ભારતમાં ચોમાસું આગળ વધ્યું -દેશભરમાં ભારે વરસાદ

0
277

દેશભરમાં ચોમાસું આગળ વધી રહ્યું છે અને ભારે વરસાદ થઇ રહ્યો છે . મહારાષ્ટ્રમાં મુંબઈ સહિતના વિસ્તારોમાં વરસાદ થતા જળ ભરાવની સ્થિતિ જોવા મળી રહી છે. ભારતભરમાં ચોમાસું આગળ વધી રહ્યું છે તે જોતા લગભગ દક્ષીણ ભારત, અસમ નોર્થ ઇસ્ટ અને હિમાચલ પ્રદેશ, સહિત જમ્મુ કાશ્મીરમાં ચોમાસું દસ્તક આપી રહ્યું છે. આગામી દિવસોમાં વરસાદ આગળ વધીને ગુજરાત , મધ્યપ્રદેશ, રાજસ્થનના અનેક વિસ્તારોમાં પ્રારંભ થયો છે .  હવામાનના અધિકારીઓ જણાવી રહ્યા છે કે  ગુજરાતમાં પણ આગામી દિવસોમાં વરસાદ નો વિસ્તાર વધતો જશે..મુંબઈમાં ભારે વરસાદ સાથે ચોમાસાનું આગમન થઇ ચુક્યું છે.

ભારતમાં ચોમાસું આગળ વધ્યું -દેશભરમાં ભારે વરસાદ

મળતી માહિતી પ્રમાણે વરસાદી તાંડવમાં જમ્મુ કાશ્મીરમાં યમરાજને હાથ તાળી આપી  હતી.  પૂરમાં ફસાયેલા યુવકનો આબાદ બચાવ થયો હતો. આ વિડીઓ હાલ સોશિઅલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યો છે. કાશ્મીરમાં  હરણી નાળાના પૂરમાં ફસાયેલા વ્યક્તિને બચાવવામાં સફળતા મળી. જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ ખાબક્યો છે અને અચાનક  પૂરના કારણે પુંછમાં એક વ્યક્તિ ફસાઈ ગયો હતો.  હિમાચલ પ્રદેશમાં કુલ્લુ મનાલીમાં નાળામાં આવેલા પૂરના કારણે કુલ્લુ-મનાલી નેશનલ હાઈવે બ્લોક થઈ ગયો હતો. તંત્રએ માત્ર ઘરે જ રહો રાત્રિના સમયે હિલ્સ પર મુસાફરી કરશો નહીં તેવી સુચના આપી છે . હિમાચલ પ્રદેશમાં વરસાદે તારાજી સર્જી છે.વરસાદને કારણે 2 નેશનલ હાઈવે અને 124 રોડ બંધ રહ્યા . રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટનાઓ પણ સામે આવી રહી છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓને વધુ નુકસાન થયું છે.

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે અને વલસાડના ઉમરપાડામાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ.મહિનાના અંતે સુધીમાં  બાકીના વિસ્તારમાં ચોમાસુ આગળ વધશે. આ રાઉન્ડમાં 27 તારીખ થી બંગાળની ખાડીમાં લો પ્રેશર આધારિત વરસાદ પણ આવશે એટલ એ લો પ્રેશર ના રૂટ આધારિત વરસાદ આગળ વધે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. અમદાવાદમાં વહેલી સવારથી અનેક વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી થઇ હતી. એસ.જી હાઇવે , ગોતા , વસ્ત્રાપુર અને વેજલપુર વિસ્તારમાં ધોધમાર વરસાદ થતા અમદાવાદીઓને ઠંડકનો અનુભવ થયો છે. રાજ્યમાં આગામી 5 દિવસ  ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 125 જેટલા તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.ગુજરાતમાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ વલસાડના ઉમરગામમાં ખાબક્યો છે .

મળતી માહિતી પ્રમાણે મુંબઈ અને થાણે જીલ્લામાં ભારે વરસાદ થઇ રહ્યો છે. પાલઘર, વસાઈ, વિરાર સહિતના વિસ્તારોમાં વહેલી સવારથીજ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી .