નલ સે જલ કૌભાંડનો મામલો રૂ.2.60 કરોડનો ભ્રષ્ટાચાર #mahisagar #nalsejal #bjp #gujarat

0
144

નલ સે જલ કૌભાંડ #mahisagar #nalsejal #bjp #gujarat – મહીસાગર જિલ્લામાં નલ સે જલ યોજનામાં થયેલા 123 કરોડના મહા કૌભાંડમાં CID ક્રાઇમ બ્રાન્ચ દિવસ-રાત એક કરી આરોપીઓને પકડી રહી છે. બાલાસિનોરના કરોડપતિ કોન્ટ્રાક્ટર જયંતિ પટેલને કઢૈયા ગામમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા.

મહીસાગરમાં નલ સે જલ કૌભાંડનો મામલો

કરોડપતિ કોન્ટ્રાક્ટર ઝડપાયો

માહિતી મુજબ, આ કોન્ટ્રાક્ટરે મહીસાગર જિલ્લાના પાંચ તાલુકાના 30 જેટલા ગામોમાં નલ સે જલ યોજનાના કામમાં અંદાજે 2.60 કરોડનો ભ્રષ્ટાચાર અને મોટા પાયે ગેરરીતિ આચરી હોવાનું જાણવા મળ્યુ હતુ. આ મામલે વાસમો કચેરી દ્વારા તેમને રિકવરી માટેની નોટિસ પણ આપવામાં આવી હતી.

રૂ.2.60 કરોડનો ભ્રષ્ટાચાર આચરનાર જયંતી પટેલની ધરપકડ

આ ધરપકડ બાદ આ કૌભાંડમાં અત્યાર સુધીમાં કુલ પાંચ કોન્ટ્રાક્ટરો અને ચાર સરકારી કર્મચારીઓ મળીને કુલ નવ આરોપીઓને CID ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. છેલ્લા બે દિવસમાં બે આરોપીઓની ધરપકડ થતાં અન્ય ભ્રષ્ટાચારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.

નલ સે જલ કૌભાંડનો મામલો રૂ.2.60 કરોડનો ભ્રષ્ટાચાર #mahisagar #nalsejal #bjp #gujarat

CID ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી

અત્યાર સુધીમાં 9 આરોપીઓ ઝડપાયા

આવા વધુ સમાચાર માટે જોતા રહો વી આર લાઇવ

Devayat khawad અડધી રાત્રે જ કેમ પોલીસ સામે હાજર થયા મોટો ખુલાસો