાનૂની કાર્યવાહીથી બચાવવા માટે વડિંગે મુખ્યમંત્રી સાથે મળીને કોંગ્રેસને ખોખલી બનાવવાની કામગીરી કરી છે.
Navjot Kaur Quit Congress :‘આમ આદમી પાર્ટી સાથે મળી કોંગ્રેસ વેચી દીધી’

ડૉ. સિદ્ધુએ રાજા વડિંગ પર વધુ ગંભીર આરોપો કરતાં લખ્યું કે,ભારે પડશે
“તમે આમ આદમી પાર્ટી (AAP) સાથે સાંઠગાંઠ કરીને નાના-મોટા સ્વાર્થ માટે કોંગ્રેસને વેચી દીધી છે.”
તેમના આ નિવેદન બાદ પંજાબના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને કોંગ્રેસની આંતરિક સ્થિતિ ફરી ચર્ચામાં આવી છે.
Navjot Kaur Quit Congress :“મારી પાસે તને બરબાદ કરવાના પુરાવા છે
“મારા માટે સસ્પેન્શન લેટર તૈયાર હતું, પરંતુ તે 12 સિનિયર નેતાઓનું શું, જે મજીઠિયા સાથે મળીને નવજોતને નુકસાન પહોંચાડવા વ્યસ્ત હતા? મારી પાસે તને બરબાદ કરવા માટે પૂરતા પુરાવા છે, પરંતુ હવે કોંગ્રેસ છોડ્યા પછી મને તેમાં કોઈ રસ નથી.”
તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે નવજોત સિંદ્ધુને હરાવવા માટે પાર્ટીના કેટલાક નેતાઓને હોદ્દા અને ફાયદા આપવામાં આવ્યા.
પીએમ મોદીની પ્રશંસા, ભાજપમાં જોડાવાની અટકળો તેજ
કોંગ્રેસ પર આકરા પ્રહારો સાથે સાથે ડૉ. નવજોત કૌરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખુલ્લેઆમ પ્રશંસા કરી છે. જેના કારણે રાજકીય વર્તુળોમાં તેમની ભાજપમાં જોડાવાની શક્યતાઓ અંગે ચર્ચાઓ તેજ બની છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, નવજોત કૌર છેલ્લા કેટલાક સમયથી હિન્દુ ધર્મગુરુઓના સંપર્કમાં છે અને ટૂંક સમયમાં કોઈ રાષ્ટ્રીય પાર્ટી, ખાસ કરીને ભાજપમાં જોડાય તેવા સંકેત મળી રહ્યા છે.
“તમે મજાક બની ગયા છો” – રાજા વડિંગ પર કટાક્ષ
રાજા વડિંગ પર વ્યંગ કરતા ડૉ. સિદ્ધુએ લખ્યું કે,
“તમે હવે માત્ર મજાક બની ગયા છો અને લોકો તમારી રીલ્સ જોઈને મજા લઈ રહ્યા છે. નવજોતને પ્રેમ કરનારા નેતાઓનું અપમાન કરવાનું
2027ની ચૂંટણી પહેલાં કોંગ્રેસ માટે મોટો ઝટકો
ઉલ્લેખનીય છે કે 2027ની પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા નવજોત કૌર સિદ્ધુનો આ બળવો કોંગ્રેસ માટે મોટો રાજકીય ઝટકો માનવામાં આવી રહ્યો છે. એક તરફ આમ આદમી પાર્ટી સત્તામાં છે અને બીજી તરફ કોંગ્રેસ આંતરિક વિખવાદથી ઝઝૂમી રહી છે, ત્યારે આ ઘટના પાર્ટી માટે વધુ મુશ્કેલી ઊભી કરી શકે છે.




