ગુજરાતમાં બારે મેઘ ખાંગા

0
57

અંબાજીમાં એક કલાકમાં અધધધ… ૪ ઇંચ વરસાદ!

તલ, મગ, મકાઈ, બાજરી અને જુવારના પાકને ભારે નુકસાનની ભીતિ

સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. જેના કારણે ખેડૂતોને ભારે નુકસાની ભીતિ સેવાઈ રહી છે. બનાસકાંઠામાં ત્રણ દિવસથી માવઠું પડી રહ્યું છે. યાત્રાધામ અંબાજીમાં તો એક કલાકમાં ચાર ઈંચ જેટલો વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે.  આ ઉપરાંત, રાજકોટના ઉપલેટામાં પણ સતત બીજા દિવસે ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. દ્વારકા, કચ્છ, સાબરકાંઠા, અમરેલી અને ગીરમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. માવઠાના કારણે તલ, મગ, અડદ, શેરડી, મકાઈ, બાજરી અને જુવારને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.