ગુજરાતમાં મોકડ્રીલ રાજ્યમાં સિવિલ ડિફેન્સ દ્વારા યોજી મોકડ્રીલ #India #indiapakistan #MockDrillGuj #ForPakistan #pakistan

0
152

ગુજરાતમાં મોકડ્રીલ રાજ્યમાં સિવિલ ડિફેન્સ દ્વારા યોજી મોકડ્રીલ #India #indiapakistan #MockDrillGuj #ForPakistan #pakistan

ગુજરાતમાં મોકડ્રીલ અમદાવાદમાં મોકડ્રિલ

મોકડ્રિલમાં પોલીસ, ફાયર સહિતની 13 એજન્સીઓ જોડાઈ

સાંજે 8.30થી 9.00 વાગ્યા દરમિયાન બ્લેક આઉટ કરાશે

પહેલગામ આતંકી હુમલાની ઘટના બાદ પાકિસ્તાન સરહદ પર તણાવભરી સ્થિતિ સર્જાઈ છે. પાકિસ્તાન તરફથી સતત સિઝફાયરનું ઉલ્લંઘન કરાઈ રહ્યું છે. ત્યારે દેશના સિવિલ ડિફેન્સ ડિસ્ટ્રિક્ટમાં મોકડ્રિલનું આયોજન કરાયું છે. ગુજરાતના 18 જિલ્લાઓમાં પણ આજે સાંજે 4 થી 8 વાગ્યા દરમિયાન મોકડ્રિલ યોજાઈ રહી છે.. ત્યારે અમદાવાદમાં પણ બે જગ્યાએ પેલેડિયમ મોલ, વટવા GIDCમાં હાલ મોકડ્રિલ ચાલી રહી છે. બંને સ્થળો પર પોલીસ, ફાયર સહિતની 13 એજન્સીઓના કર્મચારીઓ પહોંચ્યા છે અને મોકડ્રિલ યોજી રહ્યા છે. સાંજે 8.30થી 9.00 વાગ્યા દરમિયાન બ્લેક આઉટ પણ કરાશે.

ગુજરાતમાં કચ્છ: ભુજમાં સિવિલ ડિફેન્સ દ્વારા મોકડ્રીલ

ગુજરાતમાં મોકડ્રીલ સુરત: મોકડ્રિલ જનજાગૃતિ અભિયાનને લઇ રેલી યોજાઇ

મોકડ્રિલ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

ધારાસભ્ય પૂર્ણેશ મોદી પણ આ અભિયાનમાં જોડાયા

ભારતીય સેનાએ ઓપરેશન સિંધુર આપી આતંકી અડ્ડાઓ પર હુમલો કરી જડબાતોડ જવાબ આપ્યો છે, સુરતમાં યોજાનારી મોકડ્રિલ અંગે લોકોને જાગૃત કરવા રેલી યોજી હતી.  સુરત શહેર પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ અડાજણના પ્રાઈમ માર્કેટ થી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પાકિસ્તાનના આતંકવાદી કેમ્પ પર ભારતીય સેના દ્વારા કરાયેલા હુમલા બાદ સમગ્ર દેશમાં નાગરિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે . યોજાનારી મોકડ્રિલ, બ્લેક આઉટ વિશે નાગરિકોને જાગૃત કરવા સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદી પણ આ રેલીમાં જોડાયા હતા. આ રેલીમાં બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.

કચ્છ: ભુજમાં સિવિલ ડિફેન્સ દ્વારા મોકડ્રીલ યોજાઈ

ગુજરાતમાં મોકડ્રીલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મોકડ્રીલનું  આયોજન કરાયું

હવાઈ હુમલા અને યુદ્ધ સ્થિતિ વિશે નાગરિકોને વાકેફ કર્યા

વિવિધ પ્રકારના  સાયરન વગાડી લોકોને જરૂરી માગર્દશન આપ્યું

વર્તમાન સ્થિતિ લઈને મોકડ્રીલનું આયોજન કરાયું

સ્થાનિક લોકો પણ મોકડ્રીલમાં જોડાયા

યુદ્ધ અને હવાઈ હુમલામાં કેવી રીતે જીવ બચાવી શકાય તે અંગે માહિતગાર કર્યા

ભુજમાં આજે 8:00  થી 8:30  વાગ્યા સુધી બ્લેક આઉટ કરવામાં આવશે

આ સમય દરમિયાન લોકોને પોતાના ઘરની લાઈટ બંધ રાખવા અપીલ કરવામાં આવી

ગુજરાતમાં મોકડ્રીલ રાજ્યમાં સિવિલ ડિફેન્સ દ્વારા યોજી મોકડ્રીલ #India #indiapakistan #MockDrillGuj #ForPakistan

મોકડ્રીલમાં સિવિલ ડિફેન્સ,પોલીસ,હોમગાર્ડ,આર્મી,વિધાર્થી,ફાયર સહિતના વિભાગો જોડાયા

ગુજરાતમાં મોકડ્રીલ જામનગર મનપાની ફાયર બ્રિગેડ મોકડ્રિલ માટે સજ્જ

શહેરના 4 વિસ્તારોમાં ફાયર ડ્રિલનું આયોજન

100થી વધુ ફાયર સ્ટાફ મોકડ્રિલમાં જોડાશે

30થી વધુ ફાયરફાઈટર અને સાધનો તૈનાત

જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખા હવે સંભવિત આપત્તિની સ્થિતિને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ રીતે સજ્જ છે. ફાયર વિભાગના ચીફ ઓફિસર દ્વારા એક રિવ્યૂ મીટિંગનું આયોજન કરાયું હતું જેમાં સુરક્ષા વ્યવસ્થા અને તાત્કાલિક પ્રતિસાદ માટેના પગલાંઓની સમીક્ષા કરવામાં આવી. આજ શામે 4 વાગ્યાથી જામનગર શહેરના ચાર જુદા જુદા વિસ્તારોમાં ફાયર બ્રિગેડ દ્વારા મોકડ્રિલ યોજાશે. આ ડ્રિલમાં 100થી વધુ ફાયર સ્ટાફ, 30થી વધુ ફાયરફાઈટર્સ, વિવિધ પ્રકારના સાધનો અને વાહનોને તૈનાત કરવામાં આવશે. હેતુ એ છે કે, જો સંભવિત યુદ્ધ કે દુર્ઘટના જેવી પરિસ્થિતિ સર્જાય, તો ફાયર ટીમ ત્વરિત કાર્યવાહી કરી શકે. આ કવાયત દ્વારા રિયલ ટાઈમમાં ઇમર્જન્સી મેનેજમેન્ટ માટેની તૈયારીની ચકાસણી કરાશે.

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો

યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે

Table of Contents