Mohan Bhagwat : ઇસ્લામ ધર્મ પાસે આપણે માનવતા શીખવી જોઈએ : RSS સુપ્રીમો મોહન ભાગવતનું મોટું નિવેદન

0
191
Mohan Bhagwat
Mohan Bhagwat

Mohan Bhagwat : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે ઈસ્લામ અને ઈસાઈ ધર્મને લઈને મોટું નિવેદન આપ્યું છે. આ નિવેદનમાં તેમણે કહ્યું કે, લોકોએ ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ જેવા ધર્મોની ભલાઈ અને માનવતા અપનાવવી જોઈએ. દરેક ધર્મના અનુયાયીઓએ એકબીજાને ભાઈ-બહેન તરીકે માન આપવું જોઈએ. મોહન ભાગવતે નાગપુરમાં કહ્યું કે, “ભારતીય સમાજ વૈવિધ્યસભર છે, પરંતુ દરેક વ્યક્તિ જાણે છે કે, તે એક સમાજ છે અને તેઓ તેની વિવિધતાને પણ સ્વીકારે છે. બધાએ એક થઈને આગળ વધવું જોઈએ અને એકબીજાની પૂજા પદ્ધતિનો આદર કરવો જોઈએ.

Mohan Bhagwat

Mohan Bhagwat :  મોહન ભાગવતે શું કહ્યું?

મોહન ભાગવતે કહ્યું કે હજારો વર્ષોથી ચાલી રહેલા અન્યાયને કારણે લોકો વચ્ચે અંતર છે. તેમણે વધુમાં કહ્યું કે, આક્રમણખોરો ભારતમાં આવ્યા અને તેમની વિચારધારા પોતાની સાથે લઈને આવ્યા, જેને કેટલાક લોકોએ અનુસર્યા, પરંતુ આ સારી વાત છે કે આ વિચારધારાથી દેશની સંસ્કૃતિને કોઈ અસર થઈ નથી. રેશમબાગમાં ડૉ. હેડગેવાર સ્મૃતિ ભવન સંકુલમાં સંસ્થાના ‘કાર્ત્યકર્તા વિકાસ વર્ગ 2’ના સમાપન કાર્યક્રમમાં આરએસએસના તાલીમાર્થીઓના મેળાવડાને સંબોધતા મોહન ભાગવતે કહ્યું કે અલગ અલગ જગ્યાઓ અને સમાજમાં સંઘર્ષ સારો નથી.

Mohan Bhagwat :  જ્ઞાતિવાદ વિશે શું કહ્યું?

ભાગવતે કહ્યું કે દરેક વ્યક્તિએ એમ માનીને આગળ વધવું જોઈએ કે આ દેશ આપણો છે અને આ ધરતી પર જન્મેલા તમામ લોકો આપણા પોતાના છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભૂતકાળને ભૂલી જવું જોઈએ અને દરેકને પોતાના તરીકે સ્વીકારવું જોઈએ.ભાગવતે વધુમાં કહ્યું કે જાતિવાદને સંપૂર્ણ રીતે ખતમ કરવો જોઈએ. તેમણે RSSના અધિકારીઓને સમાજમાં સામાજિક સમરસતા માટે કામ કરવા કહ્યું હતું.

Mohan Bhagwat :  મોદી સરકારને પણ આપી આ સલાહ

Mohan Bhagwat

Mohan Bhagwat :  ચૂંટણી મુદ્દે વધુ ટિપ્પણી કરતા તેમણે કહ્યું કે લોકશાહીમાં ચૂંટણી અનિવાર્ય પ્રક્રિયા છે. આ કોઈ લડાઈ નથી. વિરોધીઓને દુશ્મન ન ગણવા જોઈએ. સંસદમાં ચૂંટાયેલા લોકોએ જ દેશ ચલાવવાનો હોય છે, પરંતુ જે પ્રકારે એકબીજા સામે કુપ્રચાર થયો, તેનાથી સમાજમાં વિસંવાદ જ સર્જાશે. ચૂંટણીમાં શિષ્ટાચારના અભાવ હતો. ચૂંટણી દરમિયાન ગૌરવ જળવાવું જોઈએ, જે આ વખતે જળવાયું નહોતું. હું વિરોધીના બદલે પ્રતિપક્ષ શબ્દ વાપરવાનું પણ સૂચન કરું છું. આખરે વિપક્ષ પણ એક પક્ષ છે. તે કોઈ દુશ્મન નથી. તેમના અભિપ્રાયોને પણ ધ્યાને લેવાવા જોઈએ. 

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો