Namo Gaurav Parks: વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ બાદ હવે ગુજરાતના મહાનગરોમાં ‘નમો ગૌરવ પાર્ક’ આકર્ષણનું કેન્દ્ર બનશે. વધતા જતાં શહેરીકરણ વચ્ચે નાગરિકોને ખુલ્લી જગ્યા અને મનોરંજન મળી રહે તે હેતુથી રાજ્ય સરકારે વર્ષ 2026-27ના બજેટમાં આ ખાસ પ્રોજેક્ટની જાહેરાત કરી છે.
Namo Gaurav Parks: બજેટમાં ₹20 કરોડની ફાળવણી

શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગ હેઠળ આ થીમ-આધારિત પાર્ક વિકસાવવા માટે સરકારે 20 કરોડ રૂપિયાની પ્રારંભિક ફાળવણી કરી છે. આ પાર્ક માત્ર બગીચો જ નહીં, પરંતુ એક ‘વાઇબ્રન્ટ કોમ્યુનિટી સ્પેસ’ તરીકે ઉભરી આવશે.
Namo Gaurav Parks: પાર્કની મુખ્ય વિશેષતાઓ અને અલગ-અલગ ઝોન
નમો ગૌરવ પાર્કમાં દરેક ઉંમરની વ્યક્તિઓ માટે ખાસ સુવિધાઓનું આયોજન કરવામાં આવ્યું છે:
- ફિટનેસ અને સ્પોર્ટ્સ: સ્વાસ્થ્ય પ્રેમીઓ માટે ઓપન જિમ, જોગિંગ ટ્રેક, વૉકિંગ ટ્રેક તેમજ બેડમિન્ટન અને વૉલીબોલ જેવી રમતો માટે અલગ એરિયા હશે.
- ચિલ્ડ્રન પ્લે ઝોન: બાળકો માટે આધુનિક રમત-ગમતના સાધનો અને સુરક્ષિત પ્લે એરિયા.
- ગ્રીન અને ઇકો-ફ્રેન્ડલી ફિચર્સ: બટરફ્લાય ગાર્ડન, હર્બલ ગાર્ડન અને સ્થાનિક વૃક્ષો સાથેનું લેન્ડસ્કેપિંગ. સિંચાઈ માટે ટપક પદ્ધતિ અને રેઈન વોટર હાર્વેસ્ટિંગની સુવિધા પણ હશે.
- સાંસ્કૃતિક સ્પેસ: યોગ-મેડિટેશન માટે લૉન અને સાંસ્કૃતિક કાર્યક્રમો કે સામાજિક મેળાવડા માટે ઓપન એર એમ્ફીથિયેટર બનાવવામાં આવશે.
- સ્માર્ટ સુવિધાઓ: આખા ગાર્ડનમાં ફ્રી વાઈ-ફાઈ, સોલર એનર્જીથી ચાલતી સિસ્ટમ, સેન્સર આધારિત લાઈટિંગ અને ડિજિટલ માહિતી બોર્ડ હશે.
Namo Gaurav Parks: દિવ્યાંગો અને સિનિયર સિટિઝન્સનું ખાસ ધ્યાન

આ પાર્કને ‘યુનિવર્સલ એક્સેસેબિલિટી’ના સિદ્ધાંત પર તૈયાર કરવામાં આવશે, જેથી દિવ્યાંગ વ્યક્તિઓ પણ સરળતાથી હરી-ફરી શકે. પીવાનું શુદ્ધ પાણી, સ્વચ્છ શૌચાલયો અને બેસવા માટે આરામદાયક બેન્ચીસ તેમજ ગઝેબોની વ્યવસ્થા કરવામાં આવશે.
શા માટે આ પ્રોજેક્ટ મહત્વનો છે?
રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, આ પાર્કનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરીજનોની માનસિક સુખાકારી અને શારીરિક તંદુરસ્તી વધારવાનો છે. શહેરોમાં ઘટતી જતી ખુલ્લી જગ્યાઓની સમસ્યા સામે આ ‘નમો ગૌરવ પાર્ક’ પર્યાવરણને જાળવવાની સાથે સામાજિક સંવાદિતા વધારવાનું કામ કરશે.




