Gujarat Monsoon : ગુજરાત માટે ખુશીના સમાચાર, ઈન્દ્રદેવની સવારી આવી ગુજરાતના દ્વારે, વિધિવત રીતે ચોમાસું બેઠું   

0
170
Gujarat Monsoon
Gujarat Monsoon

Gujarat Monsoon : રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. હવામાન વિભાગે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતમાં નવસારીમાં વિધિવત રીતે ચોમાસુ બેસી ગયું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 48 કલાક દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડશે.ચોમાસાની સત્તાવારી એન્ટ્રી સાથે જ હવે ગરમીનો પારો પણ ઘટશે. હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં આજથી તાપમાનમાં ઘટાડો થશે. હવામાન વીભાગે સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. સાથે જ  ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરી છે.

Gujarat Monsoon

Gujarat Monsoon : હવામાન વિભાગે માહિતી આપતા જણાવ્યું કે, ગુજરાતમાં સત્તાવાર ચોમાસુ બેઠું છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ છે. નવસારી, વલસાડ, ડાંગમાં વરસાદ આવતા જ આજથી વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ્યું  છે. નવસારી સુધી ચોમાસાનો પ્રવેશ થઈ છે.  

Gujarat Monsoon

Gujarat Monsoon : ક્યાં અને ક્યારે વરસાદ

Gujarat Monsoon :  11 જુન

સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે.

Gujarat Monsoon :  12 જુન

પંચમહાલ, દાહોદ, મહીસાગર, વલસાડ, તાપી, ડાંગ, સુરત, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી.

Gujarat Monsoon : 13 જુન

સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે.

Gujarat Monsoon : 14 જુન

સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે.

Gujarat Monsoon : 15 જુન

સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે.

Gujarat Monsoon : 16 જુન

નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે.

Gujarat Monsoon : 17 જુન

નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 26 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ મહીસાગરના સંતરામપુરમાં પોણા બે ઇંચ વરસાદ પડ્યો છે.

તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું કે, ચાલુ વર્ષનું જે ચોમાસું છે, તે તેના નિયત સમય કરતા 4 દિવસ પહેલા ગુજરાતમા ચોમાસું બેસી ગયું છે. Imd ના રિપોર્ટ મુજબ આજે 11 જૂન 2024 ના રોજ ચોમાસાનો ગુજરાતમા પ્રવેશ થઇ ચૂક્યો છે. 19 મેના રોજ આંદામાન નિકોબારમાં નૈઋત્યના ચોમાસાની એન્ટ્રી થઈ હતી. તે બાદ ચોમાસાની જાહેરાત જે 1 કે 2 જુનના રોજ થતી હોય છે, તેને બદલે 29 મેના રોજ કરવામાં આવી હતી. એટલે કે આંદામાન નિકોબાર, કેરળ અને હવે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવી ગયું છે.

Gujarat Monsoon

આજની તારીખે ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી ચૂક્યું છે. દક્ષિણ ગુજરાતના વલસાડ ડાંગ સહિતના અનેક વિસ્તારોને કવર કરી લીધું છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો, સૌરાષ્ટ્રના વેરાવળથી 45 કિલોમીટર દક્ષિણની અંદર દરિયા આ ચોમાસું છે, તેથી તે વેરાવળથી પણ ખૂબ નજીક છે. આજે સાંજ સુધીમાં કે મોડી રાત સુધીમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જુનાગઢ સહિતના વિસ્તારોમાં ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે. 

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો