HomeGujarat2 હજારની નોટ બદલવા અંગે મિશ્ર પ્રતિસાદ

2 હજારની નોટ બદલવા અંગે મિશ્ર પ્રતિસાદ

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા રૂપિયા 2 હજારની ચલણી નોટ એક્સચેન્જ કરવાના નિણર્યને અમદાવાદમાં લોકોનો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. 23મી મે થી નોટો એક્સચેન્જ કરવાનું શરૂ થતા લોકોએ નોટ બદલવાનું શરૂ કર્યું.લાલ દરવાજા SBI બેન્ક પર 2 હજારની ચલણી નોટ એક્સચેન્જ કરાવવા આવેલા લોકોએ આ નિર્ણયને આવકાર્યો હતો પણ  સાથે બેંકમાં નોટ એક્સચેન્જ કરવા થોડી તકલીફ તો પડી રહી હોવાનું જણાવ્યું. 2 હજારની નોટમાં  હાલમાં માત્ર 10 નોટો જ એક્સચેન્જ કરી આપવામાં આવી રહી છે..પણ SBI ની બ્રાન્ચ પર હાલમાં નોટો બદલવા માત્ર કોઈ ફોર્મ નથી ભરવામાં આવી રહ્યું.રૂપિયા 2000 ની નોટો એક્સચેન્જ કરવાના નિર્ણય પછી લોકોમાં નોટ બંધીના સમય જેવી હતાશા કે ડર નથી જોવા મળી રહ્યો.નોટો એક્સચેન્જ કરવા બેંકમાં 2 થી 3 કલાક નો સમય પણ લાગી રહ્યો છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments