ઋષિકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં MOU કરાયા

0
58
ઋષિકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં MOU કરાયા
ઋષિકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં MOU કરાયા

ઋષિકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં MOU કરાયા

વિદ્યાર્થી ઉદ્યોગ સાહસિકતા પોલીસી” સંદર્ભે EDII સાથે MOU કરાયા

વિદ્યાર્થીઓને નાના ઉદ્યોગો શરૂ કરવા માટે રૂ. ૪૦,૦૦૦ જેટલી આર્થિક સહાય ચૂકવવામાં આવશે

વિદ્યાર્થીઓને કુશળતા દર્શાવવા માટે પ્લેટફોર્મ પૂરુ પડાશે

પ્રારંભિક તબક્કે 2,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને લાભ અપાશે

વિદ્યાર્થી ઉદ્યોગ સાહસિકતા પોલીસી માટે 5૦૦ નોડલ ઓફિસરની નિયુક્ત થશે

ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ‘‘વિદ્યાર્થી ઉદ્યોગ સાહસિકતા પોલીસી” સંદર્ભે EDII (એન્ટરપ્રિન્યોરશીપ ડેવલોપમેન્ટ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયા)સાથે MOU કરાયા. કૉલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નાના ઉદ્યોગો શરૂ કરવા માટે રૂ. ૪૦,૦૦૦ જેટલી આર્થિક સહાય ચૂકવવામાં આવશે.પ્રારંભિક તબક્કે  ૫૦૦ જેટલા નોડલ ઓફિસર નિયુક્ત કરીને ૨,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને લાભ અપાશે.રાજ્યના ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ‘‘વિદ્યાર્થી ઉદ્યોગ સાહસિકતા પોલીસીની અસરકારક અમલવારી માટે EDII સાથે MOU કરવામાં આવ્યા હતા. 

કૉલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નાના ઉદ્યોગો શરૂ કરવા માટે રૂ. ૪૦,૦૦૦ જેટલી આર્થિક સહાય ચૂકવવામાં આવશે

પ્રારંભિક તબક્કે  ૫૦૦ જેટલા નોડલ ઓફિસર નિયુક્ત કરીને

રાજ્યની સરકારી બિન સરકારી અનુદાનિત આર્ટ, સાયન્સ, કોમર્સ, બી.એડ, લો કોલેજો તથા ગ્રામ્ય વિદ્યાપીઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી અને વિદ્યર્થીનીઓને અભ્યાસની સાથે સાથે ઉદ્યોગ સાહસિકતા વિકસાવવા તથા તેઓને પ્રોત્સાહન આપવાના ભાગ રૂપે રાજ્ય સરકારે ‘‘વિદ્યાર્થી ઉદ્યોગ સાહસિકતા પોલીસી અમલમાં મુકવામાં આવેલ છે.રાત સરકારનાં ઉચ્ચ શિક્ષણ વિભાગ સાથે ‘‘વિદ્યાર્થી ઉદ્યોગ સાહસિકતા પોલીસીની અસરકારક અમલવારી માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. આ એમઓયુ ગુજરાત સરકારનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી રૂષિકેશ પટેલ, ગુજરાત સરકારનાં ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મુકેશકુમાર, ગુજરાત સરકારનાં ઉચ્ચ શિક્ષણ નિયામક પરિમલ પંડ્યા તથા ઇડીઆઇઆઇનાં ડિરેક્ટર જનરલ ડૉ. સુનિલ શુક્લાની હાજરીમાં કરવામાં આવ્યા હતા.

વધુ સમાચાર માટે જોતા રહોવી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ