અમદાવાદના બાપુનગરમાં હત્યા, પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી

    0
    264

    અમદાવાદમાં હત્યાના ગુનાઓમાં દિન પ્રતિ દિન વધારો થઈ રહ્યો છે.ત્યારે અમદાવાદમાં વધુ એક હત્યાની ઘટનાથી ચકચાર મચી છે.ભાઈએજ ભાઈની હત્યા કરી છે, દાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલા રાધારમણ ફ્લેટ પાસે હત્યાની ઘટના સામે આવી છે. જાહેરમાં થયેલી હત્યાના વીડિયો સામે આવ્યો છે. પુનગર અનિલ મિલ વિસ્તારમાં સગા ભાઈ ઉપર ભાઈએ જ હુમલો કરતાં તેનું કરુણ મોત થયું હતુંસામાન્ય બોલાચાલીમાં બે ભાઈઓ વચ્ચે મોટી બબાલ થઈ જતાં જીવલેણ હુમલો કરી દીધો હતો. ઈજાગ્રસ્ત ભાઈને હોસ્પિટલમાં દાખલ કરાયો, જ્યાં તેનું મોત થયું હતું. રોડ ઉપર ખુલ્લેઆમ હુમલાની આ ઘટનાથી આજુબાજુના રહીશો પણ ગભરાઈ ગયા હતા. લોકોમાં પોલીસની કોઈ બીક જ ના હોય એમ લોકો જાહેરમાં મારામારી કરી રહ્યા હતા. પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.